જ્યોતિષ શાસ્ત્રમાં ભૌતિક સુખ-સુવિધાઓ, ઐશ્વર્ય, પ્રેમ અને સૌંદર્યના કારક ગણાતા શુક્ર દેવ આગામી ત્રીજી ઓક્ટોબર, 2026ના રોજ વક્રી (Shukra Vakri) થવા જઈ રહ્યા છે. શુક્ર દેવ લગભગ 42 દિવસ સુધી એટલે કે ચૌદમી નવેમ્બર, 2026 સુધી વક્રી અવસ્થામાં રહીને ઉલ્ટી ચાલ ચાલશે.
સામાન્ય રીતે કોઈપણ ગ્રહની વક્રી ચાલ અનિશ્ચિતતા લાવે છે, પરંતુ જ્યોતિષીય ગણતરી મુજબ શુક્રનું આ વક્રી ગોચર ત્રણ ચોક્કસ રાશિઓ માટે વરદાન સમાન સાબિત થવાનું છે. આ સમયગાળા દરમિયાન રચાતા શુભ યોગો અને 'માલવ્ય રાજયોગ'ના પ્રભાવથી આ જાતકોની આર્થિક સ્થિતિમાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
મિથુન:
મિથુન રાશિના જાતકો માટે શુક્રની ઉલ્ટી ચાલ આર્થિક રીતે અત્યંત ફળદાયી રહેશે. આ ગોચર દરમિયાન મંગળ બીજા ભાવમાં બિરાજમાન રહેશે, જેનાથી શુક્ર અને રાહુ વચ્ચે વિશેષ ત્રિકોણ યોગ રચાશે. ખાસ કરીને ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા અને કન્ટેન્ટ ક્રિએશન સાથે જોડાયેલા લોકોને મોટી કમાણીની ઉત્તમ તકો પ્રાપ્ત થશે. શેરબજાર કે ટ્રેડિંગ સાથે સંકળાયેલા લોકોને અણધાર્યો મોટો આર્થિક ફાયદો થઈ શકે છે.
મેષ:
મેષ રાશિના જાતકોની કુંડળીના સાતમા ભાવમાં શુક્ર વક્રી થશે. જ્યોતિષમાં સાતમો ભાવ ભાગીદારી (પાર્ટનરશિપ) અને દાંપત્ય સંબંધોનો માનવામાં આવે છે. પરિણામે તમારા અંગત સંબંધોમાં રહેલા મતભેદો દૂર થશે અને પરસ્પર પ્રેમ વધશે. વેપારીઓ માટે આ સમયગાળો ઉત્તમ સાબિત થશે; નવા આઇડિયાઝ અને નવી ભાગીદારીથી બિઝનેસનું ઝડપી વિસ્તરણ થશે અને નફામાં મોટો ઉછાળો આવશે.
કર્ક:
કર્ક રાશિના જાતકો માટે શુક્ર ચોથા ભાવમાં વક્રી રહેશે, જ્યાં અત્યંત શક્તિશાળી 'માલવ્ય રાજયોગ' નું નિર્માણ થશે. આ ઉપરાંત લગ્ન ભાવમાં ઉચ્ચ રાશિનો ગુરુ બિરાજમાન હોવાથી અદ્ભુત શુભ સંયોગ સર્જાશે. આ ગ્રહદશા તમને માનસિક તણાવમાંથી મુક્તિ અપાવી શાંતિ પ્રદાન કરશે. સમાજમાં તમારી લોકપ્રિયતા અને માન-સન્માન વધશે. જમીન, મકાન કે નવી પ્રોપર્ટી ખરીદવાની યોજના સફળ થઈ શકે છે.