Wed Sep 02 2026

Logo

અમેરિકા-ઈરાન યુદ્ધ પૂરું કરવાના મૂડમાં? જાણો લેટેસ્ટ અપડેટ

Washington DC   2026-03-17 13:45:00
Author: Mayur Patel
અમેરિકા-ઈરાન યુદ્ધ પૂરું કરવાના મૂડમાં? જાણો લેટેસ્ટ અપડેટ

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધનું ત્રીજું સપ્તાહ છે. આ દરમિયાન પ્રથમ વખત વ્હાઈટ હાઉસના વિશેષ દૂત અને ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી વચ્ચે વાત થઈ હોવાનો સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. 

સૂત્રો મુજબ, અમેરિકન દૂત સ્ટીવ વિટફૉક અને અબ્બાસ અરાઘચી વચ્ચે કઈ બાબતે ચર્ચા થઈ તે જાણી શકાયું નથી પરંતુ યુદ્ધ બાદ પ્રથમ વખત ઉચ્ચ સ્તરીય વાતચીત છે. 

આ ઉપરાંત કેટલાક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઈરાનના વિદેશ પ્રધાને યુદ્ધ ખતમ કરવા માટે સ્ટીવ વિટકૉફને ટેક્સ્ટ મેસેજ કર્યા હતા. જોકે અન્ય રિપોર્ટ પ્રમાણે મેસેજ સ્ટીવ વિટકૉફે અરાઘચીને મોકલ્યા હતા. પરંતુ ઈરાનના વિદેશ પ્રધાને આ મેસેજને નજરઅંદાજ કર્યા હતા.
 

આ દરમિયાન ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું કે, સ્ટીવ વિટકૉફ સાથે તેમની કોઈ વાતચીત થઈ નથી. ગત વર્ષે જયારે ઈરાન પર હુમલો થયો હતો ત્યારે સ્ટીવ સાથે વાત થઈ હતી. 

ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે, ઈરાનના અધિકારી અમેરિકાના અધિકારીઓ સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ અમારી સાથે ડીલ કરવા માંગે છે. તે અમારા લોકો સાથે વાત કરી રહ્યા છે. કેટલાક લોકો વાત કરવા માંગે છે પરંતુ અમે જાણતા નથી કે તેઓ કોણ છે. ટ્રમ્પે કહ્યું હતું કે, જો ઈરાન વાત કરવા માગે છે તો અમે વાત કરવાના વિરોધી નથી. વાત કરવાથી કેટલીક વખત બગડેલી સ્થિતિ સુધરી પણ જાય છે.