મેષ: મહાશિવરાત્રીનો આ દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. ભોળાનાથની કૃપાથી મુશ્કેલીઓ દૂર થશે અને સકારાત્મક વિચારધારાથી તમે પ્રગતિ કરશો. ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થઈને તમારી પ્રશંસા કરશે.
વૃષભ: શિવજીના આશીર્વાદથી આજનો દિવસ ખૂબ જ લાભદાયક રહેશે. તમારી યોગ્યતા પર વિશ્વાસ રાખવાથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. આર્થિક બાબતોમાં લીધેલા નિર્ણયો લાંબા ગાળે ફાયદો કરાવશે. પરિવારમાં પરસ્પર સંવાદથી જૂની સમસ્યાઓનો ઉકેલ આવશે. મનમાં નકારાત્મકતાને સ્થાન ન આપવું, ધીરજથી કામ લેવું.
મિથુન: આજનો દિવસ નવી ઉમંગ લઈને આવશે. મહિલાઓ પોતાના માન-સન્માન બાબતે વિશેષ જાગૃત રહેશે. તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે, જેનાથી મન પ્રસન્ન રહેશે. બચત કરવાની આદત ભવિષ્યમાં આર્થિક સુરક્ષા આપશે. દાંપત્ય જીવનમાં મધુરતા જળવાઈ રહેશે અને મોટા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી શકે છે.
કર્ક: મહાશિવરાત્રીની પૂજા અર્ચના કરવાથી તમારો દિવસ તેજસ્વી બનશે. વેપારમાં સમયાનુસાર કરેલા ફેરફારો મોટો નફો અપાવશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમે ઉર્જાથી ભરપૂર રહેશો. જો તમે સરકારી લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહ્યા છે. ભાગ્ય તમારા પક્ષમાં નિર્ણય લેશે. સાંજનો સમય પરિવાર સાથે મનોરંજન અને ધાર્મિક કાર્યમાં પસાર થશે, જે યાદગાર બની રહેશે.
સિંહ: આજે પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે મુલાકાત થશે જે તમારા કરિયર માટે હિતાવહ રહેશે. વ્યવસાય વિસ્તરણની યોજના આજે અમલ મુકવાથી ફાયદો થઈ શકે છે. લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાથી સફળતા નજીક આવશે. આળસ છોડીને દૃઢ નિશ્ચય સાથે કામ કરવાથી અશક્ય કામ પણ શક્ય બનશે. વડીલોની સેવા અને માર્ગદર્શન લેવું.
કન્યા: શિવરાત્રીના શુભ અવસરે તમને ભાગ્યનો સાથ મળશે. સરકારી અધિકારીઓના સહયોગથી નોકરીમાં પ્રગતિના માર્ગ ખુલશે. સામાજિક સ્તરે તમારું માન-સન્માન વધશે. ધાર્મિક આયોજનોમાં સહભાગી થવાથી માનસિક શાંતિ મળશે. પારિવારિક ગૂંચવણો ઉકેલાશે અને ઉચ્ચ અધિકારીઓ તમારા કામની જાહેરમાં પ્રશંસા કરશે.
તુલા: આજે બિનજરૂરી ખર્ચ પર અંકુશ લગાવવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વેપારમાં લેવડદેવડ વખતે સાવધાની રાખવી જરૂરી છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં વ્યસ્ત રહેશે. જીવનસાથીની લાગણીઓનું સન્માન કરવું, જેથી સંબંધોમાં મધુરતા જળવાઈ રહે. નકામી દલીલોથી દૂર રહીને પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું હિતાવહ છે.
વૃશ્ચિક: તમારા વિનમ્ર સ્વભાવથી આજે તમે સૌના દિલ જીતી લેશો. કોઈપણ પડકારનો ઉકેલ તમે સૂઝબૂઝથી કાઢી શકશો. આર્થિક લાભની તક મળે તો વિચારવાને બદલે તેનો ઝડપી અમલ કરવો. વ્યવસાય અર્થે બીજા રાજ્યની મુસાફરીના યોગ છે. પરિવારમાં ચાલી રહેલી અણબનાવનો અંત આવશે અને પ્રેમ વધશે.
ધનુ: ભાગ્ય આજે તમારી સાથે છે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવાની જરૂર છે, જેનું ફળ ટૂંક સમયમાં મળશે. સરકારી નોકરીમાં આવતી અડચણો ભોળાનાથની કૃપાથી દૂર થશે. વડીલોના આશીર્વાદ લઈને નવું કાર્ય શરૂ કરવાથી સફળતા મળશે. પરિવાર સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે અને પ્રગતિના માર્ગ ખુલશે.
મકર: આજનો દિવસ તમારા પક્ષમાં રહેશે. લાંબા સમયથી ચાલી આવતી મુંઝવણોનો ઉકેલ મળશે. મનપસંદ વસ્તુની ભેટ મળવાથી ખુશીમાં વધારો થશે. જૂના મિત્રોને મળવાથી મન પ્રસન્ન થશે અને જૂનું દેવું ચૂકવવામાં સફળ રહેશો. વહીવટી અધિકારીઓના સહયોગથી તમારા અટકેલા સરકારી કામ વેગ પકડશે.
કુંભ: વ્યસ્તતા હોવા છતાં પરિવાર અને વ્યવસાય વચ્ચે યોગ્ય સંતુલન જાળવી શકશો. વેપારમાં નવી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવું જરૂરી છે, ધીરજ રાખવાથી ઉત્તમ પરિણામ મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળી શકે છે. સાંજનો સમય મનને તાજગી આપવા માટે ફરવા જવામાં વિતાવશો.
મીન: મહાશિવરાત્રીનો દિવસ તમારા માટે સોનાનો સાબિત થશે. વડીલોના માર્ગદર્શનથી મોટા નિર્ણયો લેવામાં સરળતા રહેશે. વેપારમાં કરેલો પરિશ્રમ ફળશે અને આવકમાં વધારો થશે. નવું ઘર લેવાના સ્વપ્ન પૂરા થશે અને પ્રોપર્ટીની ડીલ ફાઈનલ થઈ શકે છે. બાળકોના પ્રશ્નો ઉકેલવાથી તેમનું મનોબળ વધશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.