ન્યૂ યોર્કઃ અમેરિકામાં મિડટર્મ ચૂંટણીના પરિણામે વિશ્વને ચોંકાવી દીધું છે. જીતનો દાવો કરતા ડાનાલ્ડ ટ્રમ્પે મિડટર્મમાં બહુમત મળ્યું નથી. એટલું જ નહીં પરંતુ આ ચૂંટણીમાં ઘણાં એવા પરિણામ પણ આવ્યાં છે જે આ પહેલાની ઇતિહાસમાં ક્યારે નથી આવ્યાં! એટલે કે આ મિડટર્મ ચૂંટણીએ અમેરિકન ચૂંટણીના ઇતિહાસમાં નવો લેખ લખ્યો છે. આ વખતે અમેરિકાના અનેક રાજ્યોમાં કેટલાક ઉમેદવારોએ પહેલી વખત નવો રેકોર્ડ બનાવ્યો છે. ચાલો તેની વિગતે ચર્ચા કરીએ...
જ્યોર્જિંયામાં પહેલા વખત બ્લેક મહિલા ગવર્નર બની
મિડટર્મ ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવેતો, જ્યોર્જિંયામાં પહેલા વખત કોઈ બ્લેક મહિલા ગવર્નર બની છે. એટલું જ નહીં પરંતુ મિશિગનના અબ્દુલ અલ-સૈયદ ચૂંટણી જીતીને યુ.એસ. સેનેટના પ્રથમ મુસ્લિમ સભ્ય બન્યા છે. આ સાથે ન્યૂ મેક્સિકોમાં પણ પ્રથમ વખત એક મૂળ અમેરિકન ગવર્નર ચૂંટાયા છે. મિડટર્મની ચૂંટણીના પરિણામ પરથી એવું સાબિત થયું છે અમેરિકન લોકોએ પરિવર્તનને પસંદ કર્યું છે.
મિશિગનમાં અબ્દુલ અલ-સૈયદે મારી બાજી
વિગતે વાત કરવામાં આવે તો, જ્યોર્જિંયામાં ડેમોક્રેટિક પાર્ટીની કીશા લાંસ બોટમ્સે જીત મેળવી છે. આ જીત સાથે તે અમેરિકાની પહેલા બ્લેક મહિલા ગવર્નર બની ગઈ છે. મિડટર્મની ચૂંટણીમાં આ બદલાવને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ સાથે મિશિગનના અબ્દુલ અલ-સૈયદે આ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર માઇક રોજર્સને માત આફી છે. આ જીત સાથે અબ્દુલ અલ-સૈયદ અમેરિકી સંસદનો પહેલો મુસ્લિમ સભ્ય બની ગયો છે. આ જીતના કારણે અમેરિકી સંસદના ઉપરી ગૃહમાં નવો ઇતિહાસ લખાયો છે.
ઓહિયો સ્ટેટને પ્રથમ મહિલા ગવર્નર મળ્યાં
ઓહિયોમાં ડેમોક્રેટ એમી એક્ટને રિપબ્લિકન ઉમેદવાર વિવેક રામાસ્વામીને હરાવીને રાજ્યના પ્રથમ મહિલા ગવર્નર બન્યા છે. આ સાથે ટેક્સાસમાં ગિના હિનોજોસાએ વિજય મેળવ્યો અને રાજ્યના પ્રથમ લેટિના ગવર્નર બન્યા છે.
ન્યૂ મેક્સિકોમાં ભૂતપૂર્વ યુ. એસ. ગૃહ સચિવ ડેબ હાલેન્ડ ગવર્નર તરીકે ચૂંટાયા છે. રાજ્યના પ્રથમ મૂળ અમેરિકન ગવર્નર બન્યા છે. મિનેસોટાના લેફ્ટનન્ટ ગવર્નર પેગી ફ્લાનાગને સેનેટ ચૂંટણી જીતીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. કારણ કે, પેગી ફ્લાનાગ અમેરિકી સંસદમાં પહોંચનારી પ્રથમ મૂળ અમેરિકન મહિલા બની છે.
અનેક રેકોર્ડ આ મિડટર્મ ચૂંટણીમાં બન્યા
કેલિફોર્નિયામાં ઝેવિયર બેસેરા રાજ્યના પ્રથમ ચૂંટાયેલા લેટિનો ગવર્નર બન્યા છે. વિસ્કોન્સિનમાં ક્રિસ ક્રાઉલી પ્રથમ બ્લેક ગવર્નર તરીકે ચૂંટાયા હતા. આ સાથે ફ્લોરિડામાં રિપબ્લિકન બાયરોન ડોનાલ્ડ્સ રાજ્યના પ્રથમ બ્લેક ગવર્નર બન્યા છે. જ્યારે ન્યૂ હેમ્પશાયરથી ક્રિસ પાપાસ યુ.એસ. સંસદમાં પહોંચનાર પ્રથમા સમલૈંગિક વ્યક્તિ બન્યા છે. જ્યારે ટેનેસીમાં રિપબ્લિકન માર્શા બ્લેકબર્ને વિજય મેળવ્યો અને તેઓ રાજ્યના પ્રથમ મહિલા ગવર્નર બન્યા છે. ટ્રમ્પના દાવા અને નિર્ણયોના કારણે કદાચ અમેરિકી લોકોએ પરિવર્તન પસંદ કર્યું હોઈ શકે છે. આ પરિણામે પણ આવું જ કહી રહ્યાં છે. અમેરિકામાં થયેલી મિડટર્મ ચૂંટણીના પરિણામે અમેરિકાના રાજકારણમાં મોટો બદલાવ લાવ્યો છે.