મુંબઈઃ અંબાણી પરિવારમાં દરેક તહેવારની ધામધૂમથી ઉજવણી થાય છે, તહેવાર હોય કે પ્રસંગ અંબાણી પરિવારને ત્યાં સેલેબ્સનો જમાવડો નવી વાત નથી. પણ આ વખતે જે રીતે સેલેબ્સ મસ્ત ટ્રેડિશનલ આઉટફિટ્સ પહેરીને આવ્યા છે એની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. અંબાણીના એન્ટિલિયામાં ગણપતિ ઉત્સવમાં ભાગ લેવા માટે બોલિવૂડની મોટી મોટી હસ્તીઓ આવી હતી. આ દરમિયાન યંગ બોલીવુડ દીવાઝનો એક અલગ અંદાજ જોવા મળ્યો હતો. અનન્યા પાંડે, શનાયા અને રાશા સુધીની એક્ટ્રેસે એકથી એક ચડિયાતા ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યા હતા. આ ઉપરાંત મિનિમલ જ્વેલરી સાથે પોતાનો લૂક પૂરો કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ ફોટોઝ આવતા સેલેબ્સના પેજ પર લાખોની સંખ્યામાં વિઝિટર્સ આવી રહ્યા છે.
રાશાની દમદાર એન્ટ્રી
ગણપતિ સેલિબ્રેશનમાં એક્ટ્રેસ રાશા થડાનીએ એબ્રોડરી બોર્ડર અને હાઈ નીટેડ વર્ક સાથે ચોલી પહેરી હતી. આ લૂકમાં તે ખરેખર શાનદાર લાગી રહી હતી. સ્ટાઈલીશ બ્લાઉઝ અને દુપટ્ટા સાથે તેણે પોતાનો લૂક પૂરો કર્યો હતો. એક્ટ્રેસ શનાયા કપૂરે પણ પર્પલ ડ્રેસમાં પોતાની અલગ છાપ છોડી હતી. પર્પલ સાડીમાં તેનો લૂક દમદાર લાગી રહ્યો હતો. આ સાથે તેણે કૉર્સેટ સ્ટાઈલ ગોલ્ડન વર્કવાળું બ્લાઉઝ પહેર્યું હતું. ગળામાં એક ટ્રેડિશનલ નેકસેલ સાથે પોતાનો લૂક પૂરો કર્યો હતો.

શનાયાએ અંબાણી હાઉસમાં એન્ટ્રી લેતા પહેલા પણ એકથી એક બેસ્ટ પોઝ આપ્યા હતા. અનન્યા પાંડે પણ પોતાના ટ્રેડિશનલ લૂકમાં દમદાર લાગી રહી હતી. પીળા કલરની સાડીમાં તેણે હેવી ઈયરરિંગ્સ સાથે પોતાનો લૂક પૂરો કર્યો હતો. અનન્યા અને ઈશા બન્ને ખાસ ફ્રેન્ડ છે. જાહ્નવી કપૂરે પણ આ ઉત્સવમાં હાજરી આપીને ચાર ચાંદ લગાવી દીધા હતા. અહીંયા પણ તેનો ગ્લેમર લૂક જોવા મળ્યો હતો.

જાહ્નવીની ચોલીએ ધ્યાન ખેંચ્યું
બ્લુ અને પિંક કોમ્બિનેશનના ટ્રેડિશનલ ડ્રેસમાં તેના ચોલીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ એક કંમ્પ્લિટ ડીઝાઈનર્સ વેર છે. ગુજરાતી સ્ટાઈલમાં જાહ્નવીએ દુપટ્ટો પહેર્યો હતો. દુપટ્ટો પણ એકદમ વર્કવાળો અને એબ્રોડરીથી મસ્ત હતો. નેકલેસના બદલે એક્ટ્રેસે મસ્ત હેવી ઈયરરિંગ સાથે પોતાનો લૂક પૂરો કર્યો હતો, જ્યારે હાથમાં બ્રસલેટ સાથે બેંગલ્સ પહેરીને ફેન્સને એક મસ્ત પોઝ આપ્યો હતો.

જાહ્નવીએ પણ પાપારાઝીઓને મસ્ત પોઝ આપીને બેસ્ટ સ્માઈલ સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. ગણપતિ સેલિબ્રેશનમાં વરૂણ ધવનની ભાણેજે પણ મસ્ત લૂક કર્યો હતો. ચોલી સાથે સાડીની બેસ્ટ આઉટફિટ જોડીથી તેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બ્લુ અને રેડના કોમ્બિનેશન સાથે તેના પર ટ્રેડિનશનલ આઉટફિટ બેસ્ટ લાગી રહ્યા હતા. આઉટફિટને હાઈલાઈટ કરવા માટે તેણે મસ્ત ઈયરરિંગ પહેર્યા હતા. ખુશી કપૂરે પણ આ ઉત્સવમાં ખાસ હાજરી આપી હતી. ખુશીએ રેડ કલરની સાડી પહેરી હતી અને લૂક એકદમ સિંપલ રાખ્યો હતો. હોલ્ટર બ્લાઉઝ અને પાછળથી કટવાળા ફિટિંગ સાથે તેણે પોતાનો લૂક પૂરો કર્યો હતો. ગળામાં ચોકર અને કાનમાં સિંપલ પણ નાના એવા ઈયરરિંગ્સ પહેર્યા હતા.