Mon Jun 01 2026

Logo

આજે આટલું જ ...તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન

2026-05-03 08:40:00
Author: Shobhit Desai
Article Image

- શોભિત દેસાઈ

 

નારી તું   નારાયણી...

 

એ જ તો ક્યારનો ઢોલનગારા વગાડી વગાડીને કહું છું કે કરોડોના ઈવેન્ટ મેનેજમેન્ટના ખર્ચા, લાગણીનું બહુ જ બેહૂદુ પ્રદર્શન જ્યાં ને ત્યાં આખા અઠવાડિયાના Invitee Participationના દરેક Event દરમ્યાન અને બીજા દિવસે આવતાWhatsapp Messagesઅને/અથવા રૂબરૂ ફોનકોલ્સ દ્વારા નીકાળાતો (અંગ્રેજી મીડિયમની ગુજરાતી પેઢીની અત્યારની ગુજરાતી ભાષા) તાગ પણ હજી કોઈ બહુ જ નિરવ ખૂણામાં ધબકતો બાપ દીકરીનો વાત્સલ્ય-આદર ભાવ અકબંધ છે, એવો ને એવો છે, એની યથાવતતામાં ભંગાણ નથી પડી શક્યા...

 

મારા પરમ વહાલા દેવીઓ અને સજ્જનો! ન નકારી નાંખો ઈન્સ્ટાગ્રામને કદીય... મરીઝ જેવી સરળતમ બાની જેની પાસે છે એવા શાયરની ઇન્સ્ટાગ્રામની ગઝલની જબાનમાં કહું તો...

 

પૂરાને ઘર કો ગિરાયા તો બાપ રોને લગા.

ખુશીને દિલ સા દુખાયા તો બાપ રોને લગા.

જો અમ્મી ના રહી તો ક્યા હુઆ કી હમ સબ હૈં

જવાબ બન નહીં પાયા, તો બાપ રોને લગા.

યે રાત ખાંસતે રહતે હૈ હોતી હૈ તકલીફ

 બહુને સબમેં જતાયા તો બાપ રોને લગા 

 

બિઠા કે રીકશે મેં કલ શબ રવાના કરતે હુએ 

દિયા બેટીને કિરાયા તો બાપ રોને લગા 

 

બના દિયે હમેં કમરે, ખુદ ઉસકો ટીવીને 

મદીના - કાશી દિખાયા તો બાપ રોને લગા.

કલ ઉસકે દોસ્તકો બાહર સે ટાલને કે બાદ 

ઉસે ફકીર બતાયા તો બાપ રોને લગા.

બહન રવાનગીસે પહલે પ્યાર લેને ગઈ 

તો કુછ ભી દે નહીં પાયા તો બાપ રોને લગા.

કિયા હી ક્યા હૈ ભલા આજ તક હમારે લીયે?! 

સવાલ જ્યોંહી ઊઠાયા તો બાપ રોને લગા.

 

તબીબ કહતા થા પાગલ કો કુછ ભી યાદ નહીં 

ગલે સે મૈને લગાયા તો બાપ રોને લગા.

ન જાને "કૈસ”ને કીસ જઝબે સે યે ક્યા લીખ્ખા?

કે જૂંહી પઢ કે સૂનાયા તો બાપ રોને લગા.

શહઝાદ કૈસ

 

આટલી અદ્ભુત ગઝલ જે બોલી છે એનું નામ દિપ્તી છે કે અદિબાહ છે એ તો જાણ નથી મારા જેવા ઈન્ટરનેટ અજ્ઞાનીને, પણ એ જે હોયતે સ્ત્રીનું પઠન ગઝલની અદ્ભુતતાથી સહેજ પણ ઓછું નથી એ તમારી જાણ ખાતર..! સ્ત્રી પાસે શ્રૃંગારમય વસ્ત્ર તો છે જ છે, સાથે સાથે સમગ્ર વિશ્ર્વના રોજબરોજના વહેવારનું અતિ કૌશલ્ય ભર્યું સંચાલન કરવાના અસ્ત્ર પણ છે જ છે અને એ ધારી લે સંગઠિત થવાનું ત્યારથી સમૂહમાં અને ત્યાં સુધી એકલી જા ને રે નું સાક્ષાત સ્વરૂપ ધારણ કરવાના અમોઘ શસ્ત્ર પણ છે જ છે. નહીં... ઓ ભાઈ... કે બહેન... આમાં અંબા, કાલી કે બીજી માઓના દેવી સ્વરૂપો ઈન્વોલ્વ કરતા જ નહીં... તમે પુરુષો જેની પૂજા કરો છો એના બાળ સ્વરૂપ કે કિશોરી સ્વરૂપ કે સંપૂર્ણ નારી સ્વરૂપ પર અત્યાચાર ગુજારતા પહેલા કે બળાત્કાર પહેલાં લગરીક વિચાર્યું છે કે આ એ જ છે જેની સવારે તમે પૂજા કરી હતી અને અહીંથી ‘પતાવી’ને સ્થાનક પર સિંદુર ચઢાવા કે નમાઝ પઢવા જવાના છો? તો પછી આટલા દંભી, આટલા દેખાડાખોર અને હિપોક્રેટ તો ના બનો હે દુનિયાભરના બેઈલ મેળવનારાઓ અને પકડાયા વગરનાઓ!

 

અને એય સ્ત્રી! હવે તું ખબર પાડ તારી જાતને! અને માન કે તું કોણ છે?! દર વખત બધા તને ભોળવીને તારો કેમ દુરુપયોગ કરે છે? અરે છોડ એ જ ક્ષણે એવા દરેક કર્મને કે જે તારા સ્ત્રીત્વને હાની પહોંચાડતું હોય... જરૂર જા તું એ દરેક જગ્યાએ જ્યાં તારું સ્વમાન રક્ષાતું હોય, પણ તારા પર પડતી દરેક નજર તારા તરફના સમ્માનની નથી હોતી, એમાંથી પોણા ભાગની તો નર્યા વિકારથી ભરી હોય છે ખાસ કરીને એવે સ્થળે જ્યાં દીકરો ન આવે ત્યાં સુધી જ દીકરીના જણતરથી લઈને આવ્યા પહેલાં વિદાય આપવાની ‘જોગવાઈ’ થતી 

હોય.

 

આનાથી વધુ એક અક્ષર આ વિષય પર હું અહીં પાડું તો વાત બોધજન્ય એટલે કે સ્ટુપીડ એટલે કે નોનસેન્સ થઈ જશે, પણ મહાનાયકે જે માત્ર 4-5 ફિલ્મોમાં જ અંતિમ કક્ષાનું પાત્ર નિભાવ્યું છે અને મારા હિસાબે તો આ એમની Career Best Film છે- પિંક - એમાં જરાક પણ પ્રાધાન્ય ન મેળવી શકી એ તનવીર ગાઝીની નઝમ...

 

તૂ ખુદ કી ખોજમેં નિકલ તૂ કિસ લિયે હતાશ હૈ

તૂ ચલ તેરે વજૂદકી સમય કો ભી તલાશ હૈ

 

જો તુઝસે લિપટી બેડિયાં સમઝ ન ઈનકો વસ્ત્ર તૂ

યે બેડિયાં પિઘાલ કે બનાલે ઈનકો શસ્ત્ર તૂ

 

ચરિત્ર જબ પવિત્ર હૈ તો ક્યોં હૈ યે દશા તેરી 

કીસી કો કોઈ હક નહીં કરે વો દુર્દશા તેરી 

 

ચૂનર ઊડા કે ધ્વજ બના ગગનભી કંપકંપાયેગા 

અગર તેરી ચૂનર ગિરી તો એક ભૂકંપ આયેગા

 

તૂ ચલ તેરે વજુદ કી સમય કો ભી તલાશ હૈ

તૂ ખુદ કી ખોજમેં નિકલ તૂ કિસ લિયે હતાશ હૈ

 

સર અમિતાભ બચ્ચન પહાડી, ઊંડા, ગંભીર અવાજમાં પઠન કરે ત્યારે સવાલ એક જ થાય અમિતાભ પાઠક મોટા કે અમિતાભ અદાકાર મોટા?!

 

આજે આટલું જ...