બુધવારે બજારમાં લાલ નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. શેરબજાર પર યુએસ અને ઇરાન યુદ્ધની અસરની સાથે સાથે ક્રૂડ 99 ડોલરની ઉપર જતા માર્કેટમાં નેગેટિવ અસર જોવા મળી રહી છે. સાથે જ આઇટી સેક્ટર પણ માર્કેટને નીચેની તરફ ખેંચી રહ્યું છે.
બજારમા 1357 શેરમાં વધારો તો 1610 શેર ઘટાડો દર્શાવી રહ્યા છે. 162 શેરમા કોઇ ફેરફાર નથી. નિફ્ટીમાં વધનારા શેરોમાં મેક્સ હેલ્થકેર, અદાણી એન્ટરપ્રાઇઝ, હિન્દાલ્કો, ONGC, L&T ટોપ ગેઇનર્સ શેરોમાં સામેલ છે. જ્યારે નિફ્ટી લૂઝર્સની વાત કરીએ તો ઇન્ફોસિસ, HCL ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા, વિપ્રો અને ટીસીએસમાં વેચવાલીનો મૂડ દેખાઇ રહ્યો છે. IT ઇન્ડેક્સ 3% ટકા નીચે છે તો એનર્જી શેરોમાં1%નો વધારો છે. નિફ્ટી મિડકેપ ઇન્ડેકસ 0.4%, અને સ્મોલકેપ 0.3% ટકા નીચે છે.
એશિયન બજારોના હાલ
એશિયન બજારોની વાત કરીએ તેમાં ઉતાર-ચડાવનો માહોલ છે. આ લખાય છે ત્યાં સુધી ગિફ્ટ નિફ્ટી, સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગ, જકાર્તા રેડ ઝોનમાં છે તો શાંઘાઇ, કોસ્પીમાં લીલા નિશાન સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.