Wed Jul 29 2026

Logo

આજનું રાશિફળ (19-02-26): આજે પાંચ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-02-19 00:01:00
Author: Darshana Visaria
Article Image

મેષ: 
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતામાં વધારો થશે અને પરોપકારના કાર્યોમાં તમારો રસ વધશે. કાર્યક્ષેત્રમાં ઉતાવળમાં કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા વિચારી લેજો. સંતાનો સાથે થોડો સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે. વિરોધીઓ સક્રિય થઈ શકે છે, પરંતુ તમારી ચતુરાઈથી તમે તેમને માત આપી શકશો. સંતાનના કરિયરને લઈને આજે તમે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો. આજે કોઈને કોઈ પણ વચન આપતા પહેલાં ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ. 

વૃષભઃ
આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ ઉત્તમ સાબિત થશે. લાંબા સમયથી અટકેલા નાણાકીય વ્યવહારો પૂરા થવાથી રાહત મળશે. કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે, જેનાથી પ્રમોશનના યોગ બની શકે છે. સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવી, ખાસ કરીને ખાનપાનમાં સંયમ રાખવો. પરિવારમાં કોઈ વૃદ્ધની સલાહ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. રાજકારણમાં આગળ વધી રહેલાં જાતકો માટે આજનો દિવસ કોઈ સારા સમાચાર લઈને આવી રહ્યો છે.

મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યો છે. આજે ભાગ્ય તમને પૂરો સાથ આપશે. લાંબા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં સુધારો જોવા મળશે. વેપારમાં નવી ટેકનોલોજી કે નવી પદ્ધતિ અપનાવવાથી ફાયદો થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને તમે જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. જીવનસાથી સાથે આજે કોઈ જગ્યાએ તમે ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. 

કર્કઃ
કર્ક રાશિના જાતકોએ આજે પોતાની આસપાસની પરિસ્થિતિને અનુરૂપ વર્તન રાખવું પડશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે કોઈ નવી અને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. આજે તમારે તમારા ગુસ્સા અને વાણી પર કાબૂ રાખવો પડશે. કોઈની સાથે વગર કારણે દલીલબાજી કરવાથી તમારા માન-સન્માનને નુકસાન પહોંચી શકે છે. નાણાકીય બાબતોમાં જોખમ લેવાનું ટાળજો. કામના ભારણને કારણે માનસિક થાક અનુભવી શકો છો. જોકે, સાંજ સુધીમાં કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન થશે.

સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ પરિણામો લઈને આવી રહ્યો છે. પરિણીત લોકોના દામ્પત્ય જીવન માટે આજનો દિવસ સુખદ રહેશે. જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે અને પરસ્પર વિશ્વાસ વધશે. ભાગીદારીના વ્યવસાયમાં પારદર્શિતા રાખવી જરૂરી છે. જો તમે નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો દિવસ અનુકૂળ છે. અચાનક મુસાફરીના યોગ બની શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. આજે લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે તમારી મુલાકાત થશે અને તમે જૂની યાદો વાગોળવામાં સમય પસાર કરશો. 

કન્યાઃ
આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળવાના યોગ છે. જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે, જેનાથી પ્રોજેક્ટ સમયસર પૂરા થશે. ખર્ચ પર થોડો કાબૂ રાખવો જરૂરી છે, નહીંતર બજેટ ખોરવાઈ શકે છે. ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. આજે વાહન ચલાવતી વખતે તમારે ખાસ સાવધાની રાખવી પડશે, નહીં તો અકસ્માત થવાની શક્યતા છે. વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓની ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે. 

તુલાઃ
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યના દ્વાર ખોલનારો રહેશે. વિદ્યાર્થીઓ અને કલાકારો માટે આજનો દિવસ ખૂબ જ પ્રગતિશીલ રહેશે. નવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં તમને સફળતા મળશે. સંતાનોના શિક્ષણ કે કરિયરને લઈને ચાલી રહેલી ચિંતાઓ દૂર થશે. શેરબજાર કે લોટરીમાં રોકાણ કરતા પહેલા કોઈ નિષ્ણાતની સલાહ લેવી. પરિવારમાં ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં વધુ ગાઢતા આવશે. સંતાન આજે તમારી પાસે કોઈ વસ્તુની માગણી કરી શકે છે, અને તમે એ માગણી ચોક્કસ પૂરી પણ કરશો. જીવનસાથી સાથે શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો. 

વૃશ્ચિકઃ
આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજે તમારે તમારા પારિવારિક જીવન પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ઘરમાં સુખ-સુવિધાઓના સાધનો પાછળ ખર્ચ થઈ શકે છે. જમીન કે મકાનને લગતા મામલાઓમાં થોડી અડચણ આવી શકે છે, પરંતુ ધીરજ રાખવી. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કામના સ્થળે કામ ચોરી કરવાથી બચવું, નહીંતર અધિકારીઓની નારાજગી વહોરવી પડી શકે છે. ઘર-પરિવારમાં આજે કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન વગેરે થઈ શકે છે, અને એને કારણે ઘરમાં મહેમાનોની ખાસી એવી અવરજવર જોવા મળી શકે છે. 

ધનઃ
આજે તમારી હિંમત અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે અને તમે લીધેલા નિર્ણયોની લોકો પ્રશંસા કરશે. ટૂંકી મુસાફરીના યોગ છે જે વ્યાવસાયિક રીતે લાભદાયી રહેશે. સરકારી અટકેલા કામો પૂરા થવાની સંભાવના છે. તમારા ઉત્સાહને કારણે તમે આસપાસના લોકોને પણ પ્રેરિત કરી શકશો. બિઝનેસ કરી રહેલાં લોકોને આજે કામના સિલસિલામાં કોઈ જગ્યાએ મુસાફરી કરવી પડશે. નોકરી કરી રહેલાં જાતકોને આજે કામના સ્થળે સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. 

મકરઃ
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ વાણી અને વિચારોમાં પારદર્શકતા રાખવાનો રહેશે. આજે તમારી વાણીમાં સૌમ્યતા રાખવી, જેનાથી તમે અશક્ય કામો પણ કરાવી શકશો. પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન થઈ શકે છે. બેંકિંગ કે નાણાકીય ક્ષેત્રે જોડાયેલા લોકોને મોટો ફાયદો થઈ શકે છે. કોઈ જૂના મિત્રની મુલાકાતથી જૂની યાદો તાજી થશે. આંખ કે દાંતની કોઈ સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી. સંતાન તરફથી આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. 

કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવાનો રહેશે. આજનો દિવસ તમારા માટે ઉર્જાવાન રહેશે. તમે શારીરિક અને માનસિક રીતે ફિટ અનુભવશો. સમાજમાં તમારી છબી સુધરશે અને લોકો તમારી સલાહ લેવા આવશે. વેપારમાં વૃદ્ધિ થશે અને આવક વધશે. જીવનસાથી સાથે ચાલી રહેલા જૂના વિવાદો ઉકેલાઈ જશે. રચનાત્મક ક્ષેત્રે જોડાયેલા લોકોને કોઈ મોટી તક મળી શકે છે. આજે માનસિક તાણથી તમારે દૂર રહેવાનો પ્રયાસ કરવો પડશે, આ માટે મેડિટેશન, પ્રાણાયમ વગેરેની મદદ લેવી પડશે. 

મીનઃ
આજે બિનજરૂરી દોડધામ અને ખર્ચમાં વધારો થઈ શકે છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે કોઈ સારા સમાચાર મળી શકે છે. વધુ પડતા કામના બોજને કારણે તમે પરિવારને ઓછો સમય આપી શકશો. રાત્રે સૂતી વખતે માનસિક શાંતિ માટે થોડો સમય ઈશ્વર ભક્તિમાં પસાર કરવો. કોઈ અજાણ્યા વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ ન મૂકવો. આજે તમે પરિવારના સદસ્યો સાથે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. સંતાનને કોઈ જવાબદારી સોંપશો તો તે સફળતાથી એ જવાબદારીને પૂરી કરશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો.