Mon Aug 17 2026

Logo

સ્ક્રીન પર ‘રાવણ’ બનીને કાયમ માટે ચર્ચામાં રહ્યા આ કલાકારો, કોનો અભિનય રહ્યો સૌથી વધુ પ્રભાવશાળી?

2026-08-09 18:27:25
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'ની બોલિવૂડમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ફિલ્મમાં એકથી એક ચઢિયાતા સીન ધ્રુજાવી નાખનારા છે. આ ટ્રેલર રિલીઝ થયા બાદ ચર્ચા રામ કરતા રાવણની વધુ થઈ રહી છે. એક અલગ અંદાજમાં જોવા મળતો યશ પોતાની આંખથી એક્ટિંગ કરી જાય છે. 'રામાયણ' ફિલ્મમાં રાવણને એક વિલન તરીકે નહીં પણ એક શક્તિશાળી યોદ્ધા તરીકે દર્શાવાયો છે. વિદ્વાન, લંકાપતિ, રાજરમતમાં હોશિયાર અને પ્રભુ શિવનો પરમ ભક્ત તરીકે દર્શાવાયો છે. વાસ્તવમાં પણ રામાયણમાં ભગવાન શ્રી રામની મર્યદા પુરુષોત્તમ તરીકે નોંધ લેવાય છે, જ્યારે ભગવાન શિવના ભક્ત તરીકે પણ રાવણનું નામ પહેલું લેવાય છે. ઈતિહાસના પાના પરથી સ્ક્રિન સુધી રાવણનું પાત્ર હંમેશાં રામાયણની વાર્તામાં પણ સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે. સિરિયલ હોય કે ફિલ્મ જ્યારે પણ રાવણનું પાત્ર વિશેષ ફોક્સ થાય છે, ત્યારે ફેન્સનું એક્સાઈટમેન્ટ પણ વધી જાય છે. 

ગુજરાતી કલાકાર અરવિંદ ત્રિવેદી છવાઈ ગયા હતા

હિન્દી સિનેમા અને સિરિયલમાં ઘણા એવા પાત્રો છે જેને રાવણનો રોલ કરીને સ્ક્રિન પર પોતાની એક અમિટ છાપ છોડી દીધી. દમદાર વ્યક્તિત્વ, પહાડી અવાજ, સ્ક્રિન પર એક અલગ પર્સનાલિટી, તેમનું અટ્ટહાસ્ય સહિત આઈકોનિક લૂકથી લઈને એક એક એક્શનથી રાવણનું પાત્ર હંમેશાં ચર્ચામાં રહ્યું છે. 'રામાયણ' ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું નહોતું એ પહેલા જ્યારે પણ રાવણનું નામ લઈ ત્યારે સૌથી પહેલા રાવણના વેશમાં જે કલાકારો યાદ આવે એમાં ગુજરાતી કલાકાર અને પછી લંકેશથી જાણીતા બનેલા અરવિંદ ત્રિવેદીનું નામ મોખરે લઈ શકાય, જે પોતે પ્રભુ શ્રીરામના ખૂબ જ સારા ભક્ત હતા. 

રામાનંદ સાગરની સિરિયલ રામાયણમાં એમનું પાત્ર રાવણનું હતું. એમના સંવાદ બોલવાની છટા, આંખોથી થતા એક્સપ્રેશન, ચહેરા પરનું તેજ, પહાડી અવાજ અને રાજા તરીકેની છાપ ખરા અર્થમાં રાવણના પાત્રના પ્રભાવમાં વધારો કરે છે. સિરિયલ સિવાયના દિવસોમાં પણ લોકો તેને રાવણ તરીકે ઓળખવા લાગ્યા હતા. અરવિંદ ત્રિવેદીના અવાજમાં ગવાયેલું શિવ તાંડવ સ્ત્રોતમ આજે પણ દર્શકોના કાનમાં પડઘાય છે. 

અખિલેશ મિશ્રા એટલે રાવણ

મૂળ વાત કરીએ તો રામાનંદ સાગર બાદ એના પુત્ર આનંદ સાગરે જ્યારે વર્ષ 2008માં રામાયણ બનાવી એ સમયે દર્શકોને એક અલગ સામ્રાજય જોવા મળ્યું હતું. આ સિરિયલમાં અખિલેશ મિશ્રાનો રોલ રાવણનો હતો. એ પણ રામના એક અનોખા ભક્ત છે. શક્તિશાળી અવાજ, ગુસ્સો, એક્શન સિક્વન્સ અને ક્રૂરતાના પર્યાય તરીકે સ્ક્રિન પર ચમકેલા અખિલેશ મિશ્રાથી રાવણનું પાત્ર અમર થઈ ગયું હતું, જે લોકોએ આ 'રામાયણ' જોઈ હશે એને પણ રાવણનું નામ પડતા અખિલેશ મિશ્રા યાદ આવ્યા જ હશે, જે રીતે સ્ક્રિન પર એમનો આત્મવિશ્વાસ જોવા મળતો, એ જોઈને ખરેખર રાવણનું પાત્ર એક સ્ટોરીને અલગ ચાર્મ આપી ગયું. 



રાવણ તરીકે આ પાત્ર પણ ખરા અર્થમાં અમર થઈ ગયું. આ પછી જ્યારે સોની ટીવી પર સંકટ મોચન હનુમાન સિરિયલ આવી એ સમયે આર્ય બબ્બરે રાવણનો રોલ પ્લે કર્યો હતો. આ સિરિયલમાંથી રાવણની ચર્ચાને મોટો વેગ મળ્યો હતો. લોકો આ રાવણના પણ ખૂબ વખાણ કરતા હતા. ખાસ તે એની પર્સનાલિટી અને એક્ટિંગના વખાણ તોફેન્સ કરતા જ પણ ડાયલોગ ડિલેવરી તેની કમાલ હતી. રાવણ તરીકે જે અવાજથી ભયભીત થઈ જવાય એવી આ કલાકારની ફીલ હતી. 

આ કલાકારોને પણ ઓળખો

હનુમાનજીના દ્રષ્ટિકોણથી રામાયણ કેવું એ એંગલથી આ સિરિયલનું નિર્માણ થયું હતું. સિરિયલ ખૂબ સારી ચાલી નહીં પણ જે રીતે રાવણના ચાહકો ઊભા થયા એ જોઈને દરેકે રાવણના પાત્રને સારી એવી દાદ મળી હતી. એ પહેલા વર્ષ 1976માં રિલીઝ થયેલી ફિલ્મ 'બજરંગ બલી'માં પ્રેમનાથ નામના કલાકારે રાવણનો રોલ પ્લે કર્યો હતો. 70ના દાયકામાં પણ રાવણ તરીકે આ કલાકારે સારી એવી છાપ ઊભી કરી હતી. પ્રભાવ કરતા આ કલાકારની સ્ક્રિન પ્રેઝન્સથી લોકો ખૂબ મોહિત હતા. એક ગરિમા સાથે પ્રેમનાથે આ પાત્રને પ્લે કર્યું અને રાવણ તરીકે ખ્યાતિ પણ મેળવી. ટીવી શૉ શ્રીમદ રામાયણમાં નિકિતિન ધીરે રાવણનું પાત્ર ભજવ્યું હતું. 


કદાવર શરીર, શરીર પર બેસ્ટ બોડીક્ટ્સ અને વિલનના રોલ કરતા નેગેટિવ ઈમેજના મોશન્સમાં ચાલતા કલાકારે રાવણની ઈમેજ જ બદલી દીધી. સ્ક્રિન પર છવાઈ જનારો આ કલાકાર રાવણના પાત્રને બેસ્ટ ન્યાય અપાવી ગયો પણ નિકિતિન ધીર તરીકે કરતા રાવણ તરીકે વધારે ફેમશ થઈ ગયો.

એ પછી ટીવી પર દશાનંદના જીવન પર આધારિત શૉ 'રાવણ' શરૂ થયે એ સમયે નરેન્દ્ર ઝાએ લીડ રોલ પ્લે કર્યો હતો.

એ પછી 'સિયા કે રામ'માં કાર્તિ જયરામે રાવણનો રોલ પ્લે કર્યો, જેમાં સીતાજીનું પાત્ર કેન્દ્રમાં હતું.

એ પછી 'દેવો કે દેવ મહાદેવ'માં તરૂણ ખન્નાએ રાવણનો રોલ પ્લે કર્યો હતો. 

બીજી આડ વાત કરીએ તખતા પર પણ જાણીતા કલાકાર આશુતોષ રાણા પણ લંકેશના અભિનયથી છવાઈ જાય છે. મંચ પર તેમના શિવસ્ત્રોતને સાંભળીને તમે ચોક્કસ લંકેશના ભક્ત બની જશો. જોકે, અનેક કલાકારોએ અલગ અલગ અંદાજમાં રાવણનું પાત્ર ભજવ્યું હતું, પરંતુ આ બધામાં સૌથી વધુ કયા પાત્રએ તમારા માનસ પર કોણ જાદુ કરી ગયું હતું. જો તમને યાદ હોય તો લખી શકો.