Wed Aug 19 2026

Logo

‘વંદે માતરમ’ પર કોંગ્રેસ-ભાજપ આમને-સામને, VHPએ દાવો કરતા મહત્ત્વની વાત કરી દીધી

2026-08-15 21:13:01
Author: Mumbai Samachar Team
Article Image

કોંગ્રેસ મુખ્યાલયમાં 'વંદે માતરમ' ગાવાને લઈને દેશભરમાં રાજકીય વિવાદ શરૂ થયો છે. આ વિષય પર હવે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ એક મુખ્ય પક્ષ હોવાનો દાવો કરે છે, પરંતુ તે 'વંદે માતરમ' ગાવાનું પણ સહન કરી શકતી નથી.કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને પાર્ટી સાંસદ સોનિયા ગાંધી પર 'વંદે માતરમ'નું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. સ્વંતત્રતા દિવસના દિવસે આ વિષય સંબંધિક એક વિડિયો સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થયો હતો. 

સૌથી જુની પાર્ટીથી સહન ન થયું
વિનોદ બંસલે કહ્યું હતું કે, દેશની રાજધાનીમાં 80મો સ્વતંત્રતા પર્વ મનાવવામાં આવી રહ્યો હતો. કોંગ્રેસ પોતાની પાર્ટીને દેશની સૌથી જુની પાર્ટી કહે છે. એના મુખ્યાલયમાં ધ્વજવંદનનો કાર્યક્રમ હતો.દુઃખની વાત એ છે કે, આટલી મોટી પાર્ટી વંદે માતરમ ગીતને સહન કરી શકી નહીં.આ ત્રણેય નેતાઓએ પોતાના કાર્યાલયમાં જે રીતે વંદમારતમ ગીતનું અપમાન કર્યું, નિશ્ચિત રીતે આ નિંદાને પાત્ર મામલો છે. સોનિયા ગાંધી વર્ષો સુધી દેશના સુપર પીએમ તરીકે રહ્યા, વડા પ્રધાન ન હતા છતાય તેમણે દેશની સત્તાને રીમોટ કંટ્રોલથી ઑપરેટ કરી. પણ એમનાથી વંદે મારતમ સહન થયું નથી.

વંદે મારતમના અપમાનમાં માત્ર પાર્ટી અધ્યક્ષ ખડગે અને સોનિયા ગાંધી જ નહીં પણ બંધારણની કોપીને હાથમાં લઈને ફરતરા લોકો પણ સામેલ હતા. થોડીવાર માટે વંદેમાતરમ સહન ન થયું, કોંગ્રેસને કદાચ 1937 ની ઘટનાઓ યાદ આવી હશે, જ્યારે તેમના પોતાના પુરોગામીઓએ  મુસ્લિમ લીગ સાથે મળીને 'વંદે માતરમ' ને બે ભાગમાં વહેંચી દીધું હતું. નેતાઓ જાહેર મંચ પરથી ખુલ્લેઆમ જાહેર કરે છે,અમને મારી નાખો, પણ અમે 'વંદે માતરમ' નહીં ગાઈએ. ઇન્દિરા ભવનમાં આયોજિત એક કાર્યક્રમના એક વીડિયોમાં, મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી એકબીજા સાથે વાતચીત કરતા અને ઈશારા કરતા જોવા મળે છે. 

ભાજપે દુર્ભાગ્ય ગણાવ્યું
બંને નેતાઓએ પાર્ટીના એક સભ્યને બોલાવીને સૂચનાઓ આપતા દેખાયા. ભાજપે આને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને તેને 'વંદે માતરમ'નું અપમાન ગણાવ્યું. સુધાંશુ ત્રિવેદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના ટોચના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે રાષ્ટ્રગીત દરમિયાન ગંભીરતાથી ઊભા નહોતા. આના બદલે, તેઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા અને કોઈને ઈશારો કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ કોંગ્રેસ પાર્ટીનો 'વંદે માતરમ' પ્રત્યેનો અનાદર દર્શાવે છે.