નવી દિલ્હીઃ ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે 2022ના લિલામ હેઠળ ફાળવવામાં આવેલા સ્પેક્ટ્રમ સંદર્ભમાં લઘુતમ રોલઆઉટની જવાબદારીઓમાં કથિત ડિફોલ્ટને ધ્યાનમાં લેતા વોડાફોનઆઈડિઆને રૂ. 26.83 કરોડ રૂપિયાના લિક્વિડેટેડ નુકસાનની ચુકવણી માટે નોટિસ પાઠવી હોવાનું ટેલિકોમ કંપનીએ જણાવ્યું હતું. ગત 31મી જુલાઈનાં રોજ શુક્રવારે મળેલી આ નોટિસની કંપની સમીક્ષા કરી રહી છે અને આગામી પગલાંની આકારણી કરી રહી હોવાનું કંપનીએ જણાવ્યું હતું.
ટેલિકોમ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ વિગતો અંગો વોડાફોન આઈડિઆ લિ. (વીઆઈએલ)એ રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે આ 2022માં હાથ ધરવામાં આવેલા સ્પેક્ટ્રમ લિલામ હેઠળ ફાળવવામાં આવેલા સ્પેક્ટ્રમના સંદર્ભમાં લઘુતમ રોલઆઉટ જવાબદારીઓનાં પાલનમાં કથિત ક્ષતિ માટે રૂ. 26.83 કરોડનાં લિક્વિડેટેડ નુકસાનની ચુકવણીની માગ કરવામાં આવી છે.
ઉલ્લંઘનની આ નોટિસ ઈન્વાઈટિંગ એપ્લિકેશન 2022 (બિડનાં દસ્તાવેજ) હેઠળ ઉલ્લેખિત કરવામાં આવેલી નેટવર્ક રોલઆઉટ જવાબદારીઓ સંબંધિત છે. જે સ્પેક્ટ્રમ સોંપાયા બાદ તેનું પાલન કરવું જરૂરી હોય છે.
જોકે, વોડાફોન આઈડિઆએ કહ્યું હતું કે તેની કંપનીની કામગીરી પર નાણાકીય સહિત અન્ય કોઈ અસર નહીં થાય તેમ છતાં કંપની નોટિસની સમીક્ષા કરી રહી છે અને આ સંદર્ભના આગળના પગલાંની પણ આકારણી કરી રહી હોવાનું ફાઈલિંગમાં ઉમેર્યું હતું.
Vodafone Idea