Sun Jul 05 2026

Logo

જુલાઈ મહિનો આ ત્રણ રાશિના જાતકો માટે સાબિત થશે ભાગ્યશાળી, બેંક બેલેન્સ વધશે, સુખ-શાંતિનું થશે આગમન...

2026-07-02 16:06:00
Author: Darshana Visaria
Article Image

વર્ષ 2026નો જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક નવો મહિનો ગ્રહોની ચાલમાં મોટા ફેરફાર લાવે છે, જેની સીધી અસર આપણા જીવન, કરિયર, આર્થિક સ્થિતિ અને સંબંધો પર પડે છે. ગઈકાલથી શરૂ થયેલો આ જુલાઈ 2026નો આ મહિનો કેટલાક ખાસ ગ્રહોના ગોચર અને શુભ સંયોગોને કારણે ત્રણ વિશેષ રાશિઓ માટે ખુબ ભાગ્યશાળી સાબિત થવાનો છે. આ મહિને આ જાતકોને ન માત્ર ભાગ્યનો સાથ મળશે, પરંતુ લાંબા સમયથી અટવાયેલા કામ ઝડપથી પુરા થશે, ભાગ્યનો સાથ મળી રહ્યો છે અને સફળતા તમારા કદમ ચૂમી રહી છે. આવો વિસ્તારથી જાણીએ જુલાઈ 2026ની ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ છે...

મેષઃ
જુલાઈ 2026નો મહિનો મેષ રાશિના જાતકો માટે સુવર્ણ અવસરોથી ભરેલો રહેશે. તમારા કરિયરને એક નવી દિશા મળશે. કાર્યક્ષેત્રમાં મળનાર સીનિયરનો સહયોગ હશે. જો તમે લાંબા સમયથી નોકરી બદલવા કે પ્રમોશનની પ્રતીક્ષા કરી રહ્યાં છો, તો આ મહિને તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે જુલાઈનો મહિનો નવા રોકાણ અને વિસ્તાર માટે ઉત્તમ છે. આ સમયગાળામાં કરવામાં આવેલા સોદા મોટો લાભ આપશે. આર્થિક દ્રષ્ટિકોણથી આવકના નવા સ્ત્રોત ખુલશે અને જૂનું અટવાયેલું ધન મળવાનો પ્રબળ યોગ છે. 

સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે સૂર્ય અને બુધની અનુકૂળ સ્થિતિ જીવનમાં ખુશીઓનું સંચાર થશે. કાર્યક્ષેત્રમાં તમારી યોજનાઓની ન માત્ર પ્રશંસા થશે, પરંતુ તેને લાગૂ કરવા માટે તમને સંપૂર્ણ આઝાદી મળશે. સમાજ અને ઓફિસમાં તમને માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠા મળશે. આ મહિને કોઈ મોટા ખુશીના સમાચાર મળી શકે છે. ભાગીદારીમાં કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો ભાગ્ય તમારી સાથે છે. તમે દરેક પડકારનો સામનો સરળતાથી કરી લેશો.

તુલાઃ
જુલાઈ 2026ની ત્રીજી સૌથી ભાગ્યશાળી રાશિ તુલા છે. આ મહિને તમારા જીવનના દરેક ક્ષેત્રોમાં સકારાત્મક ફેરફાર લાવશે. આ મહિને તમે વિચારેલા કામ પૂર્ણ થઈ જશે. નોકરી કરનાર જાતકોને મનપસંદ જગ્યાએ બદલી કે નવી નોકરીની તક મળી શકે છે. આર્થિક દ્રષ્ટિએ આ મહિનો સારો રહેશે. આ સાથે પ્રેમ અને લગ્ન જીવનમાં મધુરતા આવશે, જેનાથી તમે માનસિક રૂપથી સાંતિનો અનુભવ કરશો. કોર્ટ-કચેરીના મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવવાની સંભાવના છે. મિત્રો અને શુભચિંતકોનો સહયોગ તમારા સફળતાનો માર્ગ સરળ બનાવશે.

વધુ જુઓ...