તહેરાનઃ પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ કર્યા પછી હવે અમેરિકા અનેક તબક્કે પાછળ હટતું દેખાઈ રહ્યું છે.યુદ્ધ બાદ અસરગ્રસ્ત ઈરાનમાં હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થતા તેલના ટેન્કરોની દેખરેખ રાખવાનો દાવો કર્યા પછી હવે અમેરિકાએ આ જવાબદારીમાંથી પોતાના હાથ ખેંચી લીધા છે.અમેરિકાના ઊર્જામંત્રી ક્રિસ રાઈટે જણાવ્યું હતું કે, આ કામ રીતે જલ્દી થશે, પરંતુ હાલમાં શક્ય નથી. અમે હજુ તૈયાર નથી. હાલ અમારી તમામ સૈન્ય ક્ષમતાઓ ઈરાનની આક્રમક શક્તિઓ અને એવી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝને નષ્ટ કરવા હાલ અમે ફોક્સ કરી રહ્યા છીએ.
જહાંજ રહેશે ટાર્ગેટમાં
આ પહેલા જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે, જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેલ કંપનીઓના સીઈઓને હાલમાં હોર્મુઝ જળમાર્ગના રૂટ પર જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે તેમણે કહ્યું કે કંપનીઓએ આ માર્ગનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે હજુ સુધી અમેરિકાને એવું લાગતું નથી કે, ઈરાને આ જળમાર્ગમાં સમુદ્રી બારૂદી સુરંગો પાથરી દીધી છે. અમેરિકી સેનાના સેન્ટ્રલ કમાન્ડ એ આ અઠવાડિયે દાવો કર્યો હતો કે તેણે ઈરાનના એવા 16 જહાંજોને નષ્ટ કરી દીધા છે, જેના પર શંકા હતી કે તેઓ હોર્મુઝ પાસે સમુદ્રી બારૂદી સુરંગો (માઇન્સ)પાથરી રહ્યા હતા. તે બાદ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે જો જળમાર્ગમાં માઇન પાથરી હશે તો એ જહાંજનો ખાતમો બોલાવી દેવાશે
અમેરિકાની ટેક્નોલોજીનો ઉપયોગ
ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પણ કહ્યું હતું કે અમેરિકા એવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે જેનો પહેલા ડ્રગ તસ્કરી રોકવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. જેથી માઇન પાથરવાનો પ્રયાસ કરનાર કોઈપણ જહાજને હંમેશા માટે નષ્ટ કરી શકાય. આ પહેલાં અમેરિકી સેનાના વરિષ્ઠ અધિકારી એ કહ્યું હતું કે જો સરકાર આદેશ આપે તો કમર્શિયલ જહાજોને સૈન્ય સુરક્ષા આપીને તેમને આ જળમાર્ગમાંથી સુરક્ષિત રીતે પસાર કરવામાં મદદ કરવા અંગે સેના વિચાર કરી રહી છે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ, અત્યાર સુધી અમેરિકી નૌસેનાએ અનેક શિપિંગ કંપનીઓની વિનંતી હોવા છતાં કોઈપણ જહાજને સૈન્ય દેખરેખ આપવાનું ઇન્કાર કર્યું છે.