કેનબેરા: આ વર્ષની શરૂઆતમાં ઈરાનના ઇસ્લામિક શાસન સામે જનતાએ બળવો પોકાર્યો હતો, તત્કાલીન સુપ્રીમ લીડર ખામેનીના આદેશ પર હજારો પ્રદર્શનકારીઓની હત્યા કરવામાં આવી હતી. એવામાં ઓસ્ટ્રેલિયાએ મંગળવારે એક પ્રસંસનીય નિર્ણય લીધો છે, ઓસ્ટ્રેલીયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે ઈરાનની મહિલા ફૂટબોલ ટીમની પાંચ ખેલાડીઓને આશ્રય આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. માનવતાના ધોરણે આ ખેલાડીઓને વિઝા આપવામાં આવ્યા છે.
એક નિવેદનમાં વડાપ્રધાન અલ્બેનીઝે કહ્યું, "અમે ઈરાની મહિલા ફૂટબોલ ટીમના પાંચ સભ્યોને માનવતાના ધોરણે વિઝા આપીએ છીએ. આ બહાદુર મહિલાઓની દુર્દશા જોઈને ઓસ્ટ્રેલિયાને પીડા થઇ રહી હતી, તેઓ અહીં સુરક્ષિત રહેશે, અને અહીં ઘર જેવું લાગશે.”
They are safe here, and should feel at home here. pic.twitter.com/hDTvp8xkHy
— Anthony Albanese (@AlboMP) March 10, 2026
ઓસ્ટ્રેલિયાના ગૃહ પ્રધાને ટોની બર્કે સોશિયલ મીડિયા આ નિર્ણય અંગે જાણ કરી હતી. તેમણે ઈરાનની મહિલા ફૂટબોલ ખેલાડીઓ સાથે તેમનો ફોટો શેર કર્યો અને લખ્યું: "ગઈકાલે રાત્રે મેં ઈરાની મહિલા ફૂટબોલ ટીમની પાંચ ખેલાડીઓને કહ્યું કે તેઓ ઓસ્ટ્રેલિયામાં સુરક્ષિત રીતે રહી શકે છે, ઓસ્ટ્રેલીયાને તેમનું ઘર જ માને.
ટ્રમ્પની સલાહ નિર્ણય:
નોંધનીય છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સલાહ બાદ ઓસ્ટ્રેલીયાએ નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટ કરીને ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનની રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ ટીમને તેમના દેશમાં પાછી મોકલવી એ મોટી માનવતાવાદી ભૂલ હશે. ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી હતી કે ઈરાનમાં તેમને મારી નાખવામાં આવશે.
"Australia is making a terrible humanitarian mistake by allowing the Iran National Woman’s Soccer team to be forced back to Iran, where they will most likely be killed. Don’t do it, Mr. Prime Minister, give ASYLUM. The U.S. will take them if you won’t..." - @POTUS pic.twitter.com/OTIsmVavJR
— The White House (@WhiteHouse) March 9, 2026
આ મહિલા ફૂટબોલર્સ ઓસ્ટ્રેલીયામાં કેમ છે?
ઓસ્ટ્રેલીયામાં રહેલી પાંચ ઈરાનની મહિલા ખેલાડીઓના નામ ફાતેમેહ પાસંદીદેહ, ઝહરા ઘનબારી, ઝહરા સરબલી, આતેફેહ રમઝાનઝાદેહ અને મોના હમૌદી છે.
ઈરાનની મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન અને સ્ટાર મિડફિલ્ડર ઝહરા ઘનબારીનો એક વિડીયો ઓક્ટોબર 2024માં વાયરલ થયો હતો. એક મેચમાં વિકટરી ગોલ કરતી વખતે તેમનો હિજાબ લપસી પડ્યો, ત્યાર બાદ તેને ખુલ્લા વાળ સાથે જીતની ઉજવણી કરી હતી. ઈરાનના રૂઢીચુસ્ત ઇસ્લામિક શાસને તેની સામે પાગલા ભરતા તેના પર પ્રતિબંધ મુક્યો હતો, બાદમાં ઘનબારીએ માફી માંગી હતી.
ગત 2જી માર્ચના રોજ મહિલા એશિયા કપમાં દક્ષિણ કોરિયા સામેની મેચમાં 5 ઈરાની મહિલા ફૂટબોલરોએ રાષ્ટ્રગીત ગાયું ન હતું, મૌન રહીને તેમણે ઈરાની શાસન સામે વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયન રાષ્ટ્રગીત ગાયું હતું, આ દરમિયાનતેમણે હૃદય પર હાથ રાખ્યો હતો અને સલામી આપી હતી.
🚨 🇮🇷🇦🇺 BREAKING: Five players from Iran’s women’s national football team — Fatemeh Pasandideh, Zahra Ghanbari, Zahra Sarbali, Atefeh Ramazanzadeh, and Mona Hamoudi — have left the team’s training camp and sought refuge in Australia. pic.twitter.com/y4oqIW54me
— Nova Intel (@intel_nova) March 9, 2026
ત્યાર બાદ ઈરાની મીડિયામાં આ મહિલા ખેલાડીઓને "દેશદ્રોહી" ગણાવવામાં આવી હતી અને તેમની સાથે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
મહિલા એશિયન કપમાં 8 માર્ચે ફિલિપાઇન્સ સામે અંતિમ મેચ રમ્યા બાદ ઈરાનની પાંચ મહિલા ખેલાડીઓ ભાગી છૂટી હતી. ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે તમામને સલામત સ્થળે રાખી હતી, મહિલા ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયામાં આશ્રય આપવાની વિનંતી કરી હતી.