Mon Jun 08 2026

Logo

'વેલકમ ટૂ ધ જંગલ'માં અક્ષય કુમારનો ડબલ રોલ: જાણો ક્યારે રિલીઝ થશે ટ્રેલર અને ફિલ્મ

2026-06-07 21:13:15
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: કોઈ પણ પ્રકારની ફિલ્મમાં ફિટ બેસી જતા એક માત્ર એવા ફિટનેસ ફ્રીક અભિનેતા અક્ષય કુમારની નવી ફિલ્મ ફરી પડદા પર ધૂમ મચાવવા આવી રહી છે. તેમના ચાહકો પણ અક્ષય કુમારની ફિલ્મોની રાહ જોતા હોય છે. અક્ષય કુમારની ફિલ્મ 'વેલકમ ટૂ ધ જંગલ' ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ જૂની 'વેલકમ' ફિલ્મ જેટલી જ જોરદાર છે. નેટિઝન્સ પણ આ ફિલ્મ રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 11 જૂને આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે. 
 
અહેમદ ખન્ના દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મનું ટાઇટલ ટ્રેક અને ટીઝર રિલીઝ થઇ ચૂક્યું છે, જે લોકોને ખુબ પસંદ આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર પણ જલ્દી રીલીઝ થશે. બોક્સ ઓફિસ વર્લ્ડ વાઈડ પાસેથી મળતી વિગતો મુજબ, 'વેલકમ ટૂ ધ જંગલ' ફિલ્મનું ટ્રેલર 11 જૂને 2026ના આવી રહ્યું છે. જેમાં આખી સ્ટારકાસ્ટની કોમિક ટાઈમિંગ, મસ્તી અને ફિલ્મની વાર્તાની ઝલક જોવા મળશે. 

અક્ષયકુમાર ડબલ રોલમાં 

આ ફિલ્મના ટીઝર રિલીઝ સમયે તેનું કૅપ્શ્ન કંઈક આ રીતે લખવામાં આવ્યું હતું, 'વેલકમ ટૂ ધ જંગલ' , યે જંગલ તો સેફ હે, પર યે લોગ, બિલકુલ નહીં.  આ ફિલ્મમાં અક્ષય કુમાર ડબલ રોલમાં જોવા મળશે. ટીઝર પરથી લોકો ફિલ્મ મજેદાર હશે એવું અનુમાન કરી રહ્યા છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં શૂટિંગ દરમિયાન કોઈને કોઈ મસ્તી ચાલતી રહેતી હતી. આ ફિલ્મમાં કોમેડિયન દિગ્ગજો સામેલ છે. આ ફિલ્મ 26 જૂને સિનેમાઘરોમાં જોવા મળશે. 

વેલકમ ફ્રેન્ચાઇઝીની ચર્ચા 

આ ફિલ્મના ત્રણ ગીતો રિલીઝ થઇ ચુક્યા છે. જેમાંથી એક ગીતમાં ભોજપુરી તડકો જોવા મળ્યો છે. એ ગીતનું નામ 'ધીસ ધીસ ધીસ' છે. આ ગીતમાં અક્ષય કુમાર સાથે ભોજપુરી અભિનેત્રી અક્ષર સિંહ જોવા મળી છે.આ ફિલ્મ સાથે લોકોની આશા જોડાયેલી છે. કારણકે વેલકમ ફ્રેન્ચાઈઝીની અગાઉની બન્ને ફિલ્મોને દર્શકો તરફથી ભરપૂર પ્રતિસાદ મળ્યો હતો.

આ ફિલ્મનો પહેલો ભાગ 2007માં અને બીજો 2015માં સિનેમાઘરોમાં આવી હતી. હવે જોવાનું રહ્યું કે શું અગાઉની 'વેલકમ' ફિલ્મોની જેમ આ ફિલ્મ લોકોની આશાઓ પર ખરી ઉતરશે કે નહીં, તે જોવાનું રહેશે.