નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) અને રાઘવ ચઢ્ઢા વચ્ચે તિરાડ વધુને વધુ પહોળી થઇ રહી છે, એવી અટકળો છે કે રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાઈ શકે છે. એવામાં AAPના દિગ્ગજ નેતા સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો છે કે રાઘવ ચઢ્ઢાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની ટીકા કરતી બધી પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે.
સૌરભ ભારદ્વાજે X પર કરેલી પોસ્ટમાં રાઘવ ચઢ્ઢાએ ડિલીટ કરેલી પોસ્ટ્સના કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા કર્યા, સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે રાઘવ ચઢ્ઢાએ કેન્દ્ર સરકાર, ભાજપ અને વડાપ્રધાન મોદીની ટીકા કરતા તમામ કન્ટેન્ટ ડિલીટ કર્યું છે.
Raghav Chaddha has deleted all his earlier posts on X that were critical of Modi or BJP.
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) April 4, 2026
As suggested by some on X, I searched Raghav’s timeline for “BJP” or “Modi”
There are no critical posts there. This means he has deleted all his earlier posts too. The only 2 posts with… pic.twitter.com/R7a8fH1LT8
સૌરભ ભારદ્વાજે લખ્યું, "રાઘવ ચઢ્ઢાએ તેમની X ટાઇમલાઇન સંપૂર્ણપણે ક્લીન કરી દીધી છે, મોદી અને ભાજપની ટીકા કરતી તેમણે કરેલી તમામ જૂની પોસ્ટ ગાયબ થઈ ગઈ છે. મેં 'ભાજપ' અને 'મોદી' કીવર્ડ્સનો ઉપયોગ કરીને તેમનાં એકાઉન્ટની તપાસ કરી જોઈ. પરિણામ આશ્ચર્યજનક મળ્યું, પહેલા તેમણે કરેલી ટીકા સાથેની કોઈ પોસ્ટ હવે દેખાતી નથી."
સૌરભ ભારદ્વાજે દાવો કર્યો હતો કે ચઢ્ઢાની ટાઇમલાઇન પર 'મોદી' શબ્દનો ઉલ્લેખ કરતી ફક્ત બે પોસ્ટ જ બાકી રહી છે, અને બંનેમાં વડા પ્રધાનના વખાણ કરવામાં આવ્યા છે.
સૌરભ ભારદ્વાજે લખ્યું."આ કોઈ રૂટીન ક્લીનઅપ નથી, પરંતુ તેમની ડિજિટલ હિસ્ટરીને ભૂંસી નાખવાનું કામ છે. એક સમયે મોદી અને ભાજપના તીવ્ર ટીકાકાર રહેલા રાઘવ ચઢ્ઢાએ તેમની જૂની ઈમેજ ભૂંસી નાખવા ઈચ્છે છે અને એક નવી, પોલિશ્ડ છબી રજૂ કરી રહ્યા છે.”
થોડા દિવસો પહેલા AAPએ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી પદેથી દૂર કરીને તેમની જગ્યાએ અશોક મિત્તલને નિયુક્ત કર્યા હતાં. પાર્ટીના આ પગલાથી ચઢ્ઢા નારાજ થયા છે અને પાર્ટી પાસે સ્પષ્ટતા માંગી રહ્યા છે.