Fri May 01 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહે, તો પણ ટ્રમ્પની સમાધાન માટે તૈયાર! સંઘર્ષના અંતની આશા

Washington DC   2026-03-31 12:52:00
Author: Savan Zalariya
Article Image

વોશિંગ્ટન ડી સી: એક તરફ અહેવાલો છે કે યુએસ ઈરાન પર ભૂમિ આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સંઘર્ષ સમાપ્ત કરવાની પણ તૈયારી બતાવી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે તેઓ ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફ સાથે સંઘર્ષનો અંત લાવવા માટે વાટાઘાટો કરી રહ્યા છે.

યુએસના એક પ્રમુખ અખબાર સાથેના ઈન્ટરવ્યું દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે મોહમ્મદ બાઘર ગાલિબાફ સાથે વાતચીત ચાલી રહી છે, એક અઠવાડિયામાં જાણ થઇ જશે કે તેઓ યુએસ સાથે કામ કરવા તૈયાર છે કે નહીં. 

ટ્રમ્પે પત્રાકારને જણાવ્યું કે,"જોઈએ શું થાય છે, હું તમને લગભગ એક અઠવાડિયામાં જણાવીશ." 
 

ટ્રમ્પ સમાધાન માટે તૈયાર:
યુએસના અન્ય એક અખબારના અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ટ્રમ્પ તેમન સહાયકોને કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહે, તો પણ તેઓ ઈરાન સામે લશ્કરી કાર્યવાહીને સમાપ્ત કરવા તૈયાર છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું કે યુએસ યુરોપ અને ગલ્ફમના સાથી દેશો પર હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાના પ્રયાસો કરવા માટે દબાણ કરી શકે છે.

ટ્રમ્પની ધમકી અને ઈરાનનો જવાબ:

નોંધનીય છે કે ગાલિબાફ ટ્રમ્પ અને યુએસના સખત ટીકાકાર છે, તેમણે ટ્રમ્પના દવાને ફગાવી દીધો છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ ટ્રમ્પના આ દવાને ફગાવી દીધો છે.

અગાઉ ટ્રમ્પે એવી પણ ધમકી આપી કે સંઘર્ષનો અંત લાવવાનો સોદો ટૂંક સમયમાં નહીં કરવામાં આવે તો ઈરાનના ઉર્જા સંસાધનો અને ડિસેલિનેશન પ્લાન્ટ સહિત અન્ય મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓનો નાશ કરવામાં આવશે.

ટ્રમ્પની ધમકીને જવાબ આપતા ગાલિબાફે X પર પોસ્ટ કરીને લખ્યું, “આ મોટી ભૂલ હશે. જો તેઓ એક હુમલો કરશે, તો તેમને ઘણા હુમલા સહન કરવા પડશે. સર્વોચ્ચ વડાના નેતૃત્વ હેઠળ, દુશ્મનને આક્રમણનો કરવાનો પસ્તાવો થશે અને ઈરાનના લોકો તેમના અધિકારો પાછા મેળવશે."