Tue Oct 06 2026

Logo

પીએમ મોદીએ કહ્યું દેશમાં રાજકીય સ્થિરતાના લીધે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો

2026-02-15 20:52:00
Author: Chandrakant Kanoja
પીએમ મોદીએ કહ્યું દેશમાં રાજકીય સ્થિરતાના લીધે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો

નવી દિલ્હી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમાચાર એજન્સીને ઇન્ટરવ્યુ આપ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે દેશમાં રાજકીય સ્થિરતાએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે અને મજબૂત ઉત્પાદન, સેવાઓ અને MSME ક્ષેત્રોને કારણે ભારત પોતાની શરતો પર 38 દેશો સાથે વેપાર કરારો કરવામાં સક્ષમ બન્યું છે.  તેમણે  ખાનગી ક્ષેત્રને સંશોધન અને વિકાસ અને ગુણવત્તામાં રોકાણ વધારવા વિનંતી કરી છે. 

બજેટ લાંબા ગાળાના વિકાસ માટે રોડમેપ 

પીએમ મોદીએ જણાવ્યું કે  ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી  કાપડ,(ટેકસટાઈલ) ચામડું, રસાયણો, હસ્તકલા, ઘરેણાં અને અન્ય ક્ષેત્રોમાં નાના અને મધ્યમ ઉદ્યોગો માટે માર્કેટ  ઍક્સેસને વિસ્તૃત કરવા કરવામાં આવેલો છે.  તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સરકારી બજેટ ફક્ત હિસાબી દસ્તાવેજો નથી પરંતુ દેશના લાંબા ગાળાના વિકાસ માટે એક રોડમેપ છે.


સંરક્ષણ ક્ષેત્રને આધુનિક બનાવવાની સરકારની ફરજ

 તેમણે એમ પણ  જણાવ્યું કે તાજેતરના વર્ષોમાં ભારતીય ઉત્પાદનોએ અગાઉના તમામ નિકાસ રેકોર્ડ તોડી નાખ્યા છે. સંરક્ષણ બજેટમાં થયેલા વધારાનો ઉલ્લેખ કરતા  કહ્યું કે વર્તમાન પરિસ્થિતિઓને અનુરૂપ સંરક્ષણ ક્ષેત્રને આધુનિક બનાવવાની સરકારની ફરજ છે. તેમણે જણાવ્યું હતું કે તેમની સરકારે દેશના સંરક્ષણ દળોને ટેકો આપવા અને મજબૂત કરવા માટે તમામ પ્રયાસો કર્યા છે અને તે ચાલુ રાખશે.

રિફોર્મ એ એનડીએ સરકારની પ્રતિબદ્ધતા 

પીએમ મોદીએ  ઇન્ટરવ્યુ દરમિયાન યુપીએ સરકારના ગેરવહીવટની ટીકા કરી હતી. તેમજ કહ્યું હતું  જેના લીધે અન્ય દેશો સાથે વેપાર કરારો કરી શકાયા નથી. યુપીએ શાસનમાં લાંબા ગાળાના પરિણામો પ્રાપ્ત નથી થયા. જોકે, રિફોર્મ એ એનડીએ સરકારની પ્રતિબદ્ધતા છે. તેમણે કહ્યું કે રિફોર્મ એક્સપ્રેસે એનડીએ સરકાર હેઠળ વ્યાપક પ્રગતિ હાંસલ કરી છે.  તેમણે ઉમેર્યું કે સ્વભાવે અમે સંપૂર્ણપણે સંતુષ્ટ નથી.