ગોલ્ડ કોસ્ટઃ ઓસ્ટ્રેલિયાએ ઈરાની મહિલા ફૂટબોલ ટીમના પાંચ સભ્યોને શરણ આપી છે. તેઓ ઈરાન પરત ફરવાને બદલે ઓસ્ટ્રેલિયામાં નવું જીવન શરૂ કરશે. ઓસ્ટ્રેલિયાના ગૃહ પ્રધાન ટોની બર્કે આજે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાએ ઈરાની મહિલા ફૂટબોલ ટીમના પાંચ સભ્યોને શરણ આપી છે, જે ઈરાનમાં યુદ્ધ શરૂ થયું તે પહેલાં એક ટુર્નામેન્ટ માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી રહ્યા હતા.
ઓસ્ટ્રેલિયામાં ઈરાની જૂથો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓસ્ટ્રેલિયન સરકારને એ મહિલાઓને મદદ કરવા વિનંતી કરી હતી જે જાહેરમાં આશ્રય માંગી શકતી નહોતી. ટીમના ખેલાડીઓએ તેમની શરૂઆતની મેચ પહેલા ઈરાનનું રાષ્ટ્રગીત ગાયું ન હતું, જેના કારણે અનેક અટકળો શરૂ થઈ હતી અને મીડિયામાં પણ તેની ખૂબ ચર્ચા થઈ હતી.
મંગળવારે ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ ગોલ્ડ કોસ્ટ પરની તેમની હોટલમાંથી પાંચ મહિલા ફૂટબોલરોને "સુરક્ષિત સ્થાન" પર લઈ ગઈ હતી. બર્કે બ્રિસ્બેનમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ મહિલાઓને મળ્યા હતા અને માનવતાવાદી ધોરણે તેમની વિઝાની પ્રક્રિયા કરવામાં આવી હતી.
બર્કે કહ્યું હતું કે, "હું કલ્પના પણ કરી શકતો નથી કે આ નિર્ણય દરેક મહિલા માટે કેટલો મુશ્કેલ હશે, પરંતુ ગઈકાલે રાત્રે ચોક્કસપણે આનંદ અને રાહતનું વાતાવરણ હતું. બર્કે સોશિયલ મીડિયા પર દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતી વખતે હસતી અને તાળીઓ પાડતી મહિલાઓના ફોટા પોસ્ટ કર્યા હતા.
તેમણે કહ્યું કે, "તેઓ ઓસ્ટ્રેલિયામાં નવું જીવન શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે."મહિલા શરણાર્થીઓ તેમના નામ અને ફોટા પ્રકાશિત થતાં ખુશ છે. ખેલાડીઓએ સ્પષ્ટ કર્યું કે તેઓ રાજકીય કાર્યકર્તા નથી.
દરમિયાન ઈરાનના સરકારી ટીવીના જણાવ્યા અનુસાર, દેશના ફૂટબોલ ફેડરેશને તેને ટ્રમ્પની ફૂટબોલમાં પ્રત્યક્ષ રાજકીય હસ્તક્ષેપ ગણાવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થાઓને તેની સમીક્ષા કરવાની હાકલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે આ પ્રકારની કાર્યવાહીથી 11 જૂનથી અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં શરૂ થનારા ફીફા વર્લ્ડ કપમાં અડચણ ઉભી કરી શકે છે.
Naghmeh Danai | Australia Iran Migration Consultants Association
ઓસ્ટ્રેલિયામાં ઈરાની સમુદાયના સભ્ય નઘમેહ દનાઈએ જણાવ્યું હતું કે તેમને સોમવારે એક હોટલમાં મહિલા ખેલાડીઓને મળવા અને ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે ખાતરી આપવા માટે બોલાવવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે મેં ખેલાડીઓને કહ્યું હતું કે જો તેઓ આ ઓફર સ્વીકારે છે, તો તેમનું ભવિષ્ય અહીં ઉજ્જવળ બનશે. તેમને વધુ સન્માન મળશે. તેઓ તેમના વતનમાં જે રીતે જુલમનો સામનો કરશે તેવો સામનો નહીં કરે. તેઓ આ સાંભળીને ખૂબ ખુશ થયા.
આ નિર્ણય તેમના માટે સરળ ન હતો કારણ કે તેમના પરિવારો ઈરાનમાં છે અને તેઓ અહીં ફક્ત રમવા માટે આવ્યા હતા." ટીમના અન્ય 21 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ અંગે અનિશ્ચિતતા યથાવત્ છે.