શાહબાઝ શરીફની કચેરી સહિત અન્ય પાકિસ્તાની ઠેકાણ પર કરાયો હુમલો
કાબૂલ/ઈસ્લામાબાદઃ દક્ષિણ એશિયામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનએ આમનેસામને આવી ગયા પછી જાહેરમાં યુદ્ધ છેડી દીધું છે. પાકિસ્તાનના ઘાતક હુમલા પછી હવે અફઘાનિસ્તાને ધોળે દિવસ પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદ પર હવાઈ હુમલો કર્યો છે. આજે સવારના અગિયાર વાગ્યાના સુમારે ઈસ્લામાબાદ પર અફઘાન એરફોર્સે એર સ્ટ્રાઈક કરી છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ હુમલો નેશનલ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ સાથે સંકળાયેલ એર ફોર્સે કર્યો હતો.
તાલિબાને પાકિસ્તાન સામે બદલો લીધો છે. તાલિબાની સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે દાવો કર્યો છે કે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના ફૈઝાબાદ સ્થિત કચેરીની આસપાસના વિસ્તાર સહિત પાકિસ્તાન અનેક ઠેકાણાને નિશાન બનાવ્યા છે. આ હુમલો આત્મઘાતી ડ્રોન મારફત કરવામાં આવ્યો છે, જે સંપૂર્ણપણે સફળ રહ્યું હોવાનું જણાવ્યું હતું.
મીડિયાના અહેવાલ અનુસાર અફઘાનિસ્તાનના એરફોર્સે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પર ફૈઝાબાદ શહરની નજીકના એક મિલિટરી કેમ્પ પરથી હુમલો કર્યો હતો, જ્યારે એની સાથે ખૈબર પખ્તુનખ્વાના નૌશેરામાં એક આર્મી બેરેક અને જમરુદના એક મિલિટરી સાઈટને નિશાન બનાવી હતી. ઉપરાંત, અફઘાનિસ્તાને એબોટાબાદમાં પણ હવાઈદળે હુમલો કર્યો હતો.
આ એરસ્ટ્રાઈક સવારના અગિયાર વાગ્યાના સુમારે ફૈઝાબાદ સ્થિત એક મિલિટરી કેમ્પ, નૌશેરા કેંટ, જમરુદ મિલિટરી કોલોની અને એબોટાબાદને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આ સંબંધમાં અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે ઓપરેશન ખાસ મિલિટરી બેઝ, કમાંડ સેન્ટર અને વ્યૂહાત્મક જગ્યાઓ પર હુમલો કર્યો હતો. ગઈકાલે રાતના કાબૂલ, કંધહાર અને પક્તિયા સ્થિત પાકિસ્તાને કરેલા હવાઈ હુમલાનો આ વળતો પ્રહાર હતો.
بسم الله الرحمن الرحیم
— Hamdullah Fitratحمدالله فطرت (@FitratHamd) February 27, 2026
وَإِنَّ جُندَنَا لَهُمُ الْغَالِبُونَ.
د ملي دفاع وزارت هوايي ځواکونو نن غرمه شاخوا یولس بجې د پاکستان په اسلام اباد کې فیض آباد ښار ته نیږدې نظامي کمپ، نوښار کې د پوځ کینټ، جمرود پوځي کالوني، او ایبټ آباد کې هوايي بریدونه وکړل.
دغه هوايي عملیات په… pic.twitter.com/aKbuH9bV1W
મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર ઓપેરશનમાં ખાસ મિલિટરી સાઈટ્સ, સેન્ટર અને ફેસિલિટીઝના સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલામાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, અફઘાનિસ્તાનના હુમલા અંગે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.
અહીં એ જણાવવાનું કે પાકિસ્તાને ગુરુવારે રાતના કાબૂલમાં તાલિબાનના અનેક લશ્કરી ઠેકાણા પર હુમલા કર્યા હતા, જેમાં અનેક તાલિબાની કમાન્ડર સહિત 130 લડાકુ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે તેના જવાબમાં અફઘાનિસ્તાનના હુમલામાં પંચાવનથી વધુ સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો હતો.