Fri Sep 04 2026

Logo

બોલિવૂડના ગીતોમાં છલકાતો ભાઈ-બહેનનો પ્રેમ...

2026-08-28 09:25:00
Author: Manoj Prakash
બોલિવૂડના ગીતોમાં છલકાતો ભાઈ-બહેનનો પ્રેમ...

પ્રાસંગિક - મનોજ પ્રકાશ

ફિલ્મ ‘રેશમ કી ડોરી’નું ગીત ‘બહના ને ભાઈ કી કલાઈ પે પ્યાર બાંધા હૈ’

રક્ષાબંધનનો તહેવાર ફક્ત રાખડીના દોરાનો તહેવાર નથી. આ ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર છે જેના આગમનથી જ પરિવારમાં એમનાં અતૂટ પ્રેમની સુગંધ વહેતી હોય છે. આ પ્રેમને બોલીવૂડે મજબૂત બનાવ્યો છે. 

આજે રક્ષાબંધન ભલે ફિલ્મોમાં ન જોવા મળે, પરંતુ એક સમય હતો જ્યારે તેનું એક ગીત આખી ફિલ્મ માટે એક મજબૂત કડી બની જતું હતું. 

રક્ષાબંધન પર કોઈ પણ ગીત સાંભળો, તમારી આંખો આંસુઓથી ભરાઈ જાય છે. જ્યારે કોઈ બહેન તેના ભાઈ સાથે બેઠી હોય છે અને ક્યાંક દૂર-ભૈયા, મેરે રાખી કે બંધન કો નિભાના વાગતું હોય ત્યારે બંનેની આંખોમાં એવી ભેજ દેખાય છે જેમાં આખી દુનિયા સમાઈ શકે છે.

બોલિવૂડના સુપરસ્ટારથી લઈને નવા કલાકારો સુધી, બધાએ રક્ષાબંધનની ઉજવણી કરી છે. ઓછામાં ઓછી એક ડઝન ફિલ્મો એવી છે જેનાં ગીતો પ્રતિષ્ઠિત બની ગયાં છે.

જ્યારે આપણે આવાં ગીતો યાદ કરીએ છીએ ત્યારે સૌ પ્રથમ સુમન કલ્યાણપુરનું ગીત ‘બહના ને ભાઈ કી કલાઈ પે પ્યાર બાંધા હૈ’ યાદ આવે છે. ફિલ્મ રેશમ કી ડોરીમાં ધર્મેન્દ્ર પર જે રીતે આ ગીતનું ચિત્રણ કરવામાં આવ્યું છે તે આપણને બહેનના શાશ્ર્વત સ્નેહની યાદ અપાવે છે.
 
રાખડીનાં ગીતો, હકીકતમાં, સરળ ભાષામાં લખાયેલાં હતાં, ભાઈ અને બહેન વચ્ચેની મસ્તી સાથે, સમગ્ર પરિવાર સાથે એવી રીતે વણાયેલાં હતાં જે ભારતીય સંસ્કૃતિ પર અમીટ છાપ છોડી જાય છે.

કાજલ ફિલ્મમાં મીના કુમારીના અભિનયમાં ‘મેરે ભૈયા મેરે ચંદા, મેરે અનમોલ રતન, તેરે બદલે મેં ઝમાને કી કોઈ ચીઝ ના લુ’ ગીત છે. આશા ભોંસલેએ તેને નિર્દોષતાથી ગાયું હતું. સામાજિક જીવનમાં પણ ભાઈ સામે દુનિયાની દરેક વસ્તુ નાની લાગે છે. મીના કુમારી અને શૈલેષ કુમારનું આ ગીત, છ દાયકા પહેલાં 1965માં રિલીઝ થયું હોવા છતાં આજે પણ લોકપ્રિય છે.

રાખડીના તહેવારનું મહત્ત્વ વર્ણવતાં લતા મંગેશકરે એના સૌથી વધુ ગીતો ગાયાં છે.

લતા મંગેશકરે તેમના મૃદુ અવાજમાં ગાયેલાં બધાં ગીતોમાં સૌથી પ્રખ્યાત ગીત 1959ની ફિલ્મ છોટી બહનનું ગીત ‘ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના’ હતું. આમાં બલરાજ સાહની સાથે નંદાનો અભિનય અજોડ છે.

તેમનાં અન્ય ગીતોમાં 1980ની ફિલ્મ ‘ચંબલ કી કસમ’નું ‘ચાંદ રે મેરે ભૈયા સે કહના કી બહના યાદ કરેં’ એ આંખોમાં આંસુ લાવી દીધાં હતાં. આમાં ભાઈની ભૂમિકા સંવાદના બાદશાહ રાજકુમારે ભજવી હતી અને બહેન ફરીદા જલાલ હતી.

દેવ આનંદ અને ઝીનત અમાન અભિનીત ફિલ્મ ‘હરે રામા હરે કૃષ્ણ’ રિલીઝ થઈ હતી. આ ડ્રગ વિરોધી ફિલ્મનું ગીત, ‘ફૂલોં કા તારોં કા સબકા કહેના હૈ, એક હજારોં મેં મેરી બહેના હૈ. સારી ઉમર હમેં સંગ રહેના હૈ...’ આજે પણ, પાંચ દાયકા પછી, દરેક રક્ષાબંધન પર, અથવા એમ કહીએ તો, જ્યારે પણ અને જ્યાં પણ ભાઈ-બહેનનો વિષય આવે છે ત્યારે આ ગીત બધું જ કહી દે છે. ભલે તે ભાઈ-બહેન વચ્ચેનો ઝઘડો હોય કે ગુસ્સે ભરાયેલું, તે ફક્ત તેના અવાજ સાથે સમાપ્ત થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ ગીત ભાઈના તેની બહેન પ્રત્યેના પ્રેમનું પ્રતીક બની ગયું છે.

પછી ભલે તે રાણી કર્ણાવતી અને હુમાયુની વાર્તા હોય કે દ્રૌપદી અને શ્રીકૃષ્ણની વાર્તા હોય, તે બધામાં બહેનનું રક્ષણ સર્વોપરી છે. આ ભાવનાને વધુ મજબૂત બનાવતાં ફિલ્મ ‘ઘર દ્વાર’નું ગીત મનહર ઉદાસ, મોહમ્મદ અઝીઝ અને સુરેશ વાડકરે ગાયું હતું. એના શબ્દો હતા : ‘મેરી બહેના, રાખી કી લાજ નિભાયેગા તેરા યે ભૈયા. તુજે કભી દિલ સે ના ભુલાયેગા’.  આ મલ્ટી-સ્ટારર ગીતમાં જે કલાકારો દેખાયા હતા તેઓ હતા રાજકિરણ, સચિન, ડૉ. શ્રીરામ લાગુ, સોમા આનંદ અને તનુજા.

પોતાના સમયના જ્યુબિલી કુમાર, રાજેન્દ્ર કુમાર અને નાઝીમા અભિનીત ફિલ્મ અંજાનાનું ગીત, ‘હમ બહેનો કે લિયે મેરે ભૈયા આતા હૈ દિન એક સાલ મેં, આજ કે દિન જહા કહી ભી મેં રહું ચલે આના વહાં હર હાલ મેં’માં બહેનની ભાઈને એક જ પ્રાર્થના છે કે તે મને કોઈ પણ સંજોગોમાં ભૂલી ન જાય અને આ દિવસે તેને મળવા ચોક્કસ આવે. 

બાય ધ વે, તોફાની રજનીકાંત અને હેમા માલિનીની ફિલ્મ અંધા કાનૂનનું ગીત, ‘મેરી બેહના દીવાની હૈ, પર વો સમજતી હે સબસે સ્યાની હૈ, મેરા ભૈયા હો મેરા ભૈયા દીવાના હૈ, પર વો સમાજતા હૈ વો સબસે સયાના હૈ’ કિશોર કુમાર અને આશા ભોંસલેએ રક્ષા બંધનનાં ગીતોને ખૂબ જ તન્મયતાથી ગાઈને વધુ લોકપ્રિય બનાવ્યાં છે.

આ દિવસ માટે ખૂબ જ લોકપ્રિય બનેલાં અન્ય ગીતોમાં ફિલ્મ બેઇમાનનું ગીત ‘યે રાખી બંધન હૈ ઐસા, જૈસે ચંદા ઔર કિરન કા, જૈસા બદલી ઔર પવન કા’; ફિલ્મ રાખીમાં મોહમ્મદ રફી દ્વારા ગાયેલું  ‘એક એક ધાગે મે ભાઇ બહન કા પ્યાર, રાખી ધાગો કા ત્યોહાર’. આમાં અશોક કુમાર અને વહીદા રહેમાન છે અને મિથુનનું રમતિયાળ ગીત ‘ભાઈ ઐસે હોતે હૈ’ ફિલ્મ પ્યાર કા દેવતા, જે આ દિવસને ખાસ બનાવે છે. 

ફિલ્મ ફરિશ્તેમાંથી ભાઈ-બહેનનો પ્રેમ; અદાલતમાંથી ‘બહના ઓ બહના’; ફિલ્મ તિરંગામાંથી ‘મેરી રાખી મતલબ  પ્યાર’; ફિલ્મ અનપઢમાંથી ‘રંગબિરંગી રાખી લેકે આયી બહના, ઓ રાખી બંધવા લે મેરે વીર’ પણ ખૂબ જ લોકપ્રિય છે.

જોકે રાજેશ ખન્નાની સુપરહિટ ફિલ્મ સચ્ચા જૂઠાનું ગીત ‘મેરી પ્યારી બેહનિયાં બનેગી દુલ્હનિયા, સજ કે આયેંગે દુલ્હે રાજા’ રક્ષાબંધનનું પ્રતિનિધિત્વ કરતું નથી, પણ આ ગીત દર વર્ષે રક્ષાબંધન પર સાંભળી શકાય છે.

જ્યારે રક્ષાબંધન આવશે ત્યારે આ ગીતો ફરી એકવાર ગુંજશે અને ભાઈ-બહેન વચ્ચેની મીઠી મજાકની મજામાં વધારો કરશે. જોકે આ સંબંધ શબ્દોમાં વર્ણવી ન શકાય, પણ બોલિવૂડે ચોક્કસપણે તેને તાજગી અને સ્મિત આપ્યું છે.