ક્રોશિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં એક મહિલાએ દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આમ તો ફૂટબોલની મેચ હોય ત્યારે અનેક એવી ક્યૂટી, પ્રીટિ, ગૂડ લુકિંગ, ફીગર અને ફીટનેસ આઈકોન સમાન ગર્લ્સના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ થાય છે. આ ગ્લેમરે લોકોને ગાંડા કર્યા છે એમ કહેવામાં પણ ખોટું નથી.ફૂટબોલની ટીમ જે પણ દેશની હોય એ દેશની એક એવી હોટ લેડીના ફોટો દૈનિક ધોરણે વાયરલ થઈ રહ્યા છે. એવામાં ક્રોશિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં એક હોટ અને બ્યૂટીફૂલ દેખાતી ગર્લ પર લોકો દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે અને દિલ વાળું ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે. પણ આ રિપોર્ટમાં જાણીએ કે આ ખરેખર કોણ છે અને તે શું કરે છે.
કોણ છે આ 'હોટ' ફેન?
આ હકીકતમાં ક્રોશિયાની ફૂટબોલ ટીમની ફેન છે, જેને ફિફા વર્લ્ડકપની સૌથી હોટ ફેન માનવામાં આવે છે. આ સેક્સી અને હોટ ગર્લનું નામ ઈવાના નોલ (Ivana knoll) છે.એ 33 વર્ષની છે અને જ્યારે તે સ્ટેડિમમાં આવી ત્યારે શોર્ટ અને બિકિની પહેરીને આવી હતી. કેમેરામેનની નજર એના પડતા તેણે ફોટો ક્લિક કર્યો હતો એની સામે ઈવાનાએ પણ મસ્ત મસ્ત પોઝ આપ્યા હતા. લાલ અને સફેદ ચેકર્ડ થીમ ડીપનેક બિકિનીમાં જોવા મળી હતી, આ તમામ તસવીર તેણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. હકીકત એવી છે કે, ક્રોશિયાની ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી. બન્ને ટીમ માટે આ પહેલો જ મેચ હતો. ઈંગ્લેન્ડે 4-2થી મેચ જીતી લીધી હતી.ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી કેને 2 ગોલ માર્યા હતા. વાત ઈવાનાની કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર એની ખૂબ મોટી ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 29 લાખ ફોલોઅર્સ છે.
શું કરે છે ઈવાના?
ઈવાના પણ પોતાના ફેન્સ માટે સમયાંતરે ફોટો અને વિડિયો પોસ્ટ કરે છે. બ્યૂટીના મામલે તે હોલિવૂડની એક્ટ્રેસને પણ ટક્કર મારે એમ છે. ફીગરના મામલે પણ તે બેસ્ટ છે અને ફીટનેસ પણ ગઝબની છે. વર્ષ 2022માં કતારમાં યોજાયેલી ફૂટબોલ ટુર્નામેન્ટમાં પણ ચર્ચામાં રહી હતી. ટુર્નામેન્ટની અનેક મેચમાં પોતાની સ્ટાઈલ, અદા અને પોઝને કારણે દુનિયાભરની નજરમાં આવી હતી. સ્માઈલથી દુનિયાના અનેક લોકો આકર્ષાયા હતા. હાલમાં તે સોશિયલ મીડિયા પર સ્ટાર બની છે.ઈવાના મૂળ તો ડીજેનું કામ કરે છે. આ સિવાય તે બાકીના સમયમાં મોડલિંગ કરે છે. ફિફા વર્લ્ડકપ ચાલું થતા તે ક્રોશિયાને સપોર્ટ કરવા માટે પહોંચી હતી. એવામાં કેમેરામેનની નજર એના પર પડતા એના ફોટો-વિડિયો ઈન્ટરનેટ સુધી પહોંચી ગયા હતા. હવે લોકો એના દરેક પોઝ પર દિલ ખોલીને કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક એનું સરનામું પણ પૂછી રહ્યા છે.