Mon Aug 17 2026

Logo

ટાટા ગ્રુપના શેરોમાં એકાએક કડાકા કેમ બોલાયા?

2026-08-12 12:56:16
Author: Nilesh Waghela
Article Image

Chat GPT Generated Image


મુંબઈ: ટાટા ગ્રુપના અને શેરબજારમાં લગડી ગણાતાં ટીસીએસ , ટાઈટન સહિત અમુક શેરોમાં સવારના સત્રમાં એકાએક કડાકા બોલાતા રોકાણકારો આશ્ચર્યમાં મુકાયા છે.
 
વાસ્તવમાં ટાટા જૂથમાં ટોચના સ્ટાર પર થયેલા ફેરફારની અસરોનું રોકાણકારો મૂલ્યાંકન કરી રહ્યા હોવાથી, નિફ્ટીમાં ટાટાના શેરોમાં વેચવાલીનું દબાણ વધી જતાં આ શેર ઇન્ડેક્સના ટોચના ઘટનારા શેરોમાં ગબડી પડ્યા હતા.

આજે વહેલી સવારે ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન દ્વારા રાજીનામું આપ્યા પછી, ટીસીએસ, ટાઇટન અને ટાટા ગ્રુપના અન્ય શેરો પર ભારે વેચાણ દબાણ જોવા મળ્યું. જોકે, તેઓ તેમનો કાર્યકાળ પૂર્ણ કરશે અને ફરીથી નિમણૂક માંગશે નહીં.

ઇક્વિટી બજારોમાં વ્યાપક નબળાઈ પણ વેચવાલીનું એક કારણ હતું, જેમાં ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર કરી રહ્યા છે. બજારના એકંદર નિરસ હવામાનની પણ સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર હોવાથી વેચવાલીનું દબાણ વધુ વધ્યું હોવાનું માર્કેટ એનાલિસ્ટે જણાવ્યુ હતુ.

ચંદ્રશેખરનના રાજીનામા પછી ભારતના ટોચના સોફ્ટવેર સર્વિસ નિકાસકાર ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ના શેરમાં લગભગ પાંચ ટકાનો ઘટાડો થયો હતો, જેમાં ટાટાના શેરો નિફ્ટીમાં ટોપ લુઝર બન્યા હતા. સવારે 11:05 વાગ્યે NSE પર શેર 4.55 ટકા ઘટીને રૂ. 2,336.90 પ્રતિ શેર ભાવ દર્શાવ્યો હતો.

ત્યારબાદ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો ભાવ 1.6 ટકા ઘટ્યો હતો, જ્યારે ટાઇટન કંપનીનો ભાવ 1.3 ટકા ઘટ્યો હતો. ટાટા સ્ટીલ અને ઇન્ડિયન હોટેલ્સ કંપનીના શેર અનુક્રમે ૧.૧૩ ટકા અને ૧.૦૪ ટકા ઘટ્યા હતા.

એ જ રીતે, ટાટા ટેક્નોલોજીસ, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ ૧ ટકા સુધી ઘટ્યા હતા. 

સમચાર સંસ્થા રોઇટર્સે અગાઉ અહેવાલ આપ્યો હતો કે ગ્રુપની ચેરિટી શાખા ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ આ પગલાનો વિરોધ કર્યા બાદ ટાટા સન્સે ફેબ્રુઆરીમાં ચંદ્રશેખરનને ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવાનો નિર્ણય મુલતવી રાખાવામાં આવ્યો હતો.