મુંબઈઃ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ એશ્વર્યા લક્ષ્મી એક ડાયમંડ જ્વેલરીના એક્ઝિબિશનમાં પહોંચી હતી. એક્ટ્રેસના આઉટફિટને લઈ સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ટીકાનો ભોગ બનેલી એક્ટ્રેસે ચાર મહિના બાદ એક વિવાદને લઈને મૌનવ્રત તોડ્યું હતું. ટ્રોલ કરનારા ટપોરીઓ પર એક્ટ્રેસે પહેલા ફોટોગ્રાફર્સ પર ટાર્ગેટ કર્યો હતો. એક્ટ્રેસે કહ્યું કે, ઈવેન્ટમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે, ફોટોગ્રાફર્સ મારા ચહેરા પર કોઈ ફોક્સ કરી રહ્યા ન હતા. એક અલગ એંગલથી મારી તસવીર લઈ રહ્યા હતા.
દમદાર સવાલ કર્યો
કોઈ પણ મહિલાની ક્લિવેજ શું ખરેખર દેશની સૌથી મોટી સમસ્યા છે? શું સંસ્કૃતિની વાતચીત માત્ર મહિલાની નેકલાઈન સુધી જ સિમીત છે? 'ગાર્ગી' અને 'પોન્નિયિન સેલ્વન' જેવી ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરીને માઈલસ્ટોન ઊભો કરનારી એક્ટ્રેસે જણાવ્યું હતું કે, ઈવેન્ટમાં ફોટોગ્રાફર્સને કારણે મને અસહજ લાગતુ હતું. ફોટોગ્રાફર્સ મારા ચહેરાને ફોકસ કરતા ન હતા પણ બીજા એંગલથી ફોટો ક્લિક કરતા હતા. જ્યારે તમે અસહજ મહેસુસ કરો છો ત્યારે તમારી બોડી લેંગ્વેજ બદલી જાય છે.
આવું નોટિસ કરનારા ઓછા હોય છે. મને એવું લાગે છે કે, મારી પર્સનલ બાઉન્ડ઼્રીનું ઉલ્લંઘન થયું છે. સાચું કહું તો મને આવી કોઈ વાતથી કોઈ ફેર પડતો નથી, હું આને કોઈ રીતે ગંભીરતાથી લેતી પણ નથી. હું આવી કોઈ ટીકા ટિપ્પણીઓ પર ધ્યાન આપતી નથી. તેમ છતાં સ્પષ્ટ કહું છું કે, મારી ચોખવટમાં મારી કોઈ બચાવલક્ષી દલીલ નથી. મેં 'કીહોલ' નેકલાઇન (ગળાના ભાગે કાપાવાળી ડિઝાઈન) વાળો ડ્રેસ પહેર્યો હતો. મારા મિત્રોને તે ખૂબ ગમ્યો. તેની ડિઝાઇનમાં ગળાના ભાગે એક એવો કીહોલ હતો જેનાથી છાતીનો થોડો ભાગ દેખાતો હતો. આ એ જ જગ્યા હતી જ્યાં એક્ઝેટ ક્લિવેજ આવે
એમનું ફોક્સ ક્યાંય બીજે હતું
આ પહેરતા પહેલાં મને ખ્યાલ ન હોતો કે તે કટ આટલો મોટો હશે અને ક્વિેજ ક્લિયર દેખાશે. પણ પહેર્યા પછી તે ખૂબ જ સરસ લાગતો હતો. સામાન્ય રીતે હું મારી સખીઓના ગ્રુપ સાથે હોઉં છું. આ ડ્રેસ સાથે હીરાના ઘરેણાં પહેરવાથી મને એક અનોખો લુક મળ્યો અને મારા મિત્રોએ પણ તેના વખાણ કર્યા. પણ ડ્રેસિંગને કારણે આવું થશે એવું વિચાર્યું ન હતું. આ કોઈ પૈસા મળવાપાત્ર કામ ન હતું. હું માત્ર એટલા માટે ગઈ હતી કારણ કે, તે બ્રાન્ડ સાથે મારા સારા સંબંધો હતા.
જોકે, મને એ ખ્યાલ નહોતો કે આ કાર્યક્રમ પેરિસને બદલે પઝાવનગડીમાં યોજાવાનો હતો. મને ત્યાં આટલા બધા કેમેરા હશે તેવી અપેક્ષા ન હતી. ક્યારેક, એક અભિનેત્રી તરીકે, વ્યક્તિ વાસ્તવિકતાથી દૂર થઈ જાય છે. તે ક્ષણે મને વાસ્તવિકતાનો સાચો અહેસાસ કરાવ્યો. જ્યારે મેં જોયું કે કેમેરા મારા ચહેરાને બદલે મારા શરીરના અંગો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા, ત્યારે મને અસહજતા અનુભવાઈ.