Wed Jul 08 2026

Logo

3-પિન પ્લગમાં એક પિન કેમ હોય છે સૌથી લાંબી અને જાડી? 99  ટકા લોકોને નથી ખબર આ પાછળનું સાચું કારણ...

2026-07-08 09:25:27
Author: Darshana Visaria
Article Image

આપણામાંથી મોટાભાગના લોકો લેપટોપ, મિક્સર કે પછી ઓવનને યુઝ કરવા ૩ પિન પ્લગમાં એક પિન અન્ય બે પિન કરતા લાંબી અને જાડી કેમ હોય છે? તે માત્ર ડિઝાઈન છે કે તેની પાછળ કોઈ ખાસ ટેકનિકલ કારણ છે? જો તમે પણ આ સવાલનો જવાબ નથી જાણતા તો આ સ્ટોરી છેલ્લે સુધી ચોક્કસથી વાંચજો...

આપણે સૌ ઘરમાં ઈલેક્ટ્રિક ઉપકરણો ચલાવવા માટે ૩-પિન પ્લગનો ઉપયોગ કરીએ છીએ. તમે ક્યારેય નોંધ્યું હશે કે તેમાંની એક પિન બાકીની બે પિન કરતા લાંબી અને જાડી હોય છે. ઘણા લોકો તેને માત્ર ડિઝાઈન કે લુકનો ભાગ માનતા હોય છે, પરંતુ આ પિનની પાછળ ખૂબ જ મહત્વનું 'ટેકનિકલ કારણ' છુપાયેલું છે.

સુરક્ષા છે મુખ્ય ઉદ્દેશ્ય:
આ પિનને 'અર્થિંગ પિન' (Earthing Pin) કહેવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ યુઝરની સુરક્ષા કરવાનો છે. જ્યારે તમે પ્લગને સોકેટમાં ભરાવો છો, ત્યારે સૌથી પહેલા આ લાંબી પિન સોકેટની અંદર જાય છે. આનાથી ઉપકરણમાં રહેલો વધારાનો કરંટ સુરક્ષિત રીતે જમીનમાં (Earth) જતો રહે છે.

'સેફ્ટી ફર્સ્ટ' કનેક્શન:
લાંબી હોવાને કારણે, જ્યારે તમે પ્લગને સોકેટમાંથી બહાર કાઢો છો, ત્યારે આ અર્થિંગ પિન છેલ્લે બહાર આવે છે. તેનો અર્થ એ કે વીજપ્રવાહ ચાલુ કે બંધ થાય તે પહેલાં જ ઉપકરણનું 'અર્થિંગ' સક્રિય થઈ જાય છે. જો કોઈ કારણસર ઉપકરણમાં શોર્ટ સર્કિટ થાય કે કરંટ લીક થતો હોય, તો આ પિન વીજળીને સીધી જમીનમાં મોકલી દે છે, જેથી તમને કરંટ લાગવાનું જોખમ રહેતું નથી.

પ્લગને ઉલટો ભરાતો અટકાવવો:
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી એટલે કે પ્લગમાં જોવા મળતી આ પિન એટલા માટે પણ જાડી રાખવામાં આવે છે કે જેથી તમે પ્લગને ખોટી રીતે સોકેટમાં ન ભરાવી શકો. તેની ખાસ રચના એ વાત સુનિશ્ચિત કરે છે કે લાઈવ અને ન્યુટ્રલ પિન હંમેશા યોગ્ય પોઈન્ટમાં જ જાય.

છે ને એકદમ ઈન્ટ્રેસ્ટિંગ અને કામની માહિતી? આ માહિતીસભર વીડિયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...