Fri Oct 09 2026

Logo

મહાદેવ એપના પ્રમોશનના પૈસા પરત કર્યા, Shefali Baggaએ EDને આપ્યા ₹1.20 કરોડ

2026-10-08 22:50:34
Author: Mumbai Samachar Team
મહાદેવ એપના પ્રમોશનના પૈસા પરત કર્યા, Shefali Baggaએ EDને આપ્યા ₹1.20 કરોડ

મુંબઈઃ સ્પોર્ટ્સ પ્રેઝન્ટેટર અને બિગબોસ ફેમ શેફાલી બગ્ગા પર મહાદેવ બેટિંગ એપ્લિકેશનના કેસ મુદ્દે કેટલાક આરોપ સામે આવ્યા છે. આ કેસમાં હવે ટીવી મોડેલે મોટી સ્પષ્ટતા કરી દીધી છે. શેફાલીએ કહ્યું કે, અજાણતા બેટિંગ એપ્લિકેશનનું પ્રમોશન કર્યું. તપાસમાં શેફાલીએ જે તે અધિકારીઓને પૂરતો સહયોગ આપ્યો છે. ED તરફથી ફાઈલ કરવામાં આવેલી ચાર્જશીટના રિપોર્ટ અનુસાર આ કેસમાં એની પૂછપરછ કર્યા બાદ શેફાલીએ ₹1.20 કરોડ જમા કરાવી દીધા છે. 

બ્રાંડને પ્રમોટ કરવાનો આરોપ

મહાદેવ બેટિંગ એપ્લિકેશનને પ્રમોટ કરવા માટે આ રકમ લીધો હોવાનો એના પર આરોપ છે. શેફાલીએ પોતાની વાત કરતા કહ્યું હતું કે, મારૂ કામ માત્ર સોશિયલ મીડિયા પર કેટલીક બ્રાંડને પ્રમોટ કરવાનું હતું. પણ મેં અજાણતા મહાદેવ બેટિંગ એપ્લિકેશનને પ્રમોટ કરી દીધી. જે રીતે જાણીતા કલાકારો અને સેલેબ્સ કરી રહ્યા છે. એવું હું કરતી. આ સિવાય કોઈ બ્રાંડ અથવા કોઈ બીજી સંસ્થા સાથે જોડાયેલી કોઈ જ પ્રવૃતિ કે કામકાજમાં મારી કોઈ ભૂમિકા નથી. તપાસ એજન્સીની તપાસમાં મેં પૂરો સહયોગ આપ્યો છે. જે પૈસા લીધા હતા એ પરત આપી દીધા છે અને મને આપણા દેશના કાયદા પર પૂરો ભરોસો છે. ઈડીને આ અંગે ચોક્કસ ઈનપુટ મળ્યા હતા કે, શેફાલીએ મહાદેવ બેટિંગ એપ્લિકેશનના પ્રમોશન માટે એક વીડિયો બનાવવા માટે ₹1.5 કરોડ લીધા હતા. દિલ્હીમાં જયારે એના ઘરે તપાસ કરવામાં આવી એ દરમિયાન ઈડીના અધિકારીઓએ ₹30 લાખની રોકડ જપ્ત કરી લીધી હતી. 

નેટવર્ક મોટુ છે

આ નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું છે અને અહેવાલો અનુસાર, તેમાં અનેક જાણીતી હસ્તીઓ સંડોવાયેલી છે. અગાઉની તપાસમાં, EDએ કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી અને આ કૌભાંડ સાથે સંકળાયેલા વ્યક્તિઓની ધરપકડ કરી હતી. 'મહાદેવ' સટ્ટાબાજીની એપ એક વિશાળ ગેરકાયદેસર વ્યવસાયમાં ફેરવાઈ ગઈ છે. ED આ દેશવ્યાપી સટ્ટાબાજીના નેટવર્ક અંગેની પોતાની તપાસનો વ્યાપ વધારી રહી છે. આ પહેલા પણ બોલિવૂડની જાણીતી હસ્તીઓ આ એપ્લિકેશન થતી તપાસના દાયરામાં આવી ચૂકી છે. એમાં કેટલાય મોટા કલાકારોના નામ પણ છે. આ તપાસમાંથી હવે શું સામે આવે છે એના પર સૌની નજર છે. આ અંગે કોર્ટ કોઈ મોટો નિર્ણય પણ આપી શકે છે.