રિયાધઃ યમનના હૂતિયોના સતત થઇ રહેલા ભીષણ હુમલા વચ્ચે સાઉદી અરેબિયાએ તેની એક મોટી પાઇપલાઇન બંધ કરી દીધી છે. આ પાઇપલાઇન પર એક દિવસ પહેલા ડ્રોનથી હુમલો થયો હતો. સાઉદી અરેબિયાના બે અધિકારીઓએ જણાવ્યું કે એક દિવસ પહેલા થયેલા હુમલા બાદ ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇનને બંધ કરી દેવામાં આવી છે. ઇરાની સેના દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પ્રભાવી રીતે બંધ કરી દીધા બાદ આ પાઇપલાઇન સાઉદી અરેબિયાની તેલ નિકાસક માટે લાઇફલાઇન બની ગઇ છે.
પાઇપલાઇનને ભારે નુકસાનના થયાના સમાચાર
જો કે હજુ ડ્રોન હુમલામાં પાઇપલાઇનને નુકસાન થવા અંગે આધિકારીક જાણકારી સામે નથી આવી. સાઉદી ઉર્જા મંત્રાલયે આ પાઇપલાઇનને બંધ સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ કરવા માટે ઉઠાવેલું પગલું ગણાવ્યું. જો કે ઇરાન સમર્થિત આઉટલેટ ધ હોર્મુઝ લેટરે સૂત્રોને ટાંકીને જણાવ્યું કે પાઇપલાઇનને ઓછામાં ઓછી 8 જગ્યાઓ પર ભારે નુકસાન થયું છે. તેમણે કહ્યું કે મદીનાના દક્ષિણ-પૂર્વમાં પાઇપલાઇનના રસ્તે આગળ આગ લાગી છે.
ઇરાકથી આવેલા ડ્રોને કર્યો હુમલો
સૂત્રોએ જણાવ્યું કે હુમલા પછી તરત જ ઇમરજન્સી અને સ્પેશિયલાઇઝ્ડ ટેકનિકલ ટીમો એક્શનમાં આવી ગઈ. ઇમરજન્સી રિસ્પોન્સ પ્લાન હેઠળ પાઇપલાઇનને સુરક્ષિત કરવા અને તેની સુરક્ષાનું આકલન કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા.
સાઉદીના તેલ નિકાસની લાઇફલાઇન
ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇન સાઉદી અરેબિયાનો એકમાત્ર એવો તેલ નિકાસ રૂટ છે જે હોર્મુઝમાંથી પસાર થતો નથી. આ પાઇપલાઇન દ્વારા સાઉદી લાલ સમુદ્રના માર્ગે તેલ બહાર મોકલે છે. તેની ક્ષમતા દૈનિક ૭૦ લાખ બેરલની છે. ૧૯૮૦ના દશકમાં બનેલી આ પાઇપલાઇને સાઉદી અરેબિયા માટે તેલ નિકાસ ચાલુ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ખાસ કરીને જ્યારે ઇરાન અને અમેરિકા વચ્ચેની લડાઇના કારણે હોર્મુઝની સમુદ્રધૂની (જલડમરૂમધ્ય)થી નિકાસમાં અડચણ આવી છે. હાલમાં આ પાઇપલાઇનમાંથી કંઈપણ પસાર થઈ રહ્યું નથી.