થોડાક સમય પહેલાંથી જ સોશિયલ મીડિયા પર બોલીવૂડના ગદ્દર ફેમ સુપરસ્ટાર સની દેઓલનો એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં એક ફંક્શનમાં હાજરી આપવા પહોંચેલા સની દેઓલના ઘસાઈ ગયેલા શૂઝે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. હાલમાં એક્ટર પોતાની આગામી ફિલ્મ ઈક્કાને કારણે ચર્ચામાં છે. હવે સની દેઓલ પોતાના આ શૂઝ અને વાઈરલ વીડિયો અંગે રિએક્શન આપ્યું છે. ચાલો જોઈએ શું કહ્યું છે સની દેઓલે...
'ઢાઈ કિલો કા હાથ' ડાયલોગ ફેમ સની દેઓલ સની દેઓલ હાલમાં પોતાની નવી ફિલ્મ 'ઇક્કા'ને લઈને ચર્ચામાં છે. જોકે, ફિલ્મની સાથે સાથે સની પાજી એક વાઈરલ વીડિયોને કારણે પણ સોશિયલ મીડિયા પર છવાયેલો છે. તાજેતરમાં જ તેના શૂઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થયો હતો, જેનો સની દેઓલે ખૂબ જ રમુજી અંદાજમાં જવાબ આપ્યો છે.
29મી જૂનના રોજ સની દેઓલની ફિલ્મ ‘ઈક્કા’નું ટ્રેલર લોન્ચ ઈવેન્ટ હતું. આ ઈવેન્ટ દરમિયાન સની દેઓલના લેધર જૂતા પર કેમેરાની નજર પડી, જેમાં જૂતાની હીલ ડૅમેજ હતી. બસ, પછી તો શું? પેપરાજીએ આ સીન કેમેરામાં કેદ કરી લીધો અને ગણતરીની મિનિટોમાં વીડિયો વાયરલ થઈ ગયો. લોકોએ તેમની સાદગીના વખાણ કર્યા તો કેટલાકે તેમને ટ્રોલ પણ કર્યા અને સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ થયો.
જ્યારે સની દેઓલને અન્ય એક ઈવેન્ટમાં આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ખૂબ જ સ્પોર્ટી અને મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો. સનીએ હસતા હસતા જૂતા તરફ ઈશારો કરીને પેપરાજીને કહ્યું, “અરે જૂતા નહીં લેના હૈ કિસી કો?” અને પછી શૂઝનો ફોટો લેવા માટે પણ રમૂજમાં પૂછ્યું હતું. સનીનો આ બિન્દાસ અને સાદો અંદાજ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
સની દેઓલની ફિલ્મ ‘ઇક્કા’ વિશે વાત કરીએ તો, તે 10મી જુલાઈના રોજ પ્રખ્યાત એટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ચૂકી છે. આ એક કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે, જેમાં સની દેઓલ એક વકીલના ભૂમિકામાં જોવા મળે છે. તેમની સાથે અભિનેતા અક્ષય ખન્ના પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ દર્શકો તરફથી તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો સની-અક્ષયની જોડીને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.