Tue Apr 21 2026

Logo

શ્વસનતંત્ર બીમારી શ્રેણી દમ કાઢી નાખે એવી ઉપાધિ દમ એટલે શું?

2026-04-21 10:08:00
Author: Smruti Shah Mehta
Article Image

શ્વાસનળીમાં કોઈપણ કારણોસર સોજો આવવાથી તે સંકોચાઈ જાય. તેથી શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાય, તેને દમ કે અસ્થમા કહેવાય છે.

આરોગ્ય પ્લસ - સંકલન: સ્મૃતિ શાહ મહેતા

* સ્વસ્થ વ્યક્તિની શ્ર્વાસનળી

* ફેફસાં

* દમના દર્દીની શ્ર્વાસનળી

* શ્વાસનળીને સોજો આવવાથી તે સંકોચાઈ જાય છે.

કેવી હોવી જોઈએ જીવનશૈલી ?

*  નિયમિતપણે 25થી 30 મિનિટ અનુલોમ-વિલોમ અને કપાલભાતી પ્રાણાયામ કરવા, એ અસ્થમાનો અકસીર ઉપાય છે માટે આળસ છોડીને રોજ પ્રાણાયામ કરવા.

*  ભેજવાળા, ઠંડા, ગંદા અને હવા-ઉજાસ વગરના વાતાવરણમાં ન રહેતા શુદ્ધ હવાનું સેવન કરવું.

*  ઠંડા પાણીએ ન નહાતા, હૂંફાળા પાણીએ સ્નાન કરવું.

*  દમના દર્દીઓએ પેટ સાફ રહે તેની ખાસ સાવધાની રાખવી.

*  રાત્રિના ઉજાગરા ત્યાગવા અને દિવસે સૂવું નહીં.

*  દમના દર્દીએ ગરમ કપડાં પહેરવાં. ઠંડી ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું.

*  જે આહાર, સ્થળ, દવા અને હવા એક દમના દર્દીને માફક આવે તે કદાચ બીજા દમના દર્દીને માફક ન પણ આવી શકે. માટે દમના દર્દીએ પોતાના ઉપર જ અભ્યાસ કરી યોગ્ય આહાર-વિહાર, હવા-પાણી, વાતાવરણ વગેરે નક્કી કરવા.

*  દમના દર્દીએ વારંવાર ચિકિત્સક બદલવા નહીં. કેમ કે, કોઈપણ ચિકિત્સકને દર્દીની પ્રકૃતિ જાણતા વાર લાગે છે અને યોગ્ય પ્રકૃતિ જાણ્યા વિના આપેલી કોઈપણ દવા અસરકારક થતી નથી.

* દમના દર્દીઓએ દિવસે અને વધુ સૂવાની આદત ખાસ ટાળવી.

*  દમના પ્રાય: દર્દીઓ પ્રાણાયામ કરવામાં આળસ કરતા હોય છે, પરંતુ જો દમને મૂળમાંથી નાબૂદ કરવો હોય તો નિયમિત પ્રાણાયામ કરવા.

શું હોવો જોઈએ આહાર?

* દમના દર્દીઓએ હંમેશાં પચે એટલું જ જમવું. નહીંતર દમનો હુમલો વધી શકે છે.

*  દમ એ પ્રાય: કફપ્રધાન રોગ છે. તેથી દમના દર્દીઓએ કફનાશક આહારનું સેવન કરવું.

*  સૂંઠવાળું ઉકાળેલું પાણી પીવું હિતાવહ છે.

*  ફળોનું સેવન વધુ કરવું.

* મગનું ઓસામણ, મસુરની દાળ, કળથીની દાળ, મૂળાના કંદ વિનાના કુમળા પાનનું શાક ફાયદાકારક છે.

* કોઈપણ પ્રકારનું ગળપણ, ખાસ કરીને ખાંડના પદાર્થોનો ત્યાગ રાખવો.

*  સૂર્યાસ્ત પછીના ભોજનનો સર્વથા ત્યાગ રાખવો.

*  તળેલા, ચરબીવર્ધક અને ઠંડા પદાર્થો ન લેવા.

દમનાં લક્ષણ

* મોટે ભાગે પાછલી રાત્રે દમનો વેગ વધી જાય છે. કોઈને આખી રાત, કોઈને દિવસે તો કોઈને અવિરત ચાલુ રહે છે.

* શ્વાસ લેતા સમયે સિસોટી જેવો અવાજ આવવો. 

* હૃદય, છાતી અને ગરદનમાં પીડા થવી.

* વારંવાર કફ અને શરદી થવી.

* માથું દુ:ખવું અને થાક અનુભવવો.

* દાદરો ચડતા શ્ર્વાસ ચડવો

* સૂવામાં મુશ્કેલી થવી.

* બોલવામાં કે એકાગ્રતા રાખવામાં મુશ્કેલી થવી.

શું છે એનાં કારણ

* વાતાવરણ : શ્વાસમાં દૂષિત હવા આવી જવાથી.

* અમુક પ્રકારના ઝાડ, પરાગરજ, ધૂળ વગેરેની એલર્જી હોવાથી.

* ઠંડા અને સૂકા વાતાવરણમાં રહેવાથી.

* શરદી, કફ, ઉધરસ, એસીટીડી વગેરે થવાથી.

* ધૂમ્રપાનનું વ્યસન તથા કોઈ ધૂમ્રપાન કરતું હોય તો તેના ધુમાડાથી.

* સ્ટ્રેસ, શ્રમરહિત જીવન અને અતિ મૈથુનથી.

* સ્થૂળપણું.

* પેનકિલર જેવી અમુક પ્રકારની દવાઓ લેવાથી.

* વિટામિન-ઇ12 અને વિટામિન-ઈની કમી હોવાથી.

* અમુક લોકોને વારસાગત પણ થઈ શકે છે.

દમના ઉપચાર 

* સવાર-બપોર-સાંજ 1 ચમચી મરીનો પાવડર, 1 ચમચી મધ અને 1 ચમચી ખાંડ ભેગું કરીને લેવું.

રોજ સવારે ભૂખ્યા પેટે 1 કપ ગાજરનો રસ પીવાથી અને ગાજરના રસનાં ચાર-પાંચ ટીપાં નાકમાં નાખવાથી દમનો રોગ જડમૂળથી મટે છે.

* 3 ગ્રામ તુલસીનો અને 3 ગ્રામ આદુંનો રસ, 1 ચમચી મધ સાથે મેળવીને રોજ સવાર-સાંજ લેવાથી દમ મટે છે.

* 1 ચમચી ઘી સાથે અડધી ચમચી દળેલી હળદર ચાટીને ઉપર 1 કપ ગરમ દૂધ પીવું.

* 3-5 લવિંગ ચાવીને ખાવા.

 રોજ રાત્રે થોડી ખજૂર ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળી જાય છે અને દમ મટે છે.

અડધી ચમચી શેકેલો અજમો ગરમ પાણી સાથે જમ્યા બાદ લેવાથી દમમાં રાહત થાય છે.

હળદર અને સૂંઠનું ચૂર્ણ મધ સાથે લેવું.