દ્વારકાઃ બોલીવુડની જાણીતી હસ્તીઓને હવે ગુજરાતની માયા લાગી છે. જામનગર હોય કે સૌરાષ્ટ્રના યાત્રાધામોની મુલાકાત લેતા અચૂક જોવા મળે છે. અગાઉ દ્વારકા-નાગેશ્વરની કંગના રણૌત પહોંચ્યા પછી હવે અનન્યા પાંડેએ આ જ યાત્રાધામે પહોંચી હતી. અનન્યા પાંડે ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમા શીશ નમાવીને પોતાના પરિવારજનો સાથે નાગેશ્વર જ્યોર્તિલિંગ મહાદેવના પણ દર્શન કર્યાં હતા. સોશિયલ મીડિયામાં દ્વારકા અને નાગેશ્વરનો ફોટો પોસ્ટ કરીને તેમણે કેપ્શનમાં ઓમ નમઃ શિવાય લખ્યું હતું.
માતા ભાવના પાંડે સાથે સાથે રહ્યા
અનન્યાની સાથે એમની માતા ભાવના પાંડેએ પણ દર્શનનો લ્હાવો લીધો હતો, સાથે એમની મિત્ર નંદિતા મહતાની પણ હતી. પિંક ડ્રેસ અને કપાળ પર કેસરિયો લેપ લગાવીને તે નાગેશ્વર મંદિર દર્શન કરવા માટે પહોંચી હતી. ફ્લોરલ સલ્વાર કમીઝમાં એનો સ્પિરિચ્યુઅલ લૂક જોવા મળ્યો હતો. દ્વારકાધીશ મંદિરના મેઇન ગેઈટ પાસે ફોટો ક્લિક કર્યો હતો. સમગ્ર મંદિરની મુલાકાત કરી અને મંદિરના સ્થાપત્યની વાત તેમણે જાણી હતી. ભાવિકો સાથે તેને દર્શન કર્યા હતા. ઓરેન્જ ડ્રેસમાં બીજો ફોટો શેર કર્યો હતો. મેકઅપ વિના કેસરિયો ખેસ પહેરીને નાગેશ્વર મંદિરે તેને પૂજા અર્ચના કરી હતી.
શિવલિંગની પૂજા કરી
વાયરલ તસવીરમાં જોઈ શકાય છે કે, અનન્યાએ શ્રીફળ, ધૂપ, ફૂલ અને પૂજાની થાળી સાથે શિવજીની પૂજા અર્ચના કરી હતી. મંદિરમાં રહેલા કેટલાક ભાવિકોએ એમનો વિડિયો રેકોર્ડ કર્યો હતો. વલસાડથી દર્શન કરવા આવેલી એક છોકરીએ એનો વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. દ્વારકા અને નાગેશ્વર સિવાય અનન્યાએ શિવરાજપુર બીચની પણ વિઝિટ કરી હતી. માત્ર ગુજરાતના જ નહીં પણ રાજ્યની બહારના યુથ અને કલાકારોને પણ દ્વારકાનું કોસ્ટલ ડેવલપમેન્ટ આકર્ષી રહ્યું છે. આ પહેલા કંગના રણૌતે પણ દ્વારકાની મુલાકાત કરી હતી.