નવી દિલ્હીઃ દિલ્હીમાં યોજાનારા શિખર સંમેલનમાં વડા પ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ખાસ મુલાકાત થઈ શકે છે. 11 સપ્ટેમ્બરના રોજ બન્ને વચ્ચે એક ખાસ દ્વિપક્ષીય બેઠક યોજાશે. રશિયાની રાજધાની મોસ્કો ક્રેમલિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાનારી દ્વિપક્ષીય બેઠક અંગે વાત કન્ફર્મ કરતા ભારતને રશિયાનો એક રણનીતિક ભાગીદાર દેશ ગણાવ્યો છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચે એ પહેલા રાજધાની મોસ્કોમાં રહેલા પ્રવક્તા તથા રાષ્ટ્રપતિ પુતિનના પ્રેસ સચિવ દિમિત્રી પેસ્કોવે મંગળવારે એક વીડિયો પોસ્ટ કરીને જાણકારી આપી હતી. એમના નિવેદનમાં ભારત-રશિયા વચ્ચેના સંબંધોની વાત સાથે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિની સ્થિતિ પણ બતાવી હતી.
દિલ ખોલીને ચર્ચા કરી
પેસ્કોવે જણાવ્યું હતું કે, બન્ને દેશ વચ્ચે એક સંપર્ક હોવો ખૂબ જરૂરી છે, મહત્ત્વનો છે. ખાસ કરીને જ્યારે વડા પ્રધાનો મોદી સાથે જે બેઠક છે એને લઈને આ સંબંધો ખૂબ મહત્ત્વના છે. ભારત અને રશિયાના નેતાઓ વચ્ચે ખૂબ નજીકના સંબંધો પહેલાથી જ રહ્યા છે. એમના સંબંધો ખૂબ જ વ્યવહારિક છે અને તેઓ એકબીજા પ્રત્યે ખૂબ જ ઈમાનદાર છે.
કેટલાક વૈશ્વિક એજન્ડાઓ પર આંતરિક સંબંધો સાથે જોડાયેલા સંવેદનશીલ મુદ્દાઓ પર દિલ ખોલીને ચર્ચા કરે છે અને રચનાત્મક રીતે કામ પણ કરે છે. બ્રિક્સ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, હું તમને યાદ અપાવવા માગુ છું કે, બ્રિકસ કોઈ સંગઠન થી પણ એક અનોખી ક્લબ છે.
અમારી પાસે કોઈ ચાર્ટર, નિયમ અથવા કોઈ સ્થાયી કાર્યાલય નથી પણ એ દેશોની એક ક્લબ છે જે એક જ પ્રકારની વિચારધારા રાખે છે કે, દુનિયામાં કામ કેવું હોવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ. અલગ અલગ ક્ષેત્રમાં સહયોગ કેવી રીતે કરી શકાય. બ્રિક્સના ત્રણ પ્રમુખ સ્તંભનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રશિયા બ્રિક્સના ત્રણ સ્તંભમાં રાજનીતિ અને સુરક્ષા, અર્થ વ્યવસ્થા અને નાણાકીય બાબત, સાંસ્કૃતિક અને માનવીય સંપર્ક અને વિકાસમાં યોગદાન માટે સંપૂર્ણ રીતે પ્રયાસ કરે છે.
ગ્રૂપને વેગ આપી રહ્યા છીએ
આપણી પોતાની પણ કેટલીક એવી પહેલ છે એમાં કોઈ બેમત નથી પણ આ પહેલમાં અમે આ ગ્રૂપને અંદરથી વેગ આપી રહ્યા છીએ. બ્રિકસમાં અલગ અલગ રીતે અન્ય દેશ પણ જોડાય એ વિતારને અમે પણ સમર્થન આપી રહ્યા છીએ. વર્ષ 2024માં પાર્ટનર દેશની એક નવી શ્રેણી બ્રિક્સ પાર્ટનર કંટ્રી સિરીઝ બનાવવામાં આવી હતી. જે ખૂબ જ સારી રીતે વિકસિત થઈ રહી છે.
બેલારૂસ, બોલિવિયા, વિયેતનામ, કઝાકિસ્તાન, ક્યૂબા, નાઈઝિરિયા, મલેશિયા, થાઈલેન્ડ, યુગાંડા અને ઉઝ્બેકિસ્તાનને પાર્ટનર દેશનું પદ આપવામાં આવ્યું છે. આ દેશના પ્રતિનિધિ ધીમે ધીમે અલગ વર્કિંગ ગ્રૂપ અને ફોર્મેટમાં સામેલ થશે. કેટલાક થઈ રહ્યા છે. અમે આને ખૂબ જ સકારાત્મક રીતે જોઈ રહ્યા છીએ અને માની રહ્યા છીએ. યુએસ પ્રતિબંધ બિલને "ગેરકાયદેસર" ગણાવ્યું. બ્રિક્સને ફક્ત એક આર્થિક જૂથ તરીકે જોવાથી આગળ વધીને, પેસ્કોવે તેને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થાના પ્રતીક તરીકે વર્ણવ્યું.
ભારતના રોકાણનો નોંધપાત્ર રીતે ઉલ્લેખ
ભારતે તેના બ્રિક્સ પ્રમુખપદમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે અને સંગઠનની વિચારધારા બહુધ્રુવીય વિશ્વ સાથે સુસંગત છે. દિલ્હીમાં બ્રિક્સ સમિટ ફક્ત સભ્ય દેશોની બેઠક નથી. તેના અંતર્ગત એક નવા વૈશ્વિક વ્યવસ્થા વિશે ચર્ચા છે જેમાં રશિયા, ભારત, ચીન અને અન્ય ઉભરતા રાષ્ટ્રો વૈશ્વિક નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાં વધુ પ્રભાવ મેળવવા માંગે છે.
હાલમાં, બ્રિક્સ દેશો વચ્ચે લગભગ 90 ટકા ચુકવણી રાષ્ટ્રીય ચલણોમાં થઈ રહી છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બ્રિક્સ દેશોમાં ડોલરના વર્ચસ્વ અને વૈકલ્પિક ચુકવણી પ્રણાલીઓ અંગે ચર્ચાઓ તીવ્ર બની રહી છે. પેસ્કોવે ભારત-રશિયા સંબંધોના મહત્વપૂર્ણ સ્વભાવ પર પ્રકાશ પાડતા કહ્યું, આ વાર્તા ફક્ત તેલ અને સંરક્ષણ સુધી મર્યાદિત નથી. તેમણે ભારતમાં નવા પરમાણુ પ્લાન્ટના વિકાસ પર વધુ પ્રગતિ અંગે આશાવાદ વ્યક્ત કર્યો અને રશિયામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓનું પણ સ્વાગત કર્યું.