Wed Sep 02 2026

Logo

પીએમ મોદી બે દિવસના ઇઝરાયલ પ્રવાસે જશે, નેતન્યાહૂએ કહ્યું ભારત એક શકિતશાળી દેશ

2026-02-16 19:23:00
Author: Chandrakant Kanoja
પીએમ મોદી બે દિવસના ઇઝરાયલ પ્રવાસે જશે, નેતન્યાહૂએ કહ્યું ભારત એક શકિતશાળી દેશ

નવી દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી  25 ફેબ્રુઆરીથી બે દિવસની ઇઝરાયલ પ્રવાસે જવાના છે. આ  અંગે સમાચાર એજ્ન્સીએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી હતી. તેમજ ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ એમ પણ કહ્યું હતું કે પીએમ મોદી આવતા અઠવાડિયે ઇઝરાયલની મુલાકાત લેશે.તેમણે ભારત સાથેના સંબંધોની પ્રશંસા કરી અને કહ્યું પીએમ મોદી  સંસદમાં સંબોધન પણ કરશે.  

ભારત કોઈ નાનો દેશ નથી

નેતન્યાહૂએ વધુમાં કહ્યું,  તમે જાણો છો કે  ભારત કોઈ નાનો દેશ નથી. અહીં 1.4 અબજ લોકો રહે છે. ભારત ખૂબ જ શક્તિશાળી અને લોકપ્રિય છે. ભારતે હંમેશા ઇઝરાયલ-ગાઝા યુદ્ધમાં ટુ સ્ટેટ  થિયરીની  હાકલ કરી છે. પરંતુ તેણે ઇઝરાયલ સાથે પરસ્પર ફાયદાકારક વ્યૂહાત્મક ભાગીદારી પણ જાળવી રાખી છે.  ગત વર્ષે  પીએમ મોદી અને નેતન્યાહૂએ ટેલિફોન દ્વારા વાત કરી હતી અને બંનેએ પરસ્પર લાભ માટે આ સંબંધને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

મારા મિત્ર વડાપ્રધાન નેતન્યાહૂ સાથે વાત કરી હતી

આ સમયે પીએમ મોદીએ કહ્યું હતું કે,  મેં મારા મિત્ર વડાપ્રધાન નેતન્યાહૂ સાથે વાત કરી હતી. અમે ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરી અને અમારા સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત થયા છે. અમે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની  અમારી સહિયારી પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. જે ભારતમાં  શાંતિ લાવવાના તમામ પ્રયાસોને સમર્થન આપે છે.