Thu May 28 2026

Logo

લહેરાતી ઝુલ્ફો અને હોટ અંદાજ, એનિમલ પ્રિન્ટ બિકીનીમાં બોલીવૂડ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર લગાવી આગ...

2026-05-27 22:49:32
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડ એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રા પોતાની શાનદાર એક્ટિંગની સાથે સાથે અદભુત ફેશન સેન્સ માટે પણ જાણીતી છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર સાન્યા મલ્હોત્રાના લેટેસ્ટ ફોટોશૂટના ફોટોઝ વાઈરલ થઈ રહ્યા છે. આ લેટેસ્ટ ફોટોશૂટમાં સાનિયાનો લૂક જોઈને ફેન્સ તેના પરથી નજર હટાવી શક્યો નહોતા. ચાલો જોઈએ શું ખાસ સાનિયાના લૂકમાં... 

સાન્યા મલ્હોત્રાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટના ફોટો શેર કર્યા છે. સાન્યાના આ ફોટો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે, વાઈરલ થઈ રહેલાં સાન્યાના આ ફોટોમાં તેનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ, ગ્લેમરસ અને આર્ટિસ્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે, જેને જોઈને ફેન્સ દિલ હારી બેઠા છે.

વાઈરલ થઈ રહેલી બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોમાં સાન્યા મલ્હોત્રાએ એનિમલ પ્રિન્ટ બિકીની કેરી કરી છે, જે તેના લુકને અત્યંત હોટ અને બોલ્ડ બનાવી રહી છે. આ ગ્લેમરસ બિકીની સાથે સાન્યાએ બ્લેક કલરનું જેકેટ મેચ કર્યું છે, જે તેના આખા લુકને એક મોર્ડન અને હાઈ-ફેશન વાઈબ આપી રહ્યું છે. સોફે પર બેસીને સાન્યાએ જે રીતે પોઝ આપ્યા છે તે જોઈને તેની અદાઓ પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ છે.

ફોટોશૂટમાં બેકગ્રાઉન્ડ અને લાઈટિંગને ખૂબ જ સિમ્પલ એટલે કે મિનિમલ રાખવામાં આવ્યું છે, જેથી આખું ફોકસ સાન્યાના લુક અને કિલર એક્સપ્રેશન્સ પર જ રહે. ખુલ્લા વાળ અને ચહેરા પરની આ સહજતા સાન્યાની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે. તેના આ ફોટો એ બોલ્ડનેસ અને એલિગન્સનું એકદમ પર્ફેક્ટ કોમ્બિનેશન છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. તમે પણ એક્ટ્રેસના આ વાઈરલ ફોટોશૂટના ફોટા ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો... 

વર્કફ્રન્ટની વાત કરીએ તો, સાન્યા મલ્હોત્રા આગામી સમયમાં કેટલાક મોટા બેનરની ફિલ્મોમાં જોવા મળવાની છે, પરંતુ તે પહેલાં તેના આ હોટ અવતારે ઈન્ટરનેટ પર તાપમાન વધારી દીધું છે.