Tue Oct 06 2026

Logo

45 વર્ષની ઉંમરે 25 જેવો ગ્લો! બેબી પિંક બોડીકોન ડ્રેસમાં ટીવીની બહુનો આ સિઝલિંગ અંદાજ...

2026-09-23 18:55:57
Author: Darshana Visaria
45 વર્ષની ઉંમરે 25 જેવો ગ્લો! બેબી પિંક બોડીકોન ડ્રેસમાં ટીવીની બહુનો આ સિઝલિંગ અંદાજ...

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અને પ્રતિભાશાળી એક્ટ્રેસમાંથી એક એવી શ્વેતા તિવારી (Shweta Tiwari) પોતાની એક્ટિંગની સાથે-સાથે અસાધારણ ફિટનેસ અને ગોર્જિયસ ફેશન સેન્સ માટે સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ સ્મૃતિ ઈરાનીના આઈકોનિક શો 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી'માં પોતાની આગામી ફિલ્મ 'ધ વન'ના પ્રમોશન અર્થે સ્પેશિયલ એપિયરન્સ આપ્યા બાદ શ્વેતા ફરી એકવાર પોતાના સિઝલિંગ ફોટોશૂટને લઈને સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

૪૫ વર્ષની વયે પણ શ્વેતા તિવારીની ફિટનેસ અને યુવા અંદાજ જોઈને ફેન્સ દંગ રહી ગયા છે અને તેના નવા લુક પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોમાં શ્વેતા તિવારી લાઇટ બેબી પિંક કલરના બોડીકોન ડ્રેસમાં અત્યંત ગ્લેમરસ લાગી રહી છે. ફૂલ સ્લીવ્સ અને ડીપ સ્કૂપ-નેક કટ ધરાવતી આ ફિટેડ ડ્રેસ તેના બોડી શેપ અને ટોન્ડ ફિગરને પરફેક્ટ લુક આપી રહી છે. આ ડ્રેસમાં કમરના ભાગે આપવામાં આવેલી ડ્રેપ્ડ-સ્ટાઈલ ગેધરિંગ આઉટફિટને ટ્રેન્ડી અને મોર્ડન ટચ આપે છે.

આ સુંદર ક્લાસિક આઉટફિટ સાથે નેકલાઇનને હાઇલાઇટ કરવા માટે શ્વેતાએ સિલ્વર અને પિંક સ્ટોન વર્ક ધરાવતો સ્ટેટમેન્ટ નેકપીસ તેમજ મેચિંગ ડેંગલર ઇયરરિંગ્સ પહેર્યા છે, જેણે તેના ક્લાસિક લુકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું. 

વાત કરીએ શ્વેતા તિવારીના બ્યુટીફૂલ મેકઅપ અને હેરસ્ટાઈલની તો ખુલ્લા, સોફ્ટ વેવી હેરસ્ટાઇલ અને સાઇડ-પાર્ટિંગ લુક અભિનેત્રીના ચહેરાને વધુ આકર્ષક બનાવી રહ્યો છે. શ્વેતાએ ન્યૂડ લિપસ્ટિક, સ્મોકી આઇઝ અને હળવા બ્લશ સાથે અત્યંત નેચરલ અને મિનિમલ મેકઅપ પસંદ કર્યો છે.

સોશિયલ મીડિયા પર તસવીરો સામે આવતાં જ ચાહકોએ કમેન્ટ્સ સેક્શનમાં પ્રશંસાનો વરસાદ વરસાવી દીધો છે. ઘણા યુઝર્સે તેને 'એજલેસ બ્યુટી' ગણાવી છે, તો કેટલાક ચાહકો કમેન્ટ કરી રહ્યા છે કે વધતી ઉંમર સાથે શ્વેતા વધુ યુવાન અને સુંદર દેખાઈ રહી છે. તેનો આત્મવિશ્વાસ અને કેમેરા સમક્ષ પોઝ આપવાનો કાતિલાના અંદાજ હાલ ઇન્ટરનેટ પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.