Wed Oct 07 2026

Logo

48 કલાક બાદ શનિદેવ કરશે નક્ષત્ર પરિવર્તન, પાંચ રાશિના જાતકો 122 દિવસ જીવશે રાજા જેવું જીવન...

2026-10-07 16:27:36
Author: Darshana Visaria
48 કલાક બાદ શનિદેવ કરશે નક્ષત્ર પરિવર્તન, પાંચ રાશિના જાતકો 122 દિવસ જીવશે રાજા જેવું જીવન...

જ્યોતિષશાસ્ત્રમાં કર્મફળ દાતા અને ન્યાયના દેવતા ગણાતા શનિદેવની ચાલ અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. શનિદેવ વક્રી, માર્ગી, રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન દ્વારા તમામ રાશિઓ પર લાંબાગાળાની અસરો જોવા મળે છે. શનિદેવ ખૂબ જ ટૂંક સમયમાં નક્ષત્ર પરિવર્તન કરીને પોતાના જ સ્વામિત્વવાળા 'ઉત્તરા ભાદ્રપદ' નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને આઠમી ફેબ્રુઆરી સુધી આ જ નક્ષત્રમાં બિરાજમાન રહેશે.

જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 27 નક્ષત્રોમાંથી 26મું નક્ષત્ર ગણાતા ઉત્તરા ભાદ્રપદના સ્વામી ખુદ શનિદેવ હોવાથી 48 કલાક બાદ એટલે કે 9મી ઓક્ટોબરના શનિનું પોતાના જ નક્ષત્રમાં પરિભ્રમણ કરવું એ જ્યોતિષની દ્રષ્ટિએ રાજયોગ સમાન માનવામાં આવે છે. આ ગોચર આગામી 122 દિવસ સુધી કેટલીક રાશિઓ માટે સાક્ષાત વરદાન સાબિત થઈ શકે છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેમને આ સમયગાળા દરમિયાન અપરંપાર લાભ થઈ રહ્યો છે. 

વૃષભઃ
શુક્રના આધિપત્યવાળી વૃષભ રાશિના જાતકો માટે આ 122 દિવસ નાણાકીય દ્રષ્ટિએ ઉત્તમ સાબિત થશે. ઘણા સમયથી ફસાયેલા કે ઉછીના આપેલા પૈસા પાછા મળવાના મજબૂત યોગ બની રહ્યા છે. પરિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહેશે અને ઘરમાં કોઈ શુભ કે માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે.

વૃશ્ચિકઃ
મંગળના સ્વામિત્વવાળી વૃશ્ચિક રાશિ માટે શનિદેવ ભાગ્યનો પૂરો સાથ આપશે. નોકરી અને વેપાર ક્ષેત્રે મુસાફરી કે વિદેશ યાત્રાની ઉત્તમ તકો મળી શકે છે, જે ભવિષ્યમાં મોટો આર્થિક નફો કરાવશે. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમને પોતાની અથાક મહેનતનું ધાર્યું પરિણામ અને જ્વલંત સફળતા મળશે.

મેષઃ
મેષ રાશિના જાતકો માટે આ નક્ષત્ર ગોચર નવી ઉર્જા લઈને આવશે. આત્મવિશ્વાસ વધવાથી તમે વ્યવસાય કે કરિયરમાં મહત્વપૂર્ણ નિર્ણયો સરળતાથી લઈ શકશો. નોકરિયાત વર્ગને તેમની મહેનતનું પૂર્ણ ફળ મળશે. ઓફિસમાં સિનિયર અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે અને પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટ મળવાના ઉજળા સંકેતો છે.

સિંહઃ
સૂર્યના આધિપત્યવાળી સિંહ રાશિના લોકો માટે આ સમયગાળો ચારે તરફથી લાભદાયી રહેશે. વેપારીઓને મોટી ડીલ કે પ્રોજેક્ટ મળવાથી નફાનું પ્રમાણ આકાશે આંબી શકે છે. સમાજ અને કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા, રૂત્બો અને નેતૃત્વની કદર થશે. અટકેલા સરકારી કે કાનૂની કાર્યોમાં સફળતા મળશે.

મકરઃ
મકર રાશિના સ્વામી ખુદ શનિદેવ હોવાથી તેમના આશીર્વાદ સદાય આ રાશિ પર રહે છે. લાંબા સમયથી ચાલી આવતી માનસિક ચિંતાઓ, શારીરિક વ્યાધિઓ કે પારિવારિક તાણમાંથી આખરે મુક્તિ મળશે. આવકના નવા સ્ત્રોત ખુલવાથી આવકમાં જંગી વધારો થશે અને બેંક બેલેન્સ મજબૂત બનશે.