સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર, પાવરફૂલ અને ક્યુટ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ આજે ફાઈનલી સાત ફેરા લેવા જઈ રહ્યું છે. જોકે, આ બધા વચ્ચે ગઈકાલે કપલની હલ્દી સેરેમનીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટો જોતાં એવું લાગી રહ્યું છે કે જાણે હલ્દી સેરેમની નહીં પણ હોલી પાર્ટી હોય જાણે.
પોપ્યુલર એક્ટર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ આજે સવારે રાજસ્થાનના ઉદયપુર ખાતે એક પ્રાઈવેટ વેડિંગ સેરેમનીમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયું છે. મળી રહેલી માહિતી અનુસાર વિજય અને રશ્મિકાના લગ્ન ખૂબ જ ખાસ રીતે યોજાયા હતા. 26મી ફેબ્રુઆરીના રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ સવારે તેલુગુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કરી લીધા છે અને સાંજે કપલ આ નવદંપતી કન્નડ પરંપરા મુજબ ફરી એકવાર લગ્નગ્રંથિથી જોડાશે.
જોકે, વિજય અને રશ્મિકાએ હજુ સુધી પોતાના લગ્નના ઓફિશિયલ ફોટો શેર કર્યા નથી. પરંતુ મહેમાનો દ્વારા શેર કરવામાં આવેલી ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. વિજય અને રશ્મિકાના લગ્નમાં એક્ટ્રેસ આશિકા રંગનાથે ખાસ મહેમાન તરીકે હાજર રહી હતી અને તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર હલ્દી સેરેમનીના ફોટો શેર કર્યા છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ફોટોમાં આશિકા પોતે હલ્દી અને રંગોમાં રંગાયેલી જોવા મળે છે. ફોટો સાથે કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, શું હોળીની અસર વહેલી શરૂ થઈ ગઈ? આ ફોટો જોતાં સ્પષ્ટ થાય છે કે 25મી ફેબ્રુઆરીએ યોજાયેલી હલ્દી સેરેમનીમાં ફૂલો અને હલ્દીની સાથે રંગોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વાત કરીએ વિજય અને રશ્મિકાની પહેલી મુલાકાતની તો 2018માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'ગીતા ગોવિંદમ'ના સેટ પર થઈ હતી. આ ફિલ્મ દરમિયાન જ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ તેમણે 'ડિયર કોમરેડ' જેવી ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું હતું અને લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ હવે આ કપલે ફાઈનલી પોતાની રિલેશનશિપને ઓફિશિયલી લગ્નનું નામ આપ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ઉદયપુર ખાતે યોજાઈ રહેલાં રશ્મિકા મંદાના અને વિજયના લગ્નમાં માત્ર 100 જેટલા નજીકના મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે, જેના કારણે આ સમારોહ ખૂબ જ અંગત અને યાદગાર રહ્યો છે. આ સિવાય કપલ ચોથી ફેબ્રુઆરીના રોજ હૈદરાબાદ ખાતે ગ્રાન્ડ રિસેપ્શન આપશે, એવી માહિતી પાણ સામે આવી રહી છે.