જનશક્તિ જનતા દળ (JJD)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ અવારનવાર પોતાના અનોખા અંદાજ માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તાજેતરમાં 'ભોજપુરી બવાલ' શોમાં જોવા મળ્યા બાદ હવે તેમણે બોલીવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત સાથેનો એક વીડિયો પોતાના અધિકૃત એક્સ એકાઉન્ટ પર શેર કર્યો છે, જે ઈન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
તેજ પ્રતાપ યાદવે આ વિડીયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે – "કુછ અચ્છા આને વાલા હૈ..." એક મિનિટ અને 26 સેકન્ડના આ વીડિયોમાં તેજ પ્રતાપ અને મલ્લિકા શેરાવત એક લાલ રંગના સોફા પર બેઠેલા જોવા મળે છે. બંને એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે અને તેજ પ્રતાપ પોતાના ફોનમાં મલ્લિકાને કઈંક બતાવી રહ્યા છે.
Something exciting coming soon😊 pic.twitter.com/3UmwkzuzPn
— Tej Pratap Yadav (@TejYadav14) August 5, 2026
વીડિયોના બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક પણ વાગી રહ્યું છે. જોકે આ વાઈરલ થઈ રહેલો વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ ફેન્સમાં તેજ પ્રતાપના આગામી પ્રોજેક્ટને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
તેજ પ્રતાપ યાદવે વિડીયો પોસ્ટ કરતાની સાથે જ કમેન્ટ બોક્સમાં લોકોની પ્રતિક્રિયાઓનો પૂર આવ્યો છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે તેજુ ભાઈનો અલગ જ જલવો છે! તેજુ તારા કેટલા રૂપ, લાલુનો લાલ શું શું કરશે... જ્યારે બીજા એક યુઝરે લખ્યું હતું કે હવે ઈમરાન હાશ્મીની કોઈ જરૂર નથી, તેજ પ્રતાપ ભાઈનો સ્વેગ જ 'મર્ડર 4' ફિલ્મ માટે કાફી છે!
હવે જોવાનું એ છે કે રાજકારણની સાથે એન્ટરટેઈન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ રહેતાં તેજ પ્રતાપ યાદવ બોલીવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત સાથે ફેન્સ માટે શું નવું લઈને આવી રહ્યા છે.