આપણામાંથી મોટાભાગના લોકોએ નોંધ્યું હશે તો જ્યારે પણ હાઈવે પરથી પસાર થતાં હોઈએ છીએ ત્યારે કારના મોટા મોટા શો-રૂમ જોવા મળે છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરું કે આખરે મોટાભાગના કાર શોરૂમ હંમેશા મેઈન રોડ કે હાઈવે પર જ કેમ જોવા મળે છે? આ માત્ર સંયોગ નથી, પણ એક અત્યંત ચતુરાઈભરી માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર કંપનીઓ જાહેરાતનો ખર્ચ ઘટાડવા અને ગ્રાહકોને આકર્ષવા માટે આ 'લોકેશન ગેમ' રમે છે. ચાલો જોઈએ શું છે આખી લોકેશન ગેમ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી...
કોઈપણ બિઝનેસમાં કંપનીનો મુખ્ય હેતુ ઓછા ખર્ચે વધુ ગ્રાહકો સુધી પહોંચવાનો હોય છે. કાર બ્રાન્ડ્સ આ માટે મોંઘા બિલબોર્ડ કે ટીવી એડ પાછળ ખર્ચ કરવાને બદલે પ્રાઈમ લોકેશન પર શોરૂમ બનાવવાનું વધુ પસંદ કરે છે.
ફ્રી માર્કેટિંગ અને વિઝિબિલિટી:
મેઈન રોડ પરથી રોજ હજારો લોકો પસાર થાય છે. વારંવાર એક જ શોરૂમ અને ચમકતી કાર જોવાથી લોકોના મનમાં બ્રાન્ડની છાપ ઊભી થાય છે. આ એક પ્રકારની 'પેસિવ માર્કેટિંગ' છે, જેમાં કંપનીએ અલગથી જાહેરાતનો ખર્ચ કરવો પડતો નથી.
હરીફાઈનો સીધો ફાયદો:
તમે જોયું હશે કે એક બ્રાન્ડના શોરૂમની બાજુમાં જ બીજી બ્રાન્ડનો શોરૂમ હોય છે. જો ગ્રાહક બ્રાન્ડ એની કાર જોવા જાય, તો બાજુમાં રહેલી બ્રાન્ડ બીને મફતમાં એક્સપોઝર મળી જાય છે. ગ્રાહક ઉત્સુકતાવશ બાજુના શોરૂમમાં પણ ડોકિયું કરે જ છે.
લોજિસ્ટિક્સમાં સરળતા:
કારને મોટા ટ્રેલર્સ અને લોડર્સ દ્વારા શોરૂમ સુધી પહોંચાડવામાં આવે છે. મેઈન રોડ પહોળો હોવાથી આ ટ્રકોને અનલોડિંગ કરવામાં સરળતા રહે છે અને ટ્રાફિકની સમસ્યા નડતી નથી.
ગ્રાહકોની માનસિકતા:
લોકો જ્યારે પણ કાર ખરીદવાનું વિચારે છે, ત્યારે તેમના મગજમાં સૌથી પહેલા એ જ શોરૂમ આવે છે જે તેમણે રોડ પર વારંવાર જોયો હોય. આ સ્ટ્રેટેજી ગ્રાહકોની જિજ્ઞાસાને ખરીદીમાં બદલી નાખે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો...