Wed May 06 2026

Logo

ભૂત બંગલાઃ ટ્રેલર લૉંચ દરમિયાન રાજપાલને ન મળી ખુરશી, અક્ષયે ગંદી મજાક કરી લીધી

2026-04-07 21:17:30
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર જોરશોરથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં ફરી એકવાર અક્ષય કુમારની કોમેડી અને એક્શન જોવા મળશે. આ ફિલ્મમાં કોમેડીનો ડબલ ડોઝ જોવા મળશે. રાજપાલ યાદવ અને પરેશ રાવલની એક્ટિંગ સાથે સ્ક્રિપ્ટ, ડાયલોગ્સ તથા ઈશારામાં થતી નાટકબાજી ફરી જોવા મળશે. અક્ષય કુમારે ફિલ્મ પ્રમોશનની એક ઈવેન્ટ દરમિયાન રાજપાલની જાહેરમાં મજાક કરી લીધી હતી. 

વાતચીત વાયરલ થઈ ગઈ
આ ઈવેન્ટમાં થયેલી અક્ષય કુમાર અને રાજપાલ યાદવ વચ્ચેની વાતચીત ખૂબ વાયરલ થઈ રહી છે. આ દરમિયાન અક્ષય કુમાર જે રીતે વાતચીત કરે એ એની સામાન્ય સ્ટાઈલ છે પણ કેટલાક લોકોને આ અલગ લાગી રહ્યું છે. લોકો અક્ષયના આવા બિહેવીયરને સ્વીકારતા નથી, જોકે રાજપાલ એમની વાત પર હંસી કાઢતા મામલો વિવાદમાં આવતા અટકી ગયો હતો. આ ટ્રેલર લૉંચ ઈવેન્ટ હતી, જેમાં ફિલ્મની સમગ્ર ટીમ સ્ટેજ પર હતી. રાજપાલ યાદવ માટે કોઈ ખુરશી ન હતી એ માટે તેણે પોતાની ખુરશી ખેંચીને બેસવાનો પ્રયાસ કર્યો હતો. 

સ્ટેજ પરથી મજાક કરી
રાજપાલ સ્ટેજ સેટ થાય એ દરમિયાન અક્ષય કુમારે મજાકમાં કહ્યું હતું કે, હા, બૈઠ જા...નહીં તો ખામકા પેલ દૂંગા...આ બિહેવીયર પર રાજપાલ હસી પડ્યા. પણ યુઝર્સને અક્ષયનો આવો અંદાજ બિલકુલ પસંદ આવ્યો નથી. સોશિયલ મીડિયા પર યુઝર્સ અક્ષય પર ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. યુઝરે લખ્યું હતું કે, એક તો રાજપાલ માટે કોઈ બેસવાની વ્યવસ્થા ન હતી અને જ્યારે એ બેસી રહ્યો છે ત્યારે એની મજાક ઉડી. જે યોગ્ય નથી. આવા સમયે અન્ય એક યુઝરે લખ્યું કે, પરેશ રાવલ સિનિયર એક્ટર છે આવું કરતા તેમણે કેમ કોઈને ન રોક્યા. લોકો રાજપાલની પર્સનાલિટી, લાઈફસ્ટાઈલ, એક્ટિંગ અને ગૂડ લૂકિંગના વખાણ કરી રહ્યા છે. 

ટ્રેલર લોકોને પસંદ પડી રહ્યું છે
આ ફિલ્મ પહેલા 10 એપ્રિલના રોજ રીલિઝ થવાની હતી પણ પછી આ ડેટ 16 એપ્રિલ કરી દેવામાં આવી છે. આ વાતચીતને લઈને અક્ષય કુમાર અને રાજપાલે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. આ ફિલ્મમાં અક્ષય કુમાર, તબ્બુ, વામિકા ગબ્બી, પરેશ રાવલ લીડ રોલ પ્લે કરી રહ્યા છે. આ સિવાય પણ એક પાત્ર એવું છે જેના પર સસ્પેંસ છે. ફિલ્મનની થીમમાં હોરર અને કોમેડી છે પણ ફરી એ જ હવેલીને જોતા ભૂલભૂલૈયાની યાદ અપાવે છે, જોકે દમદાર ડાયલોગ્સને કારણે ફિલ્મનું ટ્રેલર લોકોને પસંદ પડી રહ્યું છે.