Tue Oct 06 2026

Logo

‘હિંસા નહીં, કાશ્મીરની સુંદરતા બતાવો’... AR રહેમાને ફિલ્મમેકર્સને કરી ખાસ અપીલ

2026-09-12 22:47:54
Author: Mumbai Samachar Team
‘હિંસા નહીં, કાશ્મીરની સુંદરતા બતાવો’... AR રહેમાને ફિલ્મમેકર્સને કરી ખાસ અપીલ

A. R. Rahman


મુંબઈઃ બોલિવૂડની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મ્યુઝિકની દુનિયામાં માઈલસ્ટોન કહી શકાય એવા સંગીતકાર એ.આર. રહેમાનની જ્યારે પણ વાત થાય છે ત્યારે એની ગીતનું આખું લીસ્ટ તાજા થઈ જાય છે. ઓસ્કોર વિનર સંગીતકારે માત્ર હિન્દી જ નહીં પણ તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાની ફિલ્મમાં પણ પોતાનું સંગીત પીરસ્યું છે. ફિલ્મમેકર્સને એક અપીલ કરતા સંગીતકારે એક મહત્ત્વની વાત કહી દીધી છે. રહેમાન હાલમાં કાશ્મીરના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે મીડિયા સાથેની ટૂંકી મુલાકાતમાં જણાવ્યું હતું કે, કાશ્મીર એક બેસ્ટ રાજ્ય છે. અહીંયાની પ્રકૃતિ પણ અદભૂત છે.  જમ્મુ અને કાશ્મીરને લઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અંગે વાત કરતા એક શાનદાર પહેલ મેકર્સને કરી છે. 

ફિલ્મોમાં પણ કાશ્મીરની સુંદરતા દર્શાવો
સંગીતકારે જણાવ્યું હતું કે, આ ફિલ્મ ફેસ્ટિવલથી લોકોને કાશ્મીરની ખૂબસુરતી, સંસ્કૃતિ અને અહીંયાની કલા અંગે વધારે જાણવા-જોવા મળશે. આ એક શ્રેષ્ઠ શરૂઆત છે. હું ઈચ્છું કે, કાશ્મીરમાં યોજાનારો આ ફિલ્મ ફેસ્ટિવલ સૌથી બેસ્ટ ફિલ્મ ફેસ્ટિવલ બની જાય. ગાયકે આશા વ્યક્ત કરી હતી કે, જમ્મુ અને કાશ્મીરમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ લોકપ્રિયતા મેળવશે. આ મહોત્સવ કાશ્મીરને વૈશ્વિક ઓળખ અપાવશે અને તેની સુંદરતાને વિશ્વ સમક્ષ રજૂ કરશે. કાશ્મીરનું પ્રાકૃતિક સૌંદર્ય અને શાંત વાતાવરણ તેને ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો માટે એક ઉત્તમ સ્થળ બનાવે છે. તેઓ નજીકના ભવિષ્યમાં કાશ્મીરમાં કોન્સર્ટ કરી શકે છે. તેઓ ત્યાં એક લાઇવ કોન્સર્ટ યોજવાનું આયોજન કરી રહ્યા છે. અમારી પાસે કેટલીક યોજનાઓ છે અને અમે તેના પર ચર્ચા કરી રહ્યા છીએ. હું અહીં આવીને પરફોર્મ કરવા માંગુ છું. હિંસા કે ભૂતકાળની સમસ્યાઓ દર્શાવવાને બદલે, ફિલ્મોમાં કાશ્મીરની સુંદરતા રજૂ થવી જોઈએ.

સૌદર્યને સિનેસ્ક્રિન મળવી જોઈએ
આ પ્રદેશની શાંતિ અને રમણીય સૌંદર્યને ઉજાગર કરવા જોઈએ. તેમણે કાશ્મીરના પરંપરાગત સંગીત વિશે પણ વાત કરી અને જણાવ્યું કે 'રોકસ્ટાર' ફિલ્મ માટે આવ્યો હતો. લોકગીતોનું રેકોર્ડિંગ કર્યું હતું, જેનો બાદમાં ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગાયકે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે તેઓ કાશ્મીર આવીને વધુ પ્રોજેક્ટ્સ કરવા માંગે છે.