કેલિફોર્નિયાઃ એન્ડ્રોઈડ મોબાઈલ યુઝર્સ માટે એક મોટી અને અતિ મહત્ત્વની અપડેટ સામે આવી છે. ગૂગલના ઉત્પાદન એન્ડ્રોઈડમાં હવે સિક્યોરિટીને લઈને અપડેશન આપવામાં આવ્યું છે.કંપનીએ દાવો કર્યો છે કે, હવે જેમીની એઆઈમાં પણ આપવામાં આવતા ઈનપુટ અને ડેટા સુરક્ષિત રહેશે. પહેલા કરતા વધારે સુરક્ષા મળી રહેશે.નવી એઆઈ સિસ્ટમ યુઝર્સને એ નક્કી કરવા માટેની વધારે સ્વતંત્રતા આપે છે કે, એનો ડેટા કઈ એપ્લિકેશન સાથે કેટલો શેર થઈ રહ્યો છે. માત્ર એપ્લિકેશન જ નહીં જે તે વેબસર્વિસમાં પણ ડેટાનો ઉપયોગ થતો હશે એ અંગે જાણકારી પણ આપશે.
ટેક ઈન્ડસ્ટ્રી માટે મોટા સંકેત
સાયબર સુરક્ષાના મુદ્દે આ અપડેટને સૌથી વધારે મહત્ત્વની માનવામાં આવે છે. એન્ડ્રોઈડ 17માં આ પગલું માત્ર નવું ફીચર નથી પણ ટેક ઈન્ડસ્ટ્રી માટે મોટા સંકેત છે. હવે કંપનીઓએ યુઝર્સની ચોઈસ અને ડેટા પરના કંટ્રોલને ગંભીરતાથી લેવું પડશે. એન્ડ્રોઈ 17મી એડિશન અપડેટ સાથે દુનિયાભરના એન્ડ્રોઈડ ઑપરેટિંગ સિસ્ટમમાં રોલઆઉટ કરી દેવામાં આવી છે.
એન્ડ્રોઈડ 17માં સામેલ કરવામાં આવેલું જેમિની ફીચર યુઝર્સને વધારે સ્માર્ટ એક્સપિરિયન્સ કરાવશે. ટ્રાંસપેરન્સી સાથે પ્રાયવસી આપશે. પ્રાયવસી કંટ્રોલ પર ફોક્સ કરવાની સાથએ કંપનીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે, યુઝર્સ હવે એ પણ જોઈ શકશે કે, કઈ એપ્લિકેશન કઈ ફોનમાંથી કઈ જાણકારીને એક્સેસ કરે છે, એમાં વપરાતો ડેટા કેટલો છે, ડેટા યુઝેસને લઈને નવી એપડેટમાં એપ્લિકેશન શું કરી રહી છે.
સમજો ઉદાહરણ પરથી
દા.ત.એપ્લિકેશન લોકેશનનો ઉપયોગ કરે છે તો છેલ્લે કયું લોકેશન ટ્રેક થયું. કેન્ટેક્ટ કે ફાઈલ એક્સેસ માગે છે કે, તો એ કઈ ફાઈલ્સ એક્સેસ કરશે. સામાન્ય રીતે જ્યારે નવી એપ્લિકેશન રન કરવામાં આવે છે ત્યારે ઘણી પરમીશન તે માગે છે. આવા સમયે ખ્યાલ નથી આવતો કે, તે મોબાઈલમાંથી ક્યા સોર્સનો ઉપયોગ કરે છે.
હવે આ નવી અપડેટમાં આ પણ જાણી શકાશે. હવે યુઝર એ પણ નક્કી કરી શકશે કે આ એપ્લિકેશમાં જે જરૂરિયાત છે એના કરતા વધારાના સોર્સ મોબાઈલ થકી આપવા છે કે નહીં. આના પર જેમિની વૉચ રાખશે અને યુઝરનો સ્માર્ટફોન વાપરવાનો અંદાજ અને બિહેવિયર જોઈને સજેશન પણ આપશે.દુનિયાભરમાં ડેટા પ્રાયવસી અને ઈન્ટરનેટ ડેટાને લઈને લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે એવામાં ગૂગલ કંપનીએ પોતાના સિક્યોરિટી ફીચર પર ધ્યાન આપીને મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમાં મોટી અપડેટ આપી છે.
માત્ર સિક્યોરિટી મર્યાદિત નથી
ટેક એક્સપર્ટ કહે છે કે,માત્ર નવા ફીચર્સ તરીક સિક્યોરિટી આપવી જ મર્યાદિત નથી. આ પૂરતું પણ નથી.યુઝર્સને ભરોસો આપવો પડશે કે, એનો ડેટા સુરક્ષિત છે અને એપ્લિકેશનના સોર્સ પણ સિક્યોર છે.કંપનીઓ પર યુઝર્સના ડેટાની જવાબદારી છે, ઘણી ટેક કંપનીઓ પર આનું પ્રેશર પણ છે. ઘણા ટેક નિષ્ણાંતો આને ગૂગલની રણનીતિ માને છે.
નવી મોબાઈલ અપડેટ અને ઑપરેટિંગ સિસ્ટમ સાથે સુરક્ષા પણ જરૂરી છે. યુઝર્સના પેમેન્ટ એકાઉન્ટથી લઈને ઈમેઈલ એકાઉન્ટ સુધી આ એક જરૂરી વસ્તુ છે જેમાં સિક્યોર સિસ્ટમ લાગુ થાય તો ફાયદો છે. નવી એપ્લિકેશન સિસ્ટમમાં આ વસ્તુ લાંબા સમય સુધી યથાવત રહી તો મર્યાદા એ પણ રહી શકે છે કે, જે તે એપ્લિકેશનના એક્સેસ કંટ્રોલમાં આવી શકે છે.