Thu Aug 20 2026

Logo

લાલ કિલ્લાએ જતા પહેલાં PM મોદીએ શું કર્યું હતું, જુઓ વાયરલ વીડિયો!

2026-08-16 16:33:46
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે, જેમાં લાલ કિલ્લા માટે રવાના થતા પહેલા શું કર્યું એ દર્શાવાયું છે. ધ્વજવંદન કરવા માટે જતા પહેલા વડા પ્રધાન મોદીએ પશુ-પંખીઓને ખવડાવ્યું હતું. વડા પ્રધાને કહ્યું હતું કે, આ વીડિયો સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લા માટે રવાના થતા પહેલાનો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર મોદીએ પોતાના એક દિવસીય દિનચર્યાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટ સાથે તેમણે લખ્યું હતું કે, રોજ સવારે મારા મિત્રોને દાણા ખવડાવવા એ મારી દૈનિક દિનચર્યા છે. 

મિત્રો ઝડપથી મળવા આવ્યા

ગઈકાલે સવારે એમને ખ્યાલ આવી ગયો કે, આજે મારે ઝડપથી નીકળવાનું છે, તેથી તેઓ મને મળવા માટે આવી ગયા હતા, જ્યારે હું લાલ કિલ્લા માટે નીકળી રહ્યો હતો. વડા પ્રધાને 15 મી અગસ્ટના સ્વંત્રતાના પર્વ પર લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો હતો. આ વીડિયોમાં તેઓ લાલ કિલ્લા તરફ જવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે એ રીતે જોવા મળ્યા છે. 

આ પ્રકારના કેટલાક વીડિયો વડા પ્રધાન મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. આ પહેલા રાષ્ટ્રીય હથકરધા દિવસના એક દિવસ પહેલા આ દિવસને સંપૂર્ણ ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવવા માટેની અપીલ કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે, હાથ વણાટથી બનેલા કપડાંની ખરીદી કરવાનું રાખો, આ માત્ર કોઈ સામાન્ય કપડું નથી, પણ દેશના લાખો વણાટ કરનારા લોકો તથા ગરીબ પરિવારોની આજીવિકાનો રસ્તો છે. માધ્યમ છે. હસ્તકલા તથા હાથ વણાટથી બનેલા ઉત્પાદનોને વેગ આપવા સોશિયલ મીડિયા થતી તેને પ્રચાર-પ્રસાર કરવાનો પણ આગ્રહ કર્યો છે. 

અનેકવાર જોવા મળ્યું આવાસ

દિલ્હીના જંતરમંતર પર જેન-ઝીએ કરેલા આંદોલન બાદ વડા પ્રધાન મોદીએ ડાયરેક્ટ આ જેન-ઝી સાથે ક્નેક્ટ થવા માટેના પ્રયાસ શરૂ કર્યાં છે. ગત મહિનામાં પણ જંતરમંતરનો ઉલ્લેખ કરીને એક વીડિયોમાં કહ્યું કે મને અને માતાજીને અપશબ્દો બોલ્યા, પણ એ બાળકોની કોઈ સજા નથી પણ આ યુવાનો માફી તેમ જ યોગ્ય માર્ગદર્શન ઈચ્છે છે. આ ભટકી ગયેલા યુવાનોને યોગ્ય રસ્તો બતાવવો જોઈએ. 

આવું પહેલીવાર નથી કે, વડા પ્રધાનના આવાસનો વીડિયો શૅર કરવામાં આવ્યો હોય, આ પહેલા પણ જ્યારે પણ કોઈ મોટી સેલિબ્રિટીઝ કે, વિદેશી મહેમાન એમના ઘરે આવે છે ત્યારે એમના આવાસના વીડિયો તૈયાર કરીને શૅર કરવામાં આવે છે, જેમાં એમની દૈનિક ક્રિયા સરળતાથી જોઈ શકાય છે. આ વીડિયોમાં તેઓ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન પહેરેલા જ પોશાકમાં જોવા મળે છે.