Wed Sep 16 2026

Logo

સુરેન્દ્રનગરમાં પોલીસના ઘરે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ 100 કરોડના ટ્રાન્ઝેક્શનની શંકા

2026-08-06 15:34:00
Author: Vimal Prajapati
સુરેન્દ્રનગરમાં પોલીસના ઘરે ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશઃ 100 કરોડના ટ્રાન્ઝેક્શનની શંકા

Image Credit : Gujarat Jagran


રાજકોટઃ કાયદાનું રક્ષણ કરતા લોકો જ જો કાયદો તોડવા લાગે તો સામાન્ય લોકોમાં કેવો સંદેશ જશે! સુરેન્દ્રનગર જિલ્લામાં આવો જ એક કેસ પ્રકાશમાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા સંજયસિંહ રાઠોડ પોતાના ઘરે શેરબજારના ડબ્બા ટ્રેડિંગ ચલાવી રહ્યાં જાણવા મળ્યું હતું. મળતી માહિતી અનુસાર રાજરોટ રેન્જ ડીઆઈજીની ટીમે રતનપરમાં આવેલા રામેશ્વર ટાઉનશીપમાં રેડ પાડી હતી. આ દરમિયાન સમગ્ર ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. 

રુપિયા 100 કરોડના ટ્રાન્ઝેક્શન અંગે શંકા
પોલીસે રેડ દરિયાન 10 લેપટોપ, 29 જેટલા મોબાઈલ, પેન ડ્રાઈવ સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં હવે છેલ્લા કેટલાક સમયમાં રૂપિયા 100 કરોડના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયા હોવાની આશંકા હોવાથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. જોકે, 100 કરોડના ટ્રાન્ઝેક્શન અંગે હજી પોલીસ દ્વારા સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ લેતદેતી થઈ હોવાના અહેવાલથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

આ સમગ્ર રેકેટનો માસ્ટર માઈન્ડ કોણ છે?
આ સમગ્ર કેસમાં પોલીસે એ તપાસ કરી રહી છે કે, આ સમગ્ર રેકેટનો માસ્ટર માઈન્ડ કોણ છે? પોલીસ કર્મચારીના ઘરે ચાલતા આ ડબ્બા ટ્રેડિંગના મુખ્ય ઓપરેટર અને કિંગપિન સુધી પહોંચવા માટે પોલીસે તપાસ તેજ કરી છે. આ તપાસમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કારણે આ માત્ર સુરેન્દ્રનગર કે રાજકોટ પુરતો કેસ નથી, પરંતુ આ નેટવર્ક પાછળ અને શહેરો અને રાજ્યોના લોકો પણ સંકળાયેલા હોઈ શકે છે. 

ડબ્બા ટ્રે઼ડિંગમાં રાઠોડ અને ચુડાસમાની ભાગીદારી
જ્યારે રેન્જ આઈજીની ટીમ દ્વારા દરોડા પડવામાં આવ્યાં હતા. ઘરેથી એએસઆઈ સંજયસિંહ રાઠોડના પિતાના નાથુ રાઠોડ ઘરે હાજર મળી આવ્યાં હતા. નાથુ રાઠોડે પોલીસને જણાવ્યું હતું કે, તેમના પુત્ર સંજયસિંહના કહેવાથી ઘરના બીજા માળે જુગારની રમત ચાલી રહી હતી. જ્યારે પોલીસે વધારે તપાસ કરી ત્યારે આ ડબ્બા ટ્રે઼ડિંગમાં સંજયસિંહ રાઠોડ અને દિવ્યરાજસિંહ ચુડાસમાની ભાગીદારી હોવાનું પણ સાબિત થયું છે. 

સાત લોકો સામે નામજોગ ગુનો દાખલ થયો
પોલીસના જણાવ્યાં પ્રમાણે આ રેકેટમાં સંજયસિંહ રાઠોડ અને દિવ્યરાજસિંહ ચુડાસમા સાથે વિપુલ સિંધવ, અરૂણ કોઠારી, દલસુખ સિંધવ અને વિજય દેત્રોજા સહિતના લોકો પણ સામેલ હોવાથી તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં અત્યાર સુધીમાં સાત લોકો સામે નામજોગ ગુનો અને 16 બ્રોકર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

કેસમાં પીઆઈની આગેવાનીમાં કરાશે તપાસ
આ કેસની તપાસ હવે રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયે આદેશ પ્રમાણે સુરેન્દ્ર પોલીસ નહીં પરંતુ રાજકોટ ગ્રામ્ય પોલીસ કરશે. રાજકોટ ગ્રામ્યના જેતપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમાર આ કેસમાં મુખ્ય તપાસ અધિકારી રહેશે. તેમના સાથે એએસપી સિમરન ભારદ્વાજ પણ રહેશે. આ મામલે અત્યાર પોલીસ દરેક ડબ્બા ટ્રેડિંગ, 100 કરોડના આર્થિક વ્યવહારો અને મુખ્ય કિંગપિન મામલે તપાલ કરશે.