અક્ષય કુમાર અને રાજપાલ યાદવની જોડી ફરી એકવાર પ્રિયદર્શનની આગામી ફિલ્મ 'ભૂત બંગલા' દ્વારા દર્શકોને હસાવવા માટે તૈયાર છે. જોકે, હાલમાં જ ફિલ્મના પ્રમોશન દરમિયાન એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં અક્ષય કુમાર રાજપાલ યાદવને સાઈડમાં કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર અક્ષય કુમારની ભારે ટીકા થઈ હતી, પરંતુ હવે રાજપાલ યાદવે પોતે આ વિવાદ પર મૌન તોડ્યું છે અને અસલી સત્ય જણાવ્યું છે. ચાલો તમને આખી ઈનસાઈડ સ્ટોરી જણાવીએ...
બોલીવૂડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર અને રાજપાલ યાદવના વાઈરલ થઈ રહેલાં વીડિયોને કારણે નેટિઝન્સમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ફિલ્મ ભૂતબંગલાના પ્રમોશનની ઈવેન્ટ દરમિયાન અક્ષય કુમારે રાજપાલ યાદવને સાઈડમાં જતાં રહેવાનું કહેતાં આ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. જોકે, હવે આ મામલે રાજપાલ યાદવે સ્પષ્ટતા કરી છે. અક્ષય કુમાર પ્રત્યે નેટિઝન્સનો ગુસ્સો ખોટો છે. આ ઘટના પાછળનું કારણ અપમાન નહીં પણ અક્ષય કુમારની શિષ્ટાચારની ભાવના હતી.
ટીવી સીરિયલ 'નાગિન'ના સેટ પર ફિલ્મ 'ભૂત બંગલા'ની ટીમ પ્રમોશન માટે પહોંચી હતી. જ્યાં અક્ષય કુમાર, એકતા કપૂર, પ્રિયંકા ચાહર ચૌધરી અને કનિકા માન સાથે પોઝ આપી રહ્યા હતા. આ દરમિયાન રાજપાલ યાદવ દોડીને આવ્યા અને છોકરીઓની વચ્ચે ઊભા રહી ગયા. અક્ષયે તેમને ત્યાંથી હટાવીને સાઈડમાં ઊભા રહેવા કહ્યું, જેને નેટિઝન્સે રાજપાલ યાદવના અપમાન તરીકે જોયું હતું.
साइड मे 🥺.
— Tahir Jasus (@Tahirjasus) March 21, 2026
.
.#akshaykumar #rajpalyadav #tahirjasus #Bollywoo pic.twitter.com/Bk6kYAgjYu
હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં રાજપાલ યાદવે જણાવ્યું હતું કે, એ દિવસે હું મોડો પડ્યો હતો અને બાકીની ટીમ મારી રાહ જોતી હતી. હું દોડીને આવ્યો અને સીધો છોકરીઓની વચ્ચે ઊભો રહી ગયો. અક્ષય પાજીની જૂની આદત છે કે જ્યારે ગ્રુપ ફોટો હોય ત્યારે તેઓ હંમેશા મહિલાઓને પ્રાથમિકતા આપે છે. તેઓ મને એમ કહી રહ્યા હતા કે આપણે મહિલાઓને વચ્ચે રાખીશું, હું એક બાજુ અને તું બીજી બાજુ ઊભો રહીશ.
રાજપાલ યાદવે વધુમાં એવું પણ ઉમેર્યું હતું કે, આ ઘટના અક્ષય કુમારના ઊંડા નૈતિક મૂલ્યો દર્શાવે છે. અમે 'મુજસે શાદી કરોગી' થી લઈને 'ભૂત બંગલા' સુધી ઘણી ફિલ્મો એક સાથે કરી છે. અમે એકબીજા પર ગુસ્સો કર્યો પણ પાડી હશે અને રિહર્સલ પણ કરી હશે, પણ રિયલ લાઈફમાં અમે એકબીજાનો ખૂબ આદર કરીએ છીએ, પ્રેમ અને સન્માન આપીએ છીએ. હું તેમની પાસેથી પ્રેરણા લઉં છું.
વાત કરીએ ફિલ્મ ભૂત બંગલાની રીલિઝ ડેટ વિશે તો અક્ષય કુમાર અને રાજપાલ યાદવની સુપરહિટ જોડી લાંબા સમય બાદ પ્રિયદર્શનના નિર્દેશનમાં જોવા મળશે. આ ફિલ્મમાં તબ્બુ, પરેશ રાવલ અને વામિકા ગબ્બી પણ મુખ્ય ભૂમિકામાં છે. 'ભૂત બંગલા' 10મી એપ્રિલ 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.