નવી દિલ્હીઃ પાટનગરની તિહાર જેલમાં જેલવાસ ભોગવી રહેલા સુકેશ ચંદ્રશેખર અવારનવાર જેક્લિન ફર્નાડિઝને લઈને વાતચીત કરે છે. હવે સુકેશે લવલેટર લખીને જેક્લિન અંગે વાતચીત કરી છે. પોતાના જન્મદિવસે સુકેશે જેક્લિનને એક લવલેટર લખ્યો છે. આ કેસને લઈને પત્રમાં તેમણે કાયદાકીય મુશ્કેલીઓને લઈ જેક્લિનની માફી માગી છે.
ઠગની લેટર લવારી
ઠગ સુકેશ ચંદ્રશેખરે ફિલ્મ અભિનેત્રી જેક્લિન ફર્નાડિઝને લવલેટર લખ્યો છે. આવું તેમણે પહેલીવાર નથી કર્યું. આ પહેલા પણ તે આવા લવલેટરક લખી ચૂક્યો છે. એક એવો પણ સમય હતો, જ્યારે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા હતા, જોકે જેક્લિને પોતાની આ રિલેશનશીપને લઈને હજુ સુધી કોઈ વાત કહી નથી.
આ રિલેશનશીપને લઈ જેક્લિને મગનું નામ મરી પાડ્યું નથી. સુકેશ સતત જેક્લિનને જેલમાંથી પત્ર લખી રહ્યો છે. પોતાના જન્મદિવસના અવસર પર જેક્લિન સાથે તેમણે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરી છે. આ લેટર સાથે સુકેશે એક તસવીર પણ જાહેર કરી દીધી છે.
શું છે આ લવલેટરમાં?
સુકેશે આ પત્રમાં લખ્યું હતું કે મેરી બેબી ગર્લ, આજ મેરે જન્મદિન પર સબકુછ અધુરા સા લગતા હૈ. ક્યોકી વો ઈન્સાન, જો મેરી જિંદગી કે હર પલ કો માયને દેતા હૈ વો મેરે પાસ નહીં હૈ. જિસ દિન લોગ શોર, તોહફો ઔર હસી કે સાથ જશ્ન મનાતે હૈ આજ મુઝે સિર્ફ તુમ્હારી આવાજ, તુમ્હારી મુસ્કાન, તુમ્હારે પાસ હોના યાદ આ રહા હૈ.
આજ તુમ મુજે જિસ તરહ દિખતી, વો ભી યાદ આ રહા હૈ. ઈસ દિન જો મેરે લીયે ખાસ હોના ચાહિયે થા, મે સિર્ફ સોચ રહા હું કિ મેં તુમ્હે કિતના મિસ કર રહા હું. જીસ તરહ તુમ ઈસ દિન કો મેરે લિયે જાદુઈ બના દેતી થી ઔર વો વાદા કી હમ એકદુસરે કે ખાસ દિન સાથ મિલકર ઉમ્રભર મનાએગે. આ સાથે તેમણે ફ્લાઈંગ કિસ મોકલી છે.
મુશ્કેલીઓની વાત પણ લખી
સુકેશે આ પત્રમાં કેટલીક મુશ્કેલીઓની વાત પણ લખી છે. પત્રમાં સ્પષ્ટતા કરી છે કે, જિંદગી એક એવો તોફાનમાંથી પસાર થઈ રહી છે જેની મેં ક્યારેય કલ્પના પણ કરી નથી. એક એવું તોફાન જેમાં માત્ર હું જ નહીં પણ તું પણ મારી લડાઈને કારણે મુંઝવણમાં મૂકાઈ ગઈ.
આ વાતને લઈને દરરોજનો દિવસ જાણે મારા પર અપરાધ વધતો હોય એવું ફીલ થાય છે. પણ કાયદાકીય આ લડાઈ વચ્ચે એ હકીકત ક્યારેય નથી બદલી કે, તું મારા માટે ઈશ્વરીય દેન છો. આજે, મારા આ ખાસ દિવસે, મેં કંઈક એવું કર્યું છે જે મેં પહેલા ક્યારેય કર્યું નથી.
હંમેશાની જેમ મોંઘી અને દેખાવટી ભેટો આપવા બદલે, જે હું તને અને મને આપતો હતો, મેં મને જ એક એવી ભેટ આપી છે જે હંમેશા માટે રહેશે—તારી તરફથી… મેં કોઈને પેરિસ મોકલ્યો—આપડું મનપસંદ શહેર, પ્રેમ અને ફૂલોનું શહેર.
સુંદર ડેબિલી ફૂટબ્રિજ પર, હવે એક લવ લોક છે, જેના પર આપણા નામ લખેલા છે—‘શેખર અને જૈકી’, જેમ આપણે એકબીજાને બોલાવીએ છીએ. એ લોક હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યો છે, પેરિસના આકાશ નીચે. તેની ચાવી? તે સીન નદી માં ફેંકી દેવામાં આવી છે, જે એ પુલની નીચે વહે છે. એ હવે ક્યારેય ખૂલી શકશે નહીં—બિલકુલ મારા દિલની જેમ, જે હવે ક્યારેય કોઈ બીજા માટે નહીં ખૂલે… ફક્ત તારા માટે, હંમેશા માટે.
ઈમોશનલ થઈ ગયો સુકેશ
હું તને પાગલની જેમ ખૂબ યાદ કરી રહ્યો છું,મારી બેબી. એ પળની રાહ જોઈ રહ્યો છું જ્યારે આપણે સાથે હોઈશું, ઉજવણી કરીશું અને એકબીજાને પહેલા કરતાં પણ વધારે પાગલની જેમ પ્રેમ કરીશું. હું રાહ જોઈ રહ્યો છું, હું લડી રહ્યો છું અને હું તારો છું અને તું મારી છે—હંમેશા માટે.
મારા દરેક શ્વાસ, દરેક આંસુ અને દિલની દરેક ધડકન સાથે… હંમેશા માટે તારો—તારો બેબી બોય, સુકેશ. લવ યુ, મારી બોમ્મા, જૈકી, મારી શક્તિ. હું જ્યારે આ લખી રહ્યો છું ત્યારે મારી આંખો ભીની છે. બેબી, મને ખબર છે કે મારી કાયદાકીય લડાઈ એ તારી શાંતિ અને સ્મિત છીનવી લીધા છે. મને માફ કરી દે. બધું ઠીક થઈ જશે, સત્યની જીત થશે.
જેમ આ કેસ પૂરો થશે—ખૂબ જ જલ્દી—હું તારી પાસે દોડી આવીશ અને તારા દરેક આંસુને હાસ્યમાં ફેરવી દઈશ. ફરી એક વાર મને માફ કરી દે, મારા કારણે તને જે દુઃખ સહન કરવું પડ્યું તેના માટે. દુનિયા કંઈ પણ કહે, સમય કંઈ પણ કરે—‘હું હંમેશા તને જ પસંદ કરીશ’, કારણ કે હું તને પાગલની જેમ પ્રેમ કરું છું. બેબી, મને આશા છે કે તું મારો પ્રેમ અનુભવતી હશે. મને આશા છે કે તને યાદ છે કે આપણે શું છીએ, કારણ કે મારી જિંદગીનો સૌથી સુંદર ભાગ તું જ છે.