Tue Oct 06 2026

Logo

સૂર્ય-ચંદ્રનો બનાવશે ખાસ યોગ, આ ચાર રાશિઓનું ચમકશે ભાગ્ય, મળશે અઢળક ધન અને પ્રગતિ!

2026-06-26 16:13:08
Author: Darshana Visaria
સૂર્ય-ચંદ્રનો બનાવશે ખાસ યોગ, આ ચાર રાશિઓનું ચમકશે ભાગ્ય, મળશે અઢળક ધન અને પ્રગતિ!

જ્યોતિષીય ગણતરી મુજબ, આગામી 22મી જુલાઈ, 2026ના રોજ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને વિશેષ ખગોળીય ઘટના આકાર લેવા જઈ રહી છે. આ દિવસે આત્માના કારક ગણાતા સૂર્ય અને મનના કારક ગણાતા ચંદ્રના મિલનથી 'વૈધૃતિ યોગ'નું નિર્માણ થશે. આમ તો જ્યોતિષશાસ્ત્રમાં વૈધૃતિ યોગને સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે, પરંતુ કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં સૂર્ય અને ચંદ્રનો આ સંયોગ કેટલીક રાશિના જાતકો માટે વરદાન સાબિત થઈ શકે છે.

મુંભઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 22મી જુલાઈ 2026ના બુધવારના રોજ બપોરે 04.06 વાગ્યાથી લઈને તે જ દિવસે રાત્રે 09.51 વાગ્યા સુધી આ યોગ રહેશે, જે ચાર ભાગ્યશાળી રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન, અટકેલા નાણાં અને કરિયરમાં મોટો લાભ લઈને આવશે. આવો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...

મેષઃ

મેષ રાશિના જાતકો માટે વૈધૃતિ યોગ અત્યંત શુભ પરિણામ લાવશે. નોકરી અને બિઝનેસ સંબંધિત કોઈ મોટા અને સારા સમાચાર મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક તંગી દૂર થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. લવ લાઈફમાં અણધાર્યો સુધારો આવશે અને જીવનસાથીનો દરેક મોરચે પૂરો સાથ-સહકાર મળશે. તમારા માટે ભાગ્યના દ્વાર ખુલવાના છે.

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે સૂર્ય-ચંદ્રનો આ સંયોગ લાભના નવા માર્ગો ખોલશે. આ સમયગાળા દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થશે અને તમારા વ્યક્તિત્વમાં નવું આકર્ષણ આવશે. માનસિક શાંતિનો અનુભવ થશે અને કાર્યક્ષેત્રમાં આવી રહેલા તમામ અવરોધો દૂર થશે. સમાજ અને ઓફિસમાં તમારું સન્માન વધશે તથા પિતા સાથેના સંબંધો વધુ મધુર બનશે.

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આ યોગ કિસ્મત ચમકાવનારો સાબિત થઈ શકે છે. જેઓ લાંબા સમયથી નોકરીની શોધમાં છે, તેમની શોધ હવે પૂર્ણ થશે. ઓફિસમાં નવી અને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. પૈતૃક સંપત્તિથી મોટો આર્થિક લાભ થવાના સંકેત છે. ધન કમાવવાના નવા સ્ત્રોત ઊભા થશે. સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે અને પરિવારનો દરેક નિર્ણયમાં સંપૂર્ણ સહયોગ મળશે.

ધન: 

ચંદ્ર અને સૂર્યનો આ સમન્વય ધન રાશિના જાતકો માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે. ભાગ્યનો પૂરો સાથ મળવાને કારણે અટકેલા કાર્યો ઝડપથી પૂરા થશે. તમારું મન ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં વધુ લાગશે, જેનાથી વિચારોમાં સકારાત્મકતા આવશે. કોઈ નવી યાત્રા કે પ્રવાસના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સફળતા અપાવનારો સાબિત થશે અને ભૂતકાળમાં કરેલા જૂના રોકાણથી મોટો આર્થિક ફાયદો થઈ શકે છે.