Tue Jun 23 2026

Logo

અંબરનાથમાં ડ્રન્ક એન્ડ ડ્રાઇવિંગ બદલ સ્કૂલ બસના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ

2026-06-23 17:33:23
Author: Yogesh D. Patel
Article Image

93 સ્કૂલને આવરી લેતાં સ્પેશિયલ ઇન્સ્પેક્શનમાં 370 બસ ચકાસાઇ

થાણે: થાણે જિલ્લાના અંબરનાથમાં દારૂના નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ સ્કૂલ બસના ડ્રાઇવર વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. થાણે પોલીસ કમિશનરેટ હેઠળની 93 સ્કૂલને આવતી લેતા 20 જૂનની સવારના હાથ ધરાયેલા સ્પેશિયલ ઇન્સ્પેક્શન બાદ ડ્રાઇવર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસની ટીમો દ્વારા પીયુસી, ઇન્શ્યૂરન્સ, સીસીટીવી કેમેરા સહિતના સલામતી નિયમોનું પાલન ચકાસવા માટે 370 બસને ચકાસવામાં આવી હતી.

366 ડ્રાઇવરોની બ્રેથ એનલાઇઝર ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાંથી અંબરનાથની સ્કૂલ બસનો 26 વર્ષનો ડ્રાઇવર દારૂના નશામાં ડ્રાઇવિંગ કરતો મળી આવ્યો હતો. સ્કૂલના વિદ્યાર્થીઓની સુરક્ષા પર ભાર મૂકતાં ડેપ્યુટી પોલીસ કમિશનર (ટ્રાફિક) પંકજ શિરસાટે જણાવ્યું હતું કે સ્કૂલ વાહનોના ડ્રાઇવર દ્વારા દારૂના નશામાં ડ્રાઇવિંગ કરવું અત્યંત જોખમી બાબત છે. સ્કૂલોએ તેમના ડ્રાઇવરોનું દરરોજ અથવા અઠવાડિયામાં એક વાર બ્રેન એનલાઇઝરનો ઉપયોગ કરીને પરીક્ષણ કરવું જોઇએ. 

શિરસાટે એમ પણ કહ્યું હતું કે વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકનારા આવા ડ્રાઇવરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. પોલીસે વિદ્યાર્થીઓના વાલીઓને સતર્ક રહેવા અને કોઇ પણ ડ્રાઇવરની વર્તણૂક શંકાસ્પદ જણાય તો તેની તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે. (પીટીઆઇ)