Mon Oct 05 2026

Logo

વોરેન બફેટે બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, પુત્ર હોવર્ડ બફેટને સોંપી જવાબદારી

Washington dc   2026-09-18 17:30:56
Author: Chandrakant Kanoja
વોરેન બફેટે બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું, પુત્ર હોવર્ડ બફેટને સોંપી જવાબદારી

AP Foto/Nati Harnik


અમેરિકાના દિગ્ગજ રોકાણકાર અને ઉદ્યોગપતિ વોરેન બફેટે બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. તેમજ તે  કંપનીના માનદ ચેરમેન તરીકે સેવા આપશે. જોકે, તે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં રહેશે. તેમણે પુત્ર હોવર્ડ બફેટની નવા ચેરમેન તરીકે નિમણૂક કરી છે.

હોવર્ડ બફેટ બર્કશાયર હેથવેના નવા ચેરમેન 

આ અંગે મળતી માહિતી મુજબ બર્કશાયર હેથવે કંપની દ્વારા લાંબા સમયથી ઉત્તરાધિકારીનો શોધ કરી રહી હતી.તેમજ વોરેન બફેટના  પુત્ર હોવર્ડ બફેટને બર્કશાયર હેથવેના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હોવર્ડ 1993થી કંપનીના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. 

આ દરમિયાન, ગ્રેગ એબેલ બર્કશાયર હેથવેના સીઈઓ તરીકે ચાલુ રહેશે અને સુઝાન લિન ડેકર 'લીડ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર' તરીકેની તેમની ભૂમિકા જાળવી રાખશે.

હોવર્ડ બફેટ આ મૂલ્યોની દેખરેખ રાખશે

બર્કશાયર હેથવેના બોર્ડ વતી ગ્રેગ એબલે જણાવ્યું હતું કે અમેરિકન વેપાર જગતના ઇતિહાસમાં કંપની અને તેના શેરધારકો પર વોરેન બફેટનો પ્રભાવ અજોડ રહ્યો છે. તેમણે કહ્યું કે બફેટે કંપનીમાં જે સંસ્કૃતિ અને મૂલ્યોનું સિંચન કર્યું છે, તે બર્કશાયર હેથવેના હાર્દ સમાન બની રહેશે. હોવર્ડ બફેટ આ મૂલ્યોની દેખરેખ રાખશે.

સંયુક્ત રાષ્ટ્રના 'ગુડવિલ એમ્બેસેડર' તરીકે કામ કર્યું  

નવા ચેરમેન, હોવર્ડ બફેટ વર્ષ 1999થી 'હોવર્ડ બફેટ ફાઉન્ડેશન'ના અધ્યક્ષ અને વડા તરીકે સેવા આપી છે. આ સંસ્થા ખાદ્ય સુરક્ષા અને સંઘર્ષ નિવારણ જેવા મુદ્દાઓ પર વૈશ્વિક સ્તરે કાર્ય કરે છે. તેમણે અનેક જાહેર અને ખાનગી કંપનીઓના બોર્ડમાં પણ સેવાઓ આપી છે. આ ઉપરાંત, લગભગ એક દાયકા સુધી તેમણે 'વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ' હેઠળ ભૂખમરા સામેની લડાઈમાં સંયુક્ત રાષ્ટ્રના 'ગુડવિલ એમ્બેસેડર' તરીકે કામ કર્યું હતું.

વોરેન બફેટ બોર્ડમાં યથાવત રહેશે

આ ફેરફાર બાદ પણ વોરેન બફેટે 'બર્કશાયર હેથવે' સાથેના સંબંધો સંપૂર્ણપણે તોડી નાખ્યા નથી. તેઓ બોર્ડમાં યથાવત રહેશે અને કંપનીને સલાહ-સૂચન આપવાનું ચાલુ રાખશે. આ ફેરફાર કંપનીની અગાઉથી નિર્ધારિત નેતૃત્વ ઉત્તરાધિકાર યોજનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.