Sat Sep 05 2026

Logo

AI ઇમ્પેક્ટ સમિટમાં પીએમ મોદી સાથે જોવા મળેલા 29 વર્ષીય અરબોપતિ યુવક ચર્ચાનું કેન્દ્ર, જાણો વિગતે...

2026-02-20 17:47:42
Author: Chandrakant Kanoja
AI ઇમ્પેક્ટ સમિટમાં પીએમ મોદી સાથે જોવા મળેલા 29 વર્ષીય અરબોપતિ યુવક ચર્ચાનું કેન્દ્ર, જાણો વિગતે...

નવી દિલ્હી : નવી દિલ્હીમાં આયોજિત AI ઇમ્પેક્ટ સમિટ 2026 નો આજે ચોથો દિવસ છે. આ સમિટમાં વિશ્વના અનેક ટેક લીડરો નેતા આપી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી સાથે મેટાની એઆઈ સ્ટ્રેટજીના વડા એલેક્ઝાન્ડર વાંગ ચર્ચાનું કેન્દ્ર બન્યા  છે. એલેક્ઝાન્ડર વાંગ  AI ઉદ્યોગના સૌથી યુવાન અને સૌથી ઉચ્ચ પ્રોફાઇલ વ્યાવસાયિકોમાંના એક છે. તેમણે વર્ષ 2016 માં સ્કેલ AI ની સ્થાપના કરી છે. આ  કંપની છે જે AI ડેટા લેબલિંગ અને મોડેલ તાલીમ માટે માહિતી તૈયાર કરે છે.

મેટાએ તેના સૌથી મહત્વપૂર્ણ એઆઈ મિશનની જવાબદારી સોંપી

એલેક્ઝાન્ડર વાંગ સમિટમાં હાજરી આપનારા સૌથી યુવા ટેક લીડરમાંથી  એક છે. પીએમ નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર તેમની હાજરીએ ધ્યાન ખેંચ્યું છે.  એલેક્ઝાન્ડર વાંગ મેટાની એઆઈ રણનીતિનું નેતૃત્વ કરે છે અને 29 વર્ષના છે.  એલેક્ઝાન્ડર વાંગ ટોચની એઆઈ કંપની, સ્કેલ એઆઈના સ્થાપક છે,  તેમણે ખૂબ જ નાની ઉંમરે એઆઈ ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરતી કંપનીની સ્થાપના કરી.  તેમને મેટાએ તેના સૌથી મહત્વપૂર્ણ એઆઈ મિશનની જવાબદારી સોંપી છે. 

નાના અબજોપતિઓમાંના એક બન્યા

એલેક્ઝાન્ડર વાંગની કંપની સ્કેલ AI પાસે NVIDIA, એમેઝોન અને મેટા સહિત વિશ્વની સૌથી મોટી AI કંપની ગ્રાહકો છે. આ કાર્ય ઝડપથી તેમની કંપની યુનિકોર્ન બની ગઈ અને  ફોર્બ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ આશરે 3.2–3.6 બિલિયન ડોલર (આશરે ₹28,000–₹31,000 કરોડ) સુધી પહોંચી ગઈ. આનાથી વાંગ વિશ્વના સૌથી નાના અબજોપતિઓમાંના એક બન્યા છે. 

એલેક્ઝાન્ડર વાંગને નોકરી પર રાખવા માટે એક મોટું પગલું ભર્યું

મેટાએ એલેક્ઝાન્ડર વાંગને નોકરી પર રાખવા માટે એક મોટું પગલું ભર્યું.  વર્ષ 2025 માં મેટાએ સ્કેલ AI માં આશરે 14.3 બિલિયન ડોલર (આશરે ₹1,17,000 કરોડ)નું રોકાણ કર્યું અને કંપનીનો આશરે 49 ટકા હિસ્સો હસ્તગત કર્યો. વાંગને મેટા ખાતે સુપરઇન્ટેલિજન્સ લેબ્સ (MSL) ના વડા તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. 

સોદાના ભાગ રૂપે વાંગ મેટામાં જોડાયા

આ સોદો AI ઇતિહાસમાં સૌથી મોટા પ્રતિભા સંપાદનમાંનો એક માનવામાં આવતો હતો, અને માર્ક ઝુકરબર્ગે પોતે તેને મેટાની AI વ્યૂહરચનાને મજબૂત બનાવવા માટે એક મુખ્ય પગલું ગણાવ્યું હતું. આ સોદાના ભાગ રૂપે વાંગ મેટામાં જોડાયા, તેના AI વિભાગના વડા બન્યા છે. AI ઇમ્પેક્ટ સમિટ દરમિયાન પીએમ મોદી સાથેની તેમની મુલાકાત ફક્ત ઔપચારિક મુલાકાત નથી. ભારત હવે મેટા માટે માત્ર એક મોટું બજાર નથી. ભારત AI માટે આગામી મોટું કેન્દ્ર બની રહ્યું છે.