વોશિંગ્ટન પોસ્ટ: યુએસ અને ઇઝરાયલે ગઈ કાલે શનિવારે ઈરાન પર મિસાઈલ હુમલો કરીને મધ્યપૂર્વમાં અશાંતિની આગમાં ઘી હોમ્યું હતું, ઈરાને પણ વળતો હુમલો કરીને મધ્યપૂર્વમાં આવેલા યુએસના લશ્કરી મથકો અને ઇઝરાયલ પર હુમલા કર્યા હતાં. એવામાં એક અહેવાલ છે કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ગયા મહિને યુસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અનેક વાર ફોન કરીને ઈરાન પર હુમલો કરવા માટે દબાણ કર્યું હતું.
નોંધનીય છે કે ઈરાન અને સાઉદી અરેબિયા દશકોથી એક બીજાના કટ્ટર દુશ્મનો રહ્યા છે. તાજેતરમાં સાઉદીએ ઈરાન અને યુએસને રાજદ્વારી વાટાઘાટો દ્વારા વિવાદ ઉકેલવા અપીલ કરી હતી. એવામાં યુએસના એક પ્રમુખ અખબારના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સાઉદી આરેબીયા ઉચ્છતું હતું કે યુએસ અને ઇઝરાયલ ઈરાન પર હુમલો કરે.
સાઉદીની ડબલ ગેમ:
જાન્યુઆરીમાં ક્રાઉન પ્રિન્સ સલમાને કહ્યું હતું કે ઈરાન પર હુમલો કરવા માટે તેઓ સાઉદીના હવાઈ ક્ષેત્ર અથવા જમીન પ્રદેશનો ઉપયોગ નહીં કરવા દે. તેમણે એમ પણ કહ્યું હતું કે સાઉદી અરેબિયા ઈરાનની સાર્વભૌમત્વનું સમાન કરે છે, યુઆ અને ઈરાને વાતચીત દ્વારા મુદ્દાઓ ઉકેલવા જોઈએ.
નોંધનીય છે કે યુએસ અને ઈરાનના અધિકારીઓ કતારના દોહામાં વાટાઘાટો કરી રહ્યા હતાં. જાહેરમાં ક્રાઉન પ્રિન્સ સલમાને આ વાટાઘાટોનું સમર્થન કર્યું હતું અને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી, પરંતુ હકીકતે તેઓ ઈરાનને તબાહ કરવા ઈચ્છતા હતાં.
નેતન્યાહૂએ પણ કર્યું હતું દબાણ:
અહેવાલ મુજબ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સલમાને ટ્રમ્પને ખાનગી ફોન કોલ ઇઝરાયલ સાથે મળીને ઇરાન પર હુમલા કરવા માટે દબાણ કર્યું હતું. બીજી તરફ ઇઝરાયલનાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ ઈરાન પર હુમલા માટે યુએસ પર સતત દબાણ કરી રહ્યા હતાં.
અહેવાલ મુજબ સાઉદી અરેબિયા અને ઇઝરાયલના સંયુક્ત દબાણને કારણે ટ્રમ્પે ઈરાનના નેતૃત્વ અને સૈન્ય મથકો પર મોટા પાયે હવાઈ કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.
નોંધનીય છે કે યુએસના હુમલામાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીનું મૃત્યુ થયું છે, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે બદલો લેવાની ધમકી આપી છે, એવામાં આ સંઘર્ષ વિકરાળ રૂપ ઘરણ કરી શકે છે.